• Home
  • News
  • લગ્ન માટે વેડિંગ પ્લાનર, ખરીદી માટે શોપિંગ પ્લાનરની જેમ હવે વીકએન્ડમાં ફરવા માટે લોકો હાયર કરે છે વીકએન્ડ પ્લાનર
post

ડોક્ટર્સ, બિઝનેસમેન, ટોપ કંપની એક્ઝિક્યુટિવ, CEO, એન્ટ્રેપ્રેન્યોર હવે શનિ-રવિવારે ફરવા જવા પ્લાનરની મદદ લે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 09:26:00

સામાન્ય રીતે લોકો વીકએન્ડમાં ક્યાં ફરવા જવું તેના માટે મોટા ભાગે પોતાની રીતે નિર્ણય કરતા હોય છે, ય તો પછી મિત્રો અથવા જાણીતી વ્યક્તિઓના અનુભવના આધારે ફરવા જવાની જગ્યા નક્કી કરતા હોય છે, પરંતુ પાછલા એક દોઢ વર્ષથી એક નવો ટ્રેન્ડ શરુ થયો છે. જેમ લોંગ હોલિડે માટે ટુર પ્લાનર હોય છે તેવી રીતે વીકએન્ડમાં આઉટિંગ માટે ક્યાં જવું કેવી? રીતે જવું અને ત્યાં શું કરવું તેવી બાબતોનું માર્ગદર્શન મેળવવા માટે વીકએન્ડ પ્લાનર પાસે જઈ રહ્યા છે.

એલિટ ક્લાસના લોકો વધુ આવે છે
ટ્રાવેલ સોલના ફાઉન્ડર હાર્દિ ઓઝા પટેલે જણાવ્યું કે હાયર મિડલ ક્લાસ અને અપાર ક્લાસના લોકો વીકએન્ડ પ્લાનર પાસે વધુ આવે છે. ડોક્ટર્સ, એડવોકેટ, CEO, કોર્પોરેટ્સના ટોચના અધિકારીઓ, એન્ટ્રેપ્રેન્યોર સહિતના લોકો હવે વિકએન્ડમાં ફરવા જવા સ્થળની પસંદગી માટે પ્લાનરની સર્વિસ લે છે. આ ઉપરાંત સોલો ટ્રાવેલર તેમજ ફ્રેન્ડ્સ ગ્રુપ કે જેમને નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનો શોખ હોય છે તેવા લોકો પણ અમારી પાસે આવે છે.

રુટિન કરતાં અલગ જગ્યાના સૂચનો મળે છે
પોતાનો અનુભવ વર્ણવતા અમદાવાદના ડેન્ટિસ્ટ મનન અતિત જણાવે છે કે, એક ડોક્ટર તરીકે લોન્ગ વેકેશન કરતા વીકએન્ડમાં ફરવા જવું અમારા માટે વધારે કમ્ફર્ટેબલ હોય છે. અગાઉ અમે ટૂર ઓપરેટર્સ કે પછી ઓનલાઇન ટ્રાવેલ પ્લેટફોર્મ્સ પાર સર્ચ કરી અને ફરવા જતા હતા. પણ તેમાં મોટા ભાગે જાણીતી જગ્યાઓના સૂચનો જ વધુ મળતા હતા. ઓછી જાણીતી અને એક્સોટિક પ્લેસિસના સૂચનો અને તે પણ સ્પેશિયલ એરેન્જમેન્ટ સાથે વીકએન્ડ પ્લાનર પાસેથી જાણવા મળ્યા હતા. ઘણીવાર આપણી નજીકમાં જ સારી જગ્યા હોય છે પણ આપણે જ તેનાથી અજાણ હોઈએ છેએ. પ્લાનર પાસે આવી ઘણી જગ્યાઓના સૂચનો મળી રહે છે.

પહેલાંના પ્રમાણમાં ટ્રેન્ડ બેથી ત્રણ ગણો વધ્યો
હાર્દિ જણાવે છે કે, પાંચ વર્ષનો સિનારિયો જોઈએ તો છેલ્લા એકથી દોઢ વર્ષમાં જ આ ટ્રેન્ડમાં બેથી ત્રણ ગણો વધારો થયો છે. ચાર પાંચ વર્ષ પહેલાં આવી સ્થિતિ ન હતી. હવે ધીમે ધીમે લોકો લોંગ વેકેશનની સાથે સાથે વીકએન્ડમાં પણ શોર્ટ ટ્રીપ પર ફરવા જવાનું પસંદ કરે છે. શનિવાર-રવિવારની આસપાસના દિવસોમાં આવતી જાહેર રજાઓનો મેલ કરી અને લોકો ફ્રેન્ડસ અને ફેમલી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા નજીકના સ્થળો પર જવાનું પસંદ કરે છે.

