• Home
  • News
  • નવા તારક મહેતાએ શું કહ્યું?:સચિન શ્રોફ બોલ્યો, હું આ કેરેક્ટરને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કરીશ
post

તે કેરેક્ટરમાં ઓત-પ્રોત થવા માટે નાના-નાના પગલાં ભરી રહ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-14 18:42:45

મુંબઈ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં શૈલેષ લોઢા પહેલાં તારક મહેતાનો રોલ પ્લે કરતા હતા. તેમણે આ શો છોડી દીધો છે. હવે આ રોલ માટે સચિન શ્રોફને લેવામાં આવ્યો છે. હાલમાં જ સચિને આ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે આ પાત્રને પૂરતો ન્યાય આપવાનો પ્રયાસ કરશે. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે તે દિલીપ જોષી સાથે કામ કરવા ઉત્સુક છે.

અસિત મને હંમેશાં ગાઇડ કરે છે
સચિને 'ઇટાઇમ્સ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શોના પ્રોડ્યૂસર અસિત મોદી, ડિરેક્ટર માલવ-હર્ષદ તથા કો-એક્ટ્રેસ સુનૈના ફોજદાર તેને ઇનપુટ આપે છે. તે પોતાના તરફથી પ્રયાસ કરે છે કે તે કોઈ પણ પ્રકારના દબાણમાં આવ્યા વગર કામ કરે. શોના ડિરેક્ટર્સ ઉપરાંત પ્રોડ્યૂસર અસિત પણ તેને ગાઇડ કરે છે. તે કેરેક્ટરમાં ઓત-પ્રોત થવા માટે નાના-નાના પગલાં ભરી રહ્યો છે.

તમામ એક્ટર્સ પર સારું કરવાનું દબાણ હોય છે
સચિને વધુમાં કહ્યું હતું, 'હું આ કેરેક્ટરમાં યોગ્ય લાગુ તે માટે પૂરો પ્રયાસ કરીશ. જે રીતે પાણીમાં સાકર ભળી જાય છે તે જ રીતે હું આ રોલને ન્યાય આપવા માટે પૂરી મહેનત કરીશે. હું તમામને વિનંતી કરું છું કે તેઓ શો જોતા રહે અને પ્રેમ-દુઆ હંમેશાંની જેમ આપતા રહે. હું ઘણો જ નર્વસ છું. હું એમ નહીં કહું કે આ પાત્રને કારણે નર્વસ છું, પરંતુ હું જ્યારે પણ કામ કરવા માટે બહાર જાઉં છું તો હંમેશાં નવર્સ થઈ જાઉં છું. મને કામ અંગે પણ ટેન્શન થાય છે. સામાન્ય રીતે તો એક્ટર પર સારું કામ કરવાનું પ્રેશર હોય જ છે.'

દિલીપ જોષી સાથે કામ કરવા ઉત્સુક છું
વધુમાં સચિને કહ્યું હતું, 'હું દિલીપ જોષી સાથે કામ કરવા ઉત્સુક છું. તે હાલમાં શહેરમાં નથી. તે થોડાં દિવસ પછી સેટ પર શૂટિંગ માટે આવશે. મને ખ્યાલ છે કે તેમની પાસેથી ઘણું જ શીખવા મળશે. શોના પહેલાં દિવસે જ એક્ટર્સે સારી રીતે મારું સ્વાગત કર્યું હતું.'

adv

Related News

post
post
post
post
post
post
post