• Home
  • News
  • આ વર્ષે નબળુ ચોમાસુ:ગુજરાત અને રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતાઃ સામાન્યથી 60% ઓછા વરસાદનું અનુમાન, જ્યારે જૂનમાં 10% વધુ વરસ્યા વાદળો
post

ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સા, કેરળ અને પૂર્વાત્તર ભારતમાં આગળ પણ વરસાદ ઓછો રહેવાની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-24 11:15:44

હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટે કહ્યું છે કે આ વર્ષે વરસાદનો આંકડો સામાન્યથી 60 ટકા ઓછો રહેશે. સ્કાઈમેટે આ પહેલા 13 એપ્રિલ 2021ના રોજ હવામાનની આગાહી જાહેર કરી હતી. તે સમયે દેશમાં સામાન્ય વરસાદની વાત કહેવામાં આવી હતી, જોકે અપડેટેડ અનુમાન મુજબ આ વર્ષે વરસાદ સામાન્યથી 60 ટકા ઓછી રહેવાની શક્યતા છે.હવામાનની ભૌગોલિક અસરની વાત કરવામાં આવે તો ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સા, કેરળ અને પૂર્વાત્તર ભારતમાં આગળ પણ વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા છે. જોકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારમાં વરસાદનો આંકડો સામાન્ય કે તેનાથી વધુ રહ્યો છે. આ કારણે દેશના કેન્દ્રીય ભાગમાં પાક નબળો રહેવાની શક્યતા પણ છે.

ઓગસ્ટ-સપ્ટેમ્બર માટે વરસાદનું અનુમાન
સ્કાઈમેટે જૂન માટે 106 ટકા અને જુલાઈ માટે 97 ટકા વરસાદની આગાહી કરી હતી. તેની સરખામણીએ જૂન અને જુલાઈમાં LPAના 110 ટકા અને 93 ટકા વરસાદ થયો. હાલની સ્થિતિને જોતા સ્કાઈમેટે મોનસૂનના અગાઉના અનુમાનમાં ફેરફાર કરીને તેને LPAના 94 ટકા કર્યું છે. મંથલી બેસિસ પર હવે મોનસૂનની આગાહી આ રીતે છેઃ

·         ઓગસ્ટમાં LPA(258.2 MM)ની સરખામણીએ 80% વરસાદ પડી શકે છે. આ મહિને 80 ટકા શક્યતા ઓછા વરસાદની છે, જ્યારે 20 ટકા શક્યતા સામાન્ય વરસાદની છે.

·         સપ્ટેમ્બરમાં LPA(170.2 MM)ની સરખામણીએ 100% વરસાદ થઈ શકે છે. આ મહિને 60 ટકા શક્યતા સામાન્ય વરસાદની છે, 20 ટકા શક્યતા સામાન્યથી વધુ વરસાદની છે અને 20 ટકા શક્યતા સામાન્યથી ઓછા વરસાદની છે.

આ વર્ષે સમયે આવ્યું હતું મોનસૂન
આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆત સમયે થઈ હતી. ટેકનિકલ રીતે લાંબા સમયમાં વરસાદનું સરેરાશ અનુમાન એટલે કે LPAના 110% પરંતુ જૂનના અંતમાં સારો વરસાદ થયો હતો. જ્યારે જુલાઈ મહિનામાં 11 જુલાઈ સુધી વરસાદ નબળો રહ્યો. આ કારણે જુલાઈમાં LPA 93 ટકા રહ્યો એટલે કે સામાન્યથી ઓછો વરસાદ થયો.

 

જુલાઈ અને ઓગસ્ટમાં બ્રેક મોનસૂન ફેઝ
મોનસૂનમાં પ્રથમ બ્રેક જુલાઈમાં જોવા મળ્યો અને ઓગસ્ટના પ્રથમ પંદર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ મોનસૂનમાં બીજો બ્રેક મોનસૂન ફેઝ આવ્યો. નબળા વરસાદના કારણે સમગ્ર ભારતમાં સિઝનલ વરસાદની અછત ઓગસ્ટના બીજા પંદર દિવસ સુધીમાં 9 ટકા પર આવી ગઈ. સામાન્યથી ઓછા મોનસૂનની સામાન્યથી નીચેની સ્થિતિમાં અત્યાર સુધીમાં કોઈ સુધારો થયો નથી.

હિન્દ મહાસાગરના IODની અસર પડે છે
સ્કાઈમેટના MD જતિન સિંહના જણાવ્યા અનુસાર મોનસુન નબળુ પડવાનું કારણ હિન્દ મહાસાગરમાં IODના લાંબા 5 ફેઝ અને જુલાઈ-ઓગસ્ટમાં તેમાં ફેરફાર હોઈ શકે છે. પશ્ચિમી હિન્દ મહાસાગરની સપાટીનું તાપમાન પૂર્વ હિન્દ મહાસાગરની સરખામણીમાં ઓછું અને વધુ રહે છે. તેને હિન્દ મહાસાગર દ્વિધ્રુવ એટલે કે Indian Ocean Dipole(IOD) કહે છે. જોકે સપ્ટેમ્બરમાં IOD બનવાના કોઈ સ્પષ્ટ સંકેત નથી

શું છે સ્કાઈમેટ અને કઈ રીતે કામ કરે છે
સ્કાઈમેટ હવામાનની આગાહી કરનારી અને કૃષિ રિસ્ક સોલ્યુશન આપનારી ભારતની એકમાત્ર ખાનગી કંપની છે. તેની શરૂઆત 2003માં થઈ હતી. સ્કાઈમેટ પોતાનું ન્યૂમેરિક વેધર પ્રોડક્શન મોડલ રન કરે છે. વીજળીનો સપ્લાઈ કરનારી કંપનીઓ, ઘણા મીડિયો ગ્રુપ, ખેડૂતો સાથે જોડાયેલી સર્વિસ, કીટનાશક અને ફર્ટિલાઈઝર બનાવનારી અને લોજિસ્ટિક્સ ઓપરેટરોને આ કંપની હવામાનનું પૂર્વાઅનુમાન ઉપલબ્ધ કરાવે છે. સ્કાઈમેટ રિમોટ સેન્સિંગ અને UAVનું પણ સંચાલન કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post