• Home
  • News
  • પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ: પાર્થ ચેટર્જીએ કોર્ટમાં કરી વિનંતી, 'કોઈ પણ શરતે મને જામીન આપો'
post

અર્પિતા મુખર્જીએ પોતાની માતા સાથે વાત કરવાની પરવાનગી માગી

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-31 18:30:23

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી ભ્રષ્ટાચાર મામલે લગભગ એક મહિના બાદ સોમવારે પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી અને તેમના મહિલા મિત્ર અર્પિતા મુખર્જીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સુનાવણીની શરૂઆતમાં જ પાર્થ ચેટર્જીના વકીલ સલીમ રહેમાને જામીન માટે અરજી કરી.

કોર્ટ પાસે જામીનની વિનંતી કરતા કોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો કે જે રીતે પાર્થની સાથે વાત કરવામાં આવી રહી છે તે વાસ્તવમાં માનવાધિકારોનુ ઉલ્લંઘન છે. પાર્થ ચેટર્જીએ પોતે વિનંતી કરી કે તેમને કોઈ પણ શરતે જામીન આપવામાં આવે, પ્લીઝ મને બચાવો. બીજી તરફ અર્પિતા મુખર્જીએ પોતાની માતા સાથે વાત કરવાની પરવાનગી માગતા કહ્યુ કે 15 દિવસથી વાત થઈ શકી નથી. 

પાર્થ ચેટર્જીએ જજ શેખ કમરુદ્દીનને કોઈ પણ કડક શરતો હેઠળ જામીન આપવાની અપીલ કરી. તેમણે કહ્યુ કે તમામ કેસ એક સાથે લાવવામાં આવ્યા છે કંઈ પણ ઉપલબ્ધ નથી. એક પ્રકારનુ દબાણ બનાવવામાં આવ્યુ છે. કૃપા કરીને મને જીવિત રહેવા દો. એજન્સીને કંઈ મળી રહ્યુ નથી. માત્ર પાણીમાં માછલી પકડવાનો પ્રયત્ન કરી રહી છે. 

પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી શિક્ષણ ભરતી ભ્રષ્ટાચાર મામલે વ્યક્તિગત રીતે રજૂ થયા. શાંતિપ્રસાદ સિન્હા, કલ્યાણમય ગંગોપાધ્યાય અને સુબીરેશ ભટ્ટાચાર્યને પણ રજૂ કરવામાં આવ્યા. પાર્થ ચેટર્જીના વકીલે કોર્ટ રૂમમાં કહ્યુ, હુ કોઈ પણ આકરી શરત હેઠળ જામીન માગી રહ્યો છુ, મારા અસીલનો પાસપોર્ટ જમા કરી શકાય છે, તેમની પર નજર રાખી શકાય છે. પુરાવા પહેલા તેમને ચોર કહી શકાય નહીં. આ માનવાધિકારનો મુદ્દો છે. તેમને ન્યાય વિના ચોર સાબિત કરવામાં આવી રહ્યા છે. તેમને વચગાળાના જામીન આપવામાં આવે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post