• Home
  • News
  • NOTA શું છે? 2017માં કેવી અસર થઈ? જાણો નોટાના ઉપયોગથી ચૂંટણીમાં કઈ રીતે આવી શકે છે પરિવર્તન
post

ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી ઘણી રીતે રસપ્રદ રહી હતી. જેમાં ભાજપ 99 સીટ પર અટકી ગયું હતું. તો કોંગ્રેસ 77 પર અટકી ગયું. જોકે આ ચૂંટણીમાં નોટા એટલે કે નન ઓફ ધ અબોવ એટલે કે કોઈપણ રાજકીય પાર્ટીને મત નહીં આપનાર લોકોની સંખ્યા ઘણી વધારે હતી. નોટાએ અનેક ઉમેદવારને જીતાડ્યા હતા, તો અનેક બેઠકો પર તેના કારણે ઉમેદવારો હારી ગયા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-07 17:45:07

અમદાવાદ: ગુજરાતમાં 2022ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. 1 ડિસેમ્બરે પહેલા અને 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજકીય પક્ષો પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની ગઈ છે. નોટાના કારણે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની કેટલીક રસપ્રદ માહિતી પર નજર કરીએ.

2017ના પરિણામમાં નોટાએ મહત્વની ભૂમિકા ભજવી:
ગુજરાતમાં વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ઓછા માર્જિન સાથે નોટાના કારણે કુલ 31 બેઠક એવી હતી જેના પરિણામ બદલાઈ ગયા. ઓછા માર્જિનથી રાજકીય પક્ષોના હદયના ધબકારા વધે છે. તેમ નોટા પણ રાજકીય પક્ષના કપાળ પર ચિંતાની લકીર ખેંચી લાવે છે.  લોકશાહી ધરાવતા દેશમાં નોટા એક એવો વિકલ્પ છે. જે કોઈપણ નાગરિક પોતાને અયોગ્ય લાગતા ઉમેદવારને મત આપતો નથી. અને નોટામાં મત પડવાથી આ મત કોઈપણ પક્ષના ખાતામાં પણ જતો નથી. ગત ચૂંટણીમાં 31 બેઠકોનાં પરિણામો નોટાના કારણે પલટાઈ ગયાં. જેની અસર સીધી પરિણામો પર જોવા મળી. નોટાને કારણે ઘણા ઉમેદવારોની જીત હારમાં બદલાઈ ગઈ અને જીતેલા ઉમેદવારને આ મત મળ્યા હોતતો તેમની સરસાઈમાં વધારો થયો હોત. આ મતના કારણે 31 બેઠક એવી હતી કે જીતેલા ઉમેદવારે હરીફ ઉમેદવાર પર મેળવેલી મતોની સરસાઇ કરતાં નોટાના મતો વધારે હતા. ગત ચૂંટણીમાં 5 લાખથી વધુ મતો નોટામાં પડયા હતા. જે કુલ મતદાનના 1.83 ટકા હતા.

2017ની ચૂંટણીમાં કેટલા મત પડ્યા:
2017
ની ચૂંટણીમાં 3 કરોડ 15 લાખ 920 મતદારોએ લોકશાહીના પર્વમાં મતદાન કર્યું.. જે પૈકી 2 કરોડ 97 લાખ 80  હજાર 698 મતદારોએ EVM મારફત મતદાન કર્યું. જ્યારે 2 લાખ 35 હજાર 222 મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યુ હતુ. કુલ મતદારો પૈકી 5 લાખ 51 હજાર 615 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. જેમાંથી EVM મારફત 5 લાખ 51 હજાર 615 મતદારે નોટાનું બટન દબાવીને મત આપ્યા હતા. તો પોસ્ટલ બેલેટ મારફત 3 હજાર 262 મતદારે નોટાનું બટન દબાવ્યું હતું. ટકાવારીની દષ્ટિએ જોઇએ તો કુલ મતદારો પૈકી 1.83 ટકા લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું.

શું છે નોટા:
આપણા દેશમાં પહેલા બેલેટ પેપરથી મતદાન થતું હતું. મતો નાખવા માટે મતપેટી મતદાન મથકમાં રાખવામાં આવતી. મતદારો મત આપીને બેલેટ પેપર મતપેટીમાં નાખતા હતા. આ મતપેટીઓમાં કેટલાક મતદારો બેલેટ પેપર સાથે સમસ્યાઓ વર્ણવતી ચિઠ્ઠીઓ નાખતા હતા. પરંતુ સમયાંતરે આ સિસ્ટમમાં બદલાવ  થયો અને EVM દ્વારા મતદાન શરૂ કરવામાં આવ્યુ. મતદારને પોતાના મતવિસ્તારમાં ઊભેલા ઉમેદવારો પૈકી એકપણ ઉમેદવાર પસંદ ન હોય ત્યારે તેઓ નોટા એટલે કે, None of the aboveનો ઉપયોગ કરી શકે છે. જેની ગણતરી મતગણના દરમ્યાન થાય છે.

નોટાના કારણે શું થયું:
1.
૩૧ બેઠક પૈકી કોંગ્રેસના ૧૨ ઉમેદવારની જીત નોટાને કારણે સરળ બની

2. નોટાના મત ભાજપના ઉમેદવારોને મળ્યા હોત તો આ ૧૨ સીટ ભાજપને ફાળે ગઈ હોત

3.ભાજપના ૧૭ ઉમેદવાર નોટાના જોરે જીતી ગયા હતા

4. કોંગ્રેસે ૧૨ સીટ ગુમાવી હોત તો ૧૭ સીટ મળી હોત

5. કોંગ્રેસને ૭૭ને બદલે ૮૨ સીટ જીતવામાં સફળ રહી હોત

6. ૮૨ સીટમાં ૩ અપક્ષ, ૧ એનસીપી અને ૨ બીટીપીની સીટ મળીને કુલ ૮૮ સીટ થઈ

7. ભાજપે ૯૪ સીટથી સંતોષ માનવો પડ્યો હોત

adv

Related News

post
post
post
post
post
post
post