• Home
  • News
  • ઈતિહાસમાં આજે:જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી રમાઈ પ્રથમ ઈન્ટરનેશનલ ફૂટબોલ મેચ, એક પણ ટીમ ગોલ કરી નહોતી
post

2012માં પૂર્વ વડાપ્રધાન ઈન્દ્રકુમાર ગુજરાલનું નિધન થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 12:04:03

તારીખથી 30 નવેમ્બર, 1872. પ્રથમવાર ઈન્ટરનેશનલ ફૂટબોલ મેચ રમવામાં આવી રહી હતી. પ્રથમવાર ઈન્ટરનેશનલ મેચ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડની ટીમ વચ્ચે રમાઈ હતી. મેચ સ્કોટલેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ રમાઈ હતી. જો કે, તેના અગાઉ પણ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે 5 વખત અનઓફિશિયલ મેચ રમાઈ હતી, જેમાં તમામ મેચ ઈંગ્લેન્ડે જીતી હતી.

પ્રથમ મેચમાં સ્કોટલેન્ડે બ્લુ અને ઈંગ્લેન્ડે વ્હાઈટ જર્સી પહેરી હતી. આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં 4 હજારથી વધુ દર્શકો પહોંચ્યા હતા. જો કે, આ મેચ 15 મિનિટ વિલંબથી શરૂ થઈ હતી, કેમકે બંને ટીમો પ્રિપરેશન કરી રહી હતી. એ મેચમાં ખુદને વોર્મઅપ કરવા માટે સ્મોકિંગ પણ કરી રહ્યા હતા.

ફૂટબોલની પ્રથમ ઈન્ટરનેશનલ મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું. 90 મિનિટની મેચમાં કોઈપણ ટીમ ગોલ કરી શકી નહોતી અને મેચ ડ્રો થઈ ગયો. આ મેચમાં ડ્રો થયા પછી માગ ઉઠી કે બંને ટીમો વચ્ચે બીજીવાર મેચ થવી જોઈએ, જેથી કોઈ પરિણામ તો આવે. લોકોના કહેવા પ્રમઆણે અમે ગોલ જોવા આવ્યા હતા, પરંતુ ગોલ જોઈ જ ન શક્યા. તેના પછી 8 માર્ચ, 1873ના રોજ ફરીવાર ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડ 4-2થી જીતી ગયું.

દિલ્હીના બાદશાહની વજીરે હત્યા કરી નાખી
દિલ્હીમાં 1754થી 1759 સુધી બાદશાહ રહેલા આલમગીર દ્વિતિય. જેઓ 16મા મુગલ બાદશાહ હતા. આલમગીરને અઝીઝુદ્દીન નામથી પણ ઓળખવામાં આવતા હતા. એવું મનાય છે કે આલમગીર ખૂબ નબળા શાસક હતા. તેને તેના વજીર ગાજીઉદ્દીન ઈમાદુલમુલ્કની કઠપૂતળી કહેવામાં આવતા હતા. એક સમય આવ્યો કે જ્યારે આલમગીર ગાજીઉદ્દીનથી કંટાળી ગયા અને તેનાથી પીછો છોડાવવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ ગાઝીઉદ્દીન ચાલાક હતો, જ્યારે આલમગીરે તેનાથી પીછો છોડાવવાની કોશિશ કરી તો ગાજીઉદ્દીને જ આલમગીરની હત્યા કરાવી નાખી અને લાલકિલ્લાની પાછળ યમુના નદીમાં પણ તેમની લાશ ફેંકાવી દીધી.

ભારત અને દુનિયામાં 30 નવેમ્બરથી મહત્વની ઘટનાઓ આ પ્રકારે છે:

·         1731ઃ બેઈજિંગમાં ભૂકંપથી લગભગ 1 લાખ લોકો માર્યા ગયા.

·         1858ઃ વૈજ્ઞાનિક જગદિશચંદ્ર બાસુનો જન્મ થયો.

·         1874ઃ બ્રિટનના વડાપ્રધાન વિન્સટન ચર્ચિલનો જન્મ થયો.

·         1982ઃ રિચર્ડ એટનબરો દ્વારા નિર્દેશિત અને બેન કિંગ્સ્લે તેમજ જોન ગિલ્ગુડની ફિલ્મ ગાંધીનું નવી દિલ્હીમાં પ્રિમિયર યોજાયું.

·         1999- વિશ્વના મોટા મીટરવેવ રેડિયો ટેલિસ્કોપનું પૂણે નજીક નારાયણગાંવમાં ઉદઘાટન કરવામાં આવ્યું.

·         2000-પ્રિયંકા ચોપડા મિસ વર્લ્ડ બની.

·         2008ઃ ભારતના ગૃહમંત્રી શિવરાજ પાટિલે મુંબઈ હુમલા માટે નૈતિક જવાબદારી લેતા પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

·         2010ઃ ભારતીય વૈજ્ઞાનિક અને સ્વદેશી આંદોલનની શરૂઆત કરનારા રાજીવ દિક્ષિતનું નિધન થયું.

·         2012ઃ પૂર્વ વડાપ્રધાન ઈન્દ્રકુમાર ગુજરાલનું નિધન થયું.

·         2014ઃ ફ્રાંસના દક્ષિણમાં ભારે પૂરના કારણે 5 લોકોએ જીવ ગુમાવ્યા અને 3000થી વધુ લોકોએ પોતાનું ઘર છોડવા માટે મજબૂર થવું પડ્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post