• Home
  • News
  • ખેડૂતોને મહિને ગાયદીઠ રૂ.900નો નિભાવ ખર્ચ ચૂકવાશે, ખેતરમાં ગોડાઉન બનાવવા રૂ.30 હજારની સહાય
post

ગોડાઉન બનાવવા ખેડુતને એનએ સહિતની કોઇપણ સરકારી મંજૂરી લેવામાંથી મુક્તિ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-27 10:21:37

અમદાવાદ: રાજ્યના ખેડુતો ગાયનું સંવર્ધન કરે અને ગાય આધારિક કૃતિકખેતી તરફ વડે તે માટે રાજ્ય સરકારે અંદજે 50 હજાર ખેડુતો માટે ગાયદીઠ મહિને રૂપિયા 900ના નિભાવ ખર્ચની બજેટમાં જાહેરાત કરી છે. આ મુજબ હવે દર વર્ષે ખેડુતોને ગાય દીઠ, રૂ.10800નો નિભાવ ખર્ચ સરકાર તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડુતોને હળવા ભારવાહક ખરીદીમાં પણ રૂ. 50000ની સહાય કરવામાં આવશે. ઉપરાંત ખેડૂત તેના ખેતરમાં એનએ કરાવ્યા વિના ગોડાઉન બનાવી શકશે. તે માટે સરકાર ખેડૂત દીઠ 30 હજારની સહાય કરશે. આ ગોડાઉન ખેડુતે પોતાના ખેતરમાં બનાવવાનું રહેશે અને તેના માટે કોઇપણ પ્રકારની સરકારી મંજૂરી મેળવવી પડશે નહીં.


પશુપાલકોની સહાય માટે 2200 કરોડની જોગવાઇ

રાજયના લાખો પશુપાલકોની સહાય માટે યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમિયાન એક મહિના માટે કુલ 150 કિલોગ્રામ પશુદાણની ખરીદી પર 50 ટકા રકમની સહાય આપવામાં આવશે. રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત 15 લાખ સભાસદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે. જે માટે કુલ 2200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ગાયોની સાર સંભાળ માટે 2100 કરોડની જોગવાઇ
ગાયોની સાર સંભાળ માટે પાંજરાપોળના માધ્યમથી અનેક સંસ્થાઓ રાજયમાં કાર્યરત છે. આ યોજના હેઠળ રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન, પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફ ટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઈક્રો ઈરીગેશન, સ્ત્રીંકલર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે કુલ રૂપિયા 2100 કરોડની જોગવાઇ કરી છે.

* હજારો લારીવાળા ભાઇ બહેનો રોડની સાઇડમાં કે ખુલ્લી જગ્યામાં ઊભા રહી ફળફળાદી, શાકભાજી વગેરેનું વેચાણ કરે છે. નાના વ્યવસાયકારોને ગરમી , ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાચ તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે. 65 હજાર છૂટક વેચાણકારો માટે 28 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

*
ખેડૂતોના બાગાયતી પાકોનું કાપણી પછી થતું નુકસાન અટકાવવા અને મૂલ્યવર્ધન માટે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા , જામનગર , કચ્છ , નવસારી અને છોટાઉદેપુરમાં એફ.પી. ઓ. આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેને ઇ - નામાં સાથે સાંકળી બાગાયતી ઉત્પાદનોને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારો સુધી વિકસિત કરવા રૂ. 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

200
કરોડની મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજનાની જાહેરાત

*દરેક પશુપાલકને તેમની એક ગાય કે ભેંસ દીઠ , એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ 150 કિલોગ્રામ પશુદાણની ખરીદી પર 50 ટકા રકમની સહાય

* દૂધ ઉત્પાદક મંડળીઓના અંદાજિત 15 લાખ સભાસદ પશુપાલકોને લાભ મળશે, જે માટે કુલ 2200 કરોડની જોગવાઇ.

* રજિસ્ટર્ડ પાંજરાપોળોને એક વખતની માળખાકીય સહાય માટે કુલ 2100 કરોડની જોગવાઇ.

* પશુપાલકોને ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવા સહાય માટે 281 કરોડની જોગવાઇ.

* રાજ્યભરમાં 10 ગામ દીઠ એક પશુ દવાખાનાની સેવાઓ માટે 235 કરોડની જોગવાઈ.

* હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે નવી વેટરનરી કોલેજ. મત્સ્યોદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર, પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓ માટે 43 કરોડની જોગવાઇ.

* દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે 232 કરોડની જોગવાઈ

* મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 27 કરોડની જોગવાઈ.

* મુંગા પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ 1962ની સેવા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણામાં સુદઢ કરવા કુલ 13 કરોડની જોગવાઈ

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post