• Home
  • News
  • ટૂર પર જાવ અને વેક્સીન લગાવો:‘વેક્સીન ટૂરિઝમ’ શું છે? ટૂર ઈન્ડસ્ટ્રી વેક્સીન ટૂર ઓફર કરી રહી છે, જાણો તેના વિશે
post

નોર્મલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત તમે વેક્સીન ટૂર માટે અપ્લાય કરી શકો છો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 11:24:50

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મુશ્કેલીને તકમાં બદલો. બીજા લોકોની તો ખબર નથી પરંતુ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીએ આપત્તિને તકમાં ફેરવવાની તૈયારી કરી છે. શું તમે વેક્સીન ટૂરિઝમ વિશે જાણો છો? હા વેક્સીન ટૂરિઝમ”, તે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીનું નવું ઈનોવેશન છે. પરંતુ રીત જૂની છે.

ટ્રાવેલ એન્જસીઓ અગાઉ પણ આપત્તિને તકમાં ફેરવી ચૂકી છે. અગાઉ પણ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી ડિઝાસ્ટર ટૂરિઝમની રીત શરૂ કરી ચૂકી છે. ડિઝાસ્ટર ટૂરિઝમનો આઈડિયા હિટ થયો હતો. ડિઝાસ્ટર ટૂરિઝમમાં ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી એવી જગ્યાનું ટૂર પેકેજ ઓફર કરે છે, જ્યાં કોઈ મોટી આપત્તિ આવી હોય. પરંતુ શું તેના પરથી વેક્સીન ટૂરિઝમનો આઈડિયા આવ્યો છે, મંદ પડેલી ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીને વેગ મળશે? એ તો આવનારા સમયમાં જ જાણી શકાશે. અત્યારે તમે તેને સમજો.

શું છે વેક્સીન ટૂરિઝમ?
વેક્સીન ટૂરિઝમ એટલે કે તે જગ્યાની ટૂર, જ્યાં કોરોના વેક્સીન ઉપલબ્ધ થઈ શકે. તમે ત્યાં જાવ, હરો-ફરો, એક્સપ્લોર કરો અને વેક્સીનનો શોટ લઈને પાછા આવી જાવ. ટૂરની ટૂર અને વેક્સીન પણ. છે ને જોરદાર આઈડિયા? હા, તે અલગ બાબત છે કે તેને દરેક લોકો અર્ફોડ નહીં કરી શકે. આ પેકેજ હાઈ ઈન્કમ કસ્ટમર્સને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે.

કઈ કંપનીઓ તેને ઓફર કરી રહી છે?
મુંબઈ સ્થિતિ જેમ ટૂર એન્ડ ટ્રાવેલ કંપની કોરોનાવાઈરસ વેક્સીન ટૂરિઝમ પેકેજ લાવી છે. અત્યારે આ કંપની અમેરિકાની ટૂર ઓફર કરી રહી છે. અમેરિકામાં ડિસેમ્બરના બીજા સપ્તાહમાં કોરોના વેક્સીન ઉપલબ્ધ થઈ જશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે, ફાઈઝર વેક્સીન 12 ડિસેમ્બરથી અમેરિકામાં લોકો માટે ઉપલબ્ધ થશે. તેના માટે તે કેટલાક VVIP કસ્ટમર્સને ત્યાં ટૂર પર લઈ જશે. આ ટૂરમાં વેક્સીનનો શોટ પણ સામેલ છે. એટલે કે આ પેકેજ અંતર્ગત તમને વેક્સીન પણ લગાવવામાં આવશે.

કેટલો ખર્ચ આવશે અને શું ઓફર છે?
કંપનીએ પેકેજની કિંમત 1 લાખ 75 હજાર રૂપિયા રાખી છે. તેમાં મુંબઈથી ન્યૂયોર્ક અને ન્યૂયોર્કથી મુંબઈ આવવા-જવાનું, 3 દિવસ અને 4 રાતનો સ્ટે અને વેક્સીનનો ખર્ચ સામેલ છે.

ટ્રાવેલ કંપની જેમ, ફાઈઝરની બનાવેલી વેક્સીનના આધારે આ ઓફર કસ્ટમર્સની સામે રાખી રહી છે. કંપની એ જાણે છે કે, આ વેક્સીનની USP તેની આ ઓફરની USP પણ બની શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ફાઈઝરની વેક્સીન કોરોનાની સામે લડવા માટે 95% અસરકારક છે.

વહેલા તે પહેલાં
આ પેકેજને બુક કરવા માટે કોઈ એડવાન્સ ડિપોઝિટ આપવાની જરૂર નથી. કંપનીના જણાવ્યા પ્રમાણે, નોર્મલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત કસ્ટમર્સ વેક્સીન ટૂર માટે અપ્લાય કરી શકે છે. તેના માટે માત્ર તમારે મેલ આઈડી, ફોન નંબર અને પાસપોર્ટની જરૂર પડશે. પરંતુ આ ટૂર પર લિમિટેડ લોકોને લઈ જઈ શકાશે, તેથી કંપની તેમને પહેલી તક આપશે જે પહેલા રજિસ્ટ્રશન કરાવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post