• Home
  • News
  • પુરુષ-પુરુષ લગ્ન કરશે તો સમાજનું શું થશે?:રાજ્યસભામાં સુશીલ મોદીએ કહ્યું- સમલૈંગિક લગ્નોને કાયદેસર માન્યતા ન મળવી જોઈએ
post

સુશીલ મોદીએ વધુમાં કહ્યું, સમાજ સાથે સંબંધિત આ મુદ્દા પર બે ન્યાયાધીશો બેસીને નિર્ણય લઈ શકતા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-20 19:32:23

સંસદના શિયાળુ સત્રમાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ સુશીલ મોદીએ સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો છે. તેમણે એને સમાજ માટે ઘાતક અને ભારતીય સંસ્કૃતિ માટે નુકસાનકર્તા ગણાવ્યું છે. સુશીલ મોદીએ દલીલ કરી છે કે આનાથી સમાજનું સ્વરૂપ બગડશે, સમાજના તાણા-વાણા બગડશે. એટલા માટે ભારતમાં આવો કાયદો ન લાવવો જોઈએ.

આ મામલે ભાસ્કરે સુશીલ મોદી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બ્રિટિશકાળથી સમલૈંગિકતાને ગુનો ગણવામાં આવતો હતો. સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં IPLની કલમ 377ને રદ કરી દીધી હતી, જે પછી ભારતમાં સમલૈંગિકતા કાયદેસર છે, પરંતુ હજુ સુધી દેશમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે કહ્મું હતું કે બે પુરુષ કે બે મહિલાઓ એકબીજા સાથે સંબંધ બાંધે તો એ ગુનાની શ્રેણીમાં આવતું નથી.

અગાઉ પોલીસ હેરાન કરતી, ધરપકડ કરતી. એક રીતે તેમને સાથે રહેવાની મંજૂરી મળી હતી. હવે તેઓ માગ કરે છે કે તેમને વૈવાહિક માન્યતા મળે. આ વાતનો મેં વિરોધ કર્યો છે.

આ કાયદાથી ભારતીય સંસ્કૃતિને અસર થશે
સુશીલ મોદીએ કહ્યું હતું કે મેં આ અંગે દલીલ કરી છે કે ભારતીય પરંપરા, રિવાજો અને સંસ્કૃતિને અસર થશે. લગ્નનો અર્થ એટલે સ્ત્રી અને પુરુષનો હોય છે. એક પુરુષ અને સ્ત્રીના લગ્ન કરે છે. લગ્ન બે પુરુષ વચ્ચે હોતા નથી. હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી દરેક ધર્મમાં માત્ર એક સ્ત્રી અને એક પુરુષના જ લગ્ન થાય છે. કોઈપણ ધર્મમાં સમલૈંગિક લગ્નની જોગવાઈ નથી.

ભારતમાં આવા કાયદાને માન્યતા ન મળવી જોઈએ
તેમણે કહ્યું હતું કે 30 દેશોએ એને માન્યતા આપી છે. એને માન્યતા આપવા માટે અમેરિકામાં ગયા અઠવાડિયે એક બિલ પસાર કરવામાં આવ્યું છે. એશિયાઈ દેશમાં માત્ર તાઈવાને જ તેને માન્યતા આપી છે. ભારતમાં આવો કોઈ કાયદો ન બનાવવો જોઈએ. જો સરકાર એનો વિરોધ કરતી હોય તો સરકારે કોર્ટમાં પણ એનો વિરોધ કરવો જોઈએ.

સમલૈંગિક લગ્નને કોઈ માન્યતા આપવી જોઈએ નહીં. જો આવાં લગ્ન થશે તો પરિવારનું શું થશે. બાળકોનું શું થશે? આવા કિસ્સાઓમાં ઘરેલું હિંસાનું શું થશે. જો કોઈ પુરુષ સ્ત્રી પર હિંસા કરે છે તો એના માટે શું જોગવાઈ હશે, પરંતુ આવા કિસ્સામાં જ્યારે પુરુષ-પુરુષ લગ્ન કરવા લાગશે તો એનું શું થશે.

સુશીલ મોદીએ વધુમાં કહ્યું, સમાજ સાથે સંબંધિત આ મુદ્દા પર બે ન્યાયાધીશો બેસીને નિર્ણય લઈ શકતા નથી. સંસદ અને સમાજમાં આ અંગે ચર્ચા થવી જોઈએ, તેથી જ હું ભારત સરકારને સમલૈંગિક લગ્ન વિરુદ્ધનાં મંતવ્યો કોર્ટમાં નિશ્ચિતપણે રજૂ કરવા વિનંતી કરું છું. સુશીલ મોદીએ કહ્યું, હું ન્યાયતંત્રને એવો કોઈ ચુકાદો ન આપવા વિનંતી કરું છું, જે ભારતની સાંસ્કૃતિક નૈતિકતાને અસર કરે.

 

adv

Related News

post
post
post
post
post
post
post