• Home
  • News
  • 41 વર્ષીય વસીમ જાફર રણજી ટ્રોફીમાં 12000 રન કરનાર પ્રથમ ખેલાડી
post

રણજીમાં સૌથી વધુ 40 સદીનો રેકોર્ડ પણ જાફરના નામે જ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 09:28:38

વસીમ જાફર રણજી ટ્રોફીમાં 12 હજાર રન કરનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. વિદર્ભ વતી રમતા જાફરે મંગળવારે કેરળ સામે 57 રન કર્યા. તે સાથે જાફરના રણજીમાં કુલ 12038 રન થઇ ગયા છે. તેના સિવાય અન્ય કોઇ ખેલાડીએ 10000 રન પણ કર્યા નથી. અમોલ મજુમદાર 9202 રન સાથે બીજા સ્થાને છે. રણજીમાં સૌથી વધુ 40 સદીનો રેકોર્ડ પણ જાફરના નામે છે.


41
વર્ષીય જાફરના નામે સિઝનની શરૂઆતમાં 11,775 રન હતા. 1996-97માં ફર્સ્ટ ક્લાસ કરિયરની શરૂઆત કરનારા જાફરે ભારત વતી 31 ટેસ્ટ અને 2 વન ડે રમ્યો છે. તેણે 31 ટેસ્ટની 58 ઇનિંગ્સમાં 34ની એવરેજથી 1944 રન કર્યા હતા. જેમાં 5 સદી અને 11 અર્ધ સદીનો સમાવેશ થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post