• Home
  • News
  • શું મોંઘું થયું, શું સસ્તું થયું:સોનું-ચાંદી સસ્તાં થશે; મોબાઇલ ફોન મોંઘો થશે, પરંતુ દેશમાં ફોન પહેલાં કરતાં વધુ બનશે
post

4 વર્ષમાં સરકારે મોબાઇલ ફોનથી જોડાયેલાં ઉત્પાદનો પર સરેરાશ 10% સુધી આયાત ડ્યૂટીમાં વધારો કર્યો, જેને કારણે ઉત્પાદન ત્રણ ગણું વધ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-02 09:42:05

વર્ષ 2021-22નું બજેટ આવી ગયું છે. દર વખતની જેમ આ વખતે પણ અમુક વસ્તુઓ સસ્તી થઈ છે તો અમુક મોંઘી, પરંતુ આ વખતે પણ એ વસ્તુઓને જ અસર થઈ છે જે પહેલાં થતી હતી. સોનું-ચાંદી, વાસણો, લેધરનો સામાન સસ્તો થશે, જ્યારે મોબાઈલ, સોલર ઈન્વર્ટર અને કારો મોંધી થશે. વાસ્તવમાં ત્રણ વર્ષ પહેલાં GSTએ સામાન અને સર્વિસીઝને મોંઘી-સસ્તી કરવાની તાકાત છીનવી લીધી છે. હવે 90% વસ્તુઓની કિંમત GSTનક્કી કરે છે, પરંતુ વિદેશથી આયાત કરેલા માલ પર આયાત ડ્યૂટી પર અસર રહે છે અને બજેટમાં એની જાહેરાત કરવામાં આવી છે, આથી પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સી.એન.જી. અને આયાત કરેલાં ઉત્પાદનો જેવી કે દારૂ, ફૂટવેર, સોના-ચાંદી, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો, મોબાઇલ, કેમિકલ, કાર, તમાકુ જેવી વસ્તુઓની કિંમત પર બજેટની જાહેરાતોની અસર પડે છે. ફક્ત આના પર જ સરકાર આયાત ડ્યૂટી વધારે અથવા ઘટાડે છે. નાણામંત્રીએ આ બજેટમાં પણ એવું જ કર્યું છે.

આવો, હવે જાણીએ આ બજેટને કારણે શું મોંઘું થયું અને શું સસ્તું...

નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલાક ઓટોપાર્ટ્સ પર 7.5% આયાત ડ્યૂટી વધારીને 15% કરી દીધી છે, જે વાહનોને મોંઘાં બનાવશે. સોલર ઇન્વર્ટર મોંઘું થશે, કારણ કે આના પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં 15% વધારો કરાયો છે. મોબાઇલ, ફોન ચાર્જર અને હેડફોન પર આયાત ડ્યૂટીમાં 2.5%નો વધારો કરવામાં આવ્યો છે, જેથી આ વસ્તુઓ મોંઘી થશે. ઈમ્પોર્ટેડ કારો મોંઘી મળશે. કારણ કે ઓટોના સામાન (કમ્પોનેન્ટ) પર કસ્ટમ ડ્યૂટી વધારીને 15% કરી દેવાઈ છે. એટલે કે તમે ઈમ્પોર્ટેડ કાર ખરીદશો તો તમારે 15% વધારે કિંમત આપવી પડશે.

શું મોંઘું થશે

·         મોબાઈલ

·         મોબાઈલના પાર્ટ્સ

·         ઓટોસ્પાર્ટ્સ

·         ઈમ્પોર્ટેડ કાર

·         પેટ્રોલ-ડીઝલ

·         ઈલેક્ટ્રોનિક્સ સામાન

·         કોટનનાં કપડાં

·         લેધરનાં જૂતાં

·         સોલર ઈન્વર્ટર

·         કાબુલી ચણા

·         યુરિયા અને ડીએપી ખાતર

·         દારૂ

સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં 7.5% ઘટાડો કરવામાં આવ્યો છે. આ કારણે જ્વેલરી સસ્તી થશે. સ્ટીલ ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં 7.5% ઘટાડો કરવામાં આવ્યો છે. તાંબા પર આયાત ડ્યૂટીમાં 2.5% ઘટાડો થયો છે. પસંદ કરેલા ચામડાને કસ્ટમ ડ્યૂટીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ કારણે ચામડાની બનાવટ પણ સસ્તી થશે.

શું સસ્તું થશે

·         સોનું-ચાંદી

·         લોખંડ

·         ચામડાની વસ્તુઓ

·         ડ્રાય ક્લિનિંગ

·         સ્ટીલનાં વાસણો

·         ઈન્શ્યોરન્સ

·         વીજળી

·         પોલિસ્ટર

·         તાંબાનાં વાસણો

·         કૃષિનાં સાધનો

મોબાઇલ સાથે જોડાયેલા ડિવાઇસીસ પર આયાત ડ્યૂટીમાં 2.5%નો વધારો
મોબાઈલ, ચાર્જર્સ, હેડફોન વધુ મોંઘાં થશે, કારણ કે સરકારે વિદેશથી આવતા મોબાઇલ અને સંબંધિત ઉપકરણો પરની આયાત ડ્યૂટીમાં 2.5%નો વધારો કર્યો છે. છેલ્લાં 4 વર્ષમાં સરકારે આ ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં સરેરાશ 10% જેટલો વધારો કર્યો છે. આને કારણે દેશમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન લગભગ ત્રણ ગણું વધી ગયું છે, પરંતુ આ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. વર્ષ 2016-17 સુધીમાં દેશમાં રૂ. 18,900 કરોડના મોબાઇલ ફોન બનાવવામાં આવ્યા હતા. 2019-20માં દેશમાં 1.7 લાખ કરોડ રૂપિયાના ફોન બનવા લાગ્યા.

ભારતમાં દર વર્ષે 35 કરોડ મોબાઇલ ફોન બનાવવામાં આવી રહ્યા છે
ઈન્ડિયા સેલ્યુલર અને ઇલેક્ટ્રોનિક્સ એસોસિયેશનના જણાવ્યા મુજબ, ભારતમાં મોબાઇલ ફોન નિર્માણના 268 એકમો છે. દર વર્ષે 35 કરોડ મોબાઇલ ફોન બનાવવામાં આવી રહ્યા છે. આ એકમોમાં 6.7 લાખ લોકોને રોજગારી મળી રહી છે.

2017 સુધીમાં 7.57 કરોડ મોબાઇલ ફોન વિદેશથી આયાત કરવામાં આવ્યા હતા, જે 2019માં ઘટીને 2.69 કરોડ થઈ ગયા છે, જેથી જાણી શકાય છે કે મોબાઇલ ફોન પર ટેક્સ અથવા કસ્ટમ ડ્યૂટી વધારવાને કારણે ભારતમાં ફોન બનાવવાની ગતિ વધી ગઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post