• Home
  • News
  • વિરાટે કહ્યું-કોરોના મહામારીના કારણે આપણે હવે વધુ ઉદાર બની ગયા છીએ, આશા છે કે આપણો આ જુસ્સો યથાવત્ રહેશે
post

સ્ટેટ ટીમ માટે રિજેક્ટ થતાં રાત્રિના 3 વાગ્યા સુધી રડ્યો હતો, ધીરજ અનુષ્કા પાસેથી શીખ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-23 11:29:52

મુંબઈ: ભારતીય સુકાની વિરાટ કોહલીએ કહ્યું કે કોરોના મહામારી પછી હવે આપણે સમાજ તરીકે વધારે ઉદાર બની ગયા છીએ. આ મહામારીના સકારાત્મક પક્ષને જોતાં તેમણે કહ્યું કે જેટલા પણ યોદ્ધા પોલીસકર્મી, ડૉક્ટર કે નર્સ કોરોના વિરુદ્ધ લડી રહ્યાં છે અાપણે તેમના પ્રત્યે આભાર પ્રકટ કરી રહ્યાં છીએ. આશા છે કે સંકટથી બહાર આવ્યા પછી આપણો આ જુસ્સો કાયમ રહેશે. વિરાટે કહ્યું કે જીવન વિશે કંઇ ન કહી શકાય. જેનાથી ખુશી મળે, તે જ કરો અને દરેક સમયે તુલના ન કરવી જોઇએ. આ મહામારી પછીના જીવનમાં અનેક પરિવર્તન આવશે. એક ઓનલાઇન સેશન દરમિયાન મંગળવારે વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે આશરે 50 મિનિટ સુધી સ્ટુડન્ટ્સ સાથે પોતાના અનુભવ શેર કર્યા હતા.

હું રિજેક્ટ થયો ત્યારે રાતના ત્રણ વાગ્યા સુધી રડતોઃ વિરાટ
ખુદને કઈ રીતે પ્રેરિત કરી લક્ષ્યાંક પ્રાપ્ત કરવું, તેના પર તેણે કહ્યું કે હું અનુષ્કા પાસેથી ઘણું શીખી રહ્યો છું. જીવનમાં હંમેશા એક-બીજાંથી શીખતા રહેવું જોઈએ. આ શીખ વિપરીત પરિસ્થિતિઓથી મુકાબલો કરવા પ્રેરિત કરે છે. જ્યારે સમયે મુશ્કેલ હોય છે ત્યારે તમારે અહંકાર છોડવો પડે છે. તમે તમારી રીતે લડતા રહેશો તો તમને રસ્તો મળી જ જશે. એક સમય એવો પણ હતો જ્યારે મારે અત્યંત સંઘર્ષ કરવો પડ્યો. સ્ટેટ ટીમમાં સિલેક્શન દરમિયાન જ્યારે હું પહેલીવાર રિજેક્ટ થયો ત્યારે હું રાત્રિના 3 વાગ્યા સુધી રડતો રહ્યો હતો. પણ ઈમાનદારીથી કહું તો પહેલાં હું વધારે ઉત્સુક હતો. અનુષ્કા શર્માના જીવનમાં આવ્યા પછી મેં તેનાથી શાંતિ અને ધીરજ જાળવવાનું શીખ્યું. 

જ્યાં ધીરજ અને પ્રતિબદ્ધતા, ત્યાં પ્રેરણા આપમેળે આવી જાય છે
વિરાટ કોહલીએ કહ્યું કે જ્યાં ધીરજ અને પ્રતિબદ્ધતા હોય છે ત્યાં પ્રેરણા આપમેળે આવી જાય છે અને સફળતા મળી જાય છે. રિજેક્ટ થયા પછી મેં મારા કોચ સાથે 2 કલાક સુધી આ મુદ્દે વાત કરી હતી. મને અત્યાર સુધી તેના વિશે કંઈ ખબર પડી શકી નથી. મારું માનવું છે કે આપણે હંમેશા સકારાત્મક રહેવું જોઈએ. કોહલીએ પોતાની કેપ્ટન્સી હેઠળ ભારતને 2008માં અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તેણે 86 ટેસ્ટમાં 7240, 248 વન ડેમાં 11867 અને 82 ટી-20માં 2794 રન બનાવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post