વીકએન્ડમાં ક્યાં જાય છે લોકો

·         ચાંપાનેર

·         પાલનપુર પેલેસ

·         જાંબુઘોડા વાઈલ્ડલાઈફ પેલેસ

·         સંતરામપુર

·         વેળાવદર બ્લેકબગ સફારી

·         કચ્છ

·         માંડવી - સરીના બીચ રિસોર્ટ

·         રાજકોટ - ખિરસરા પેલેસ

·         ગોંડલ પેલેસ

·         દ્વારકા - બેટ દ્વારકા

·         પોળો ફોરેસ્ટ

·         નાગોર

·         પાલી

·         સુમેરગઢ

·         રોહિતગઢ

·         બિશનગઢ

·         દંતા - ભવાની વિલાસ પેલેસ

·         પોશિના - બાલારામ પેલેસ

·         પાવના

·         મુલશી

·         ચોરલાઘાટ - સિક્રેટ ફોરેસ્ટ

·         મધ્ય પ્રદેશ મહેશ્વર - અહલ્યા ફોર્ટ

બજેટ થોડું વધે પણ સામે સગવડતા વધે છે
ડ્રીમર્સ મેનેજમેન્ટ કન્સલ્ટિંગના સ્થાપક વૈશાલી પારેખે જણાવ્યું કે, અમારું વર્કિંગ ગર્લ્સનું એક ગ્રુપ છે જે અવાર નવાર એક બે દિવસની ટ્રિપ પર જતા હોઈએ છીએ. પોતાની રીતે જગ્યા પસંદ કરાવી અને તેનું બધું એરેન્જમેન્ટ કરવું તે થોડું હેક્ટિક અને ક્યારેક બોરિંગ ટાસ્ક બની જાય છે. સોશિયલ મીડિયા પર આ સર્વિસ વિષે જાણ્યું અને તેમનો એપ્રોચ કરતાં શહેરની નજીક જ અમને સારી જગ્યા સૂચવી હતી. આ રીતે અમે પહેલીવાર ગયા હતા. રૂટિન કરતા અમારું બજેટ 5% જેવું વધ્યું પણ તેની સામે સગવડતા અને એક્ટિવિટી વધી ગઈ હતી.

ટ્રાવેલિંગને લઈને લોકોની માનસિકતા બદલાઈ છે
રાજકોટના વીકએન્ડ પ્લાનર સંદીપ દવેએ જણાવ્યું કે, ટ્રાવેલિંગ તરફ લોકોનો નજરીયો બદલાયો છે, ખાસ કરીને વીકએન્ડને લઈને. પહેલા ફરવા જવું એટલે 8-15 દિવસનું વેકેશન વધારે મહત્ત્વનું હતું પરંતુ હવે લોકો શનિ-રવિવારે પણ ફરવા જાય છે. ભલે એક જ જગ્યા જોવા મળે પણ તેનો પૂરો આનંદ મળે અને તેને પ્રોપર ઇન્જોય કરી શકે તે માટે લોકો વીકએન્ડમાં ફરવા જાય છે. એટલું જ નહિ પણ હવે તો પરિવાર અને મિત્રો માટે એક્ટિવિટી વીકએન્ડના પણ પ્લાનિંગ થવા લાગ્યા છે. લોકો અમારી પાસે ગ્રુપમાં સવારથી સાંજ માટે બાળકો તેમજ મોટી ઉંમરની વ્યક્તિઓ પણ ભાગ લઇ શકે તેવી ગેમ્સ અને એક્ટિવિટીનું અગાઉથી પ્લાનિંગ કરાવે છે. તાજેતરમાં જ લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલના જુના મિત્રો 25 વર્ષ બાદ રી-યુનિયન માટે એક રિસોર્ટમાં પ્લાંનિંગ કરાવ્યું હતું. આવી જ રીતે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા હવે કસ્ટમાઇઝ ટ્રિપનું આયોજન કરે છે.

નવી જગ્યાનું એસ્યોરન્સ રહે છે
અમદાવાદમાં મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ કરતા સમિક પરીખે જણાવ્યું કે, સામાન્ય રીતે આપણે ક્યાય ફરવા ગયા હોઈએ તો તે જગ્યા વિષે આપણું હોમવર્ક માર્યાદિત રહેવાનું છે. બીજું કે જમવાનું અને ફરવાનું બધું ટ્રેડિશનલ રીતે થતું હોય છે. વીકએન્ડ પ્લાનર તરફથી હેરીટેજ ડીનર, લિવિંગ વિથ હિસ્ટરી એન્ડ નેચર જેવા એક્સપિરિયન્સ વિશે જાણવા મળ્યું હતું. આ ઉપરાંત તમે નવી જગ્યા પસંદ કરો છો તો તે કેવી હશે તે અંગે મનમાં એક શંકા રહે છે જે આ કેસમાં નથી થતું. આનું કારણ એ છે કે પ્લાનર પોતે આ જગ્યાને એક્સપિરિયન્સ કરેલી હોય છે અને પછી જ તેઓ સજેસ્ટ કરે છે એટલે એક એસ્યોરન્સ રહે છે. હવે અમે રાજસ્થાનમાં જવાઈ સફારીમાં જવાના છીએ અને અગાઉ આ રીતે પુણે અને જયપુર પણ ગયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post