• Home
  • News
  • West Bengal: કોલકાતામાં 'ટીમ મમતા'ની શપથ વિધિ, 43 મંત્રીએ લીધા પદ અને ગોપનીયતાના શપથ
post

બંગાળ સરકારના મંત્રીમંડળે આજે શપથ લીધી જેમાં કુલ 43 મંત્રીઓ સામેલ થયા. જેમાંથી 40એ આજે રાજભવનમાં મંત્રીપદના શપથ લીધા જ્યારે 3 નેતાઓએ વર્ચ્યુઅલ રીતે શપથ લીધા.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-10 12:24:33

કોલકાતા: પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ મમતા બેનર્જી સતત ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી  બની ગયા છે. મમતા બેનર્જીએ શપથ લઈને કામકાજ પણ સંભાળી લીધુ છે. પરંતુ હવે તેમની ટીમનો વારો છે. બંગાળ સરકારના મંત્રીમંડળે આજે શપથ લીધી જેમાં કુલ 43 મંત્રીઓ સામેલ થયા. જેમાંથી 40એ આજે  રાજભવનમાં મંત્રીપદના શપથ લીધા જ્યારે 3 નેતાઓએ વર્ચ્યુઅલ રીતે શપથ લીધા. 

3 મંત્રીઓએ વર્ચ્યુઅલી લીધા શપથ
ડો. અમિત મિત્ર, બ્રાત્ય બસુ, અને રથિન ઘોષે પોતાના સ્વાસ્થ્ય સંબંધિત કારણોથી વર્ચ્યુઅલ શપથ લીધા છે. નોંધનીય છે કે રથિન ઘોષ અને બ્રાત્ય બસુ હાલમાં જ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અમિત મિત્રાએ ચૂંટણી નહતી લડી પરંતુ આમ છતાં તેમને રાજ્યના નાણામંત્રીની કમાન મળી શકે છે. 

પશ્ચિમ બંગાળમાં 294માંથી 292 બેઠકો માટે વિધાનસભા ચૂંટણી 8 તબક્કામાં થઈ હતી. ટીએમસીએ 213 બેઠકો મેળવી જ્યારે ભાજપના ફાળે ફક્ત 77 બેઠકો આવી. લેફ્ટ અને અન્યને ફાળે 1-1 બેઠક ગઈ છે. બે બેઠક પર ઉમેદવારોના મોતના કારણે ચૂંટણી થઈ નહતી. હવે ત્યાં 16 મેના રોજ મતદાન થશે. 

રાજભવનમાં તમામ કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર પ્રભાર, રાજ્ય મંત્રીઓને શપથ લેવડાવવામાં આવી. આ દરમિયાન મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. નવા મંત્રીમંડળમાં અનેક જૂના વફાદારોને તક મળી છે તો કેટલાક નવા પણ સામેલ કરાયા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post