• Home
  • News
  • PM મોદીએ શું કહીને ગુજરાતના પીપળીવાસીઓનો જુસ્સો વધાર્યો?
post

2 ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની 14250 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન કરાયુ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જળ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-02 16:06:02

અમદાવાદ: 2 ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની 14250 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન કરાયુ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જળ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો. પાલનપુરના પીપળી ગામના સરપંચ રમેશભાઈ પટેલ સાથે પ્રધાનમંત્રીએ સીધો સંવાદ કર્યો હતો. 

પ્રધાનમંત્રીએ સરપંચ પાસે ગામમાં પાણીની વ્યવસ્થા અને ગુણવત્તા અને લોકોના સહકાર વિશે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતી કહેવત સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય...તેવુ કહીને ગામલોકોનો જુસ્સો વધાર્યો હતો. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં પાણીની તંગી અને તેની મહત્વતા વિશે વાત કરી લોકોને પાણીનું મહત્ત્વ સમજાવ્યું હતું. 

પીએમ મોદીનો ગામ લોકો સાથે સંવાદ
PM
નરેન્દ્ર મોદી પીંપળી ગામના લોકો સાથે વીડિયો-કોન્ફરન્સિંગથી જળ જીવન મિશનની વાતચીત કરી. આ સંવાદમાં પીંપળી ગ્રામસભાએ પ્લાસ્ટિકમુક્ત ગામ બનાવવાનો ઠરાવ પસાર કર્યો હતો. પીએમ મોદીએ ગામ લોકો સાથે અનેક મુદ્દે વાત કરી હતી. પીએમ મોદીએ ગામના સરપંચ રમેશભાઈને પૂછ્યુ હતું કે, તમારા ગામમાં કેટલા ટપક સિંચાઇ પદ્ધતિ સાથે જોડાયેલા છે? તેમણે જવાબ આપ્યો હતો કે, ગામના 95 ટકા લોકો જોડાયા છે. આ ઉપરાંત પીએમ મોદીએ સવાલ કર્યો હતો કે, જ્યારે ચૂંટણી આવશે ત્યારે ગામથી બીજા ચૂંટણી લડશે અને કહી દેશે કે પાણી મફત આપીશું તો શુ કરશો? જેના જવાબમાં સરપંચે કહ્યુ કે, મફત પાણીની વાતો કરનારા પણ જાણે છે કે અમારી પાસે પાણી ઓછું છે, અનમોલ છે, પાણી આપવાનું પણ છે અને યોગદાન લેવાનું પણ છે. આમ અંતે, પીએમ મોદીએ ગામવાસીઓને કહ્યુ હતુ કે, આપણે ગુજરાતીમાં કહેવત છે, સિદ્ધિ તેની જોડે જાય જે પરસેવે નહાય, તમારા ગામના તમામ લોકોએ શ્રમ કર્યો તેનો ફળ તમને મળી રહ્યો છે. તમારા જેવા નાગરીકોનો શ્રમ જ સાચી શક્તિ છે.

પીપળીની ખાસિયત
પાલનપુરનું પીંપળી ગામ દેશનું પ્રથમ 'નીરોગી' ગામ બન્યું છે. નળ, ગટર, રસ્તા અને સફાઇમાં અવ્વલ છે. ગામમાં 100 ટકા શૌચાલય, દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા, ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે, કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પિંગ સાઇટ પણ બનાવવામાં આવી છે તો વળી, આ ગામમાં એકપણ ખુલ્લી ગટર નથી, જેથી મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ પણ ગામમાં નહિવત્ જેટલો છે.

adv

Related News

post
post
post
post
post
post
post