• Home
  • News
  • ક્યાં જાય છે વિદેશી મદદ:ઝારખંડે કહ્યું- કેન્દ્ર એવા રાજ્યો સાથે સાવકા જેવો વ્યવહાર કરે છે જ્યાં ભાજપની સરકાર નથી; આ તરફ UP-બિહારને પહોંચાડાઈ મદદ
post

દર્દીઓ ઑક્સીજન માટે તડપી રહ્યા છે ત્યારે અમુક રાજ્યો સાથે ભારત સરકારનું નીરસતાભર્યું વલણ

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-08 15:22:07

કોરોના સંક્રમણના પ્રથમ લહેરનો સામનો કર્યા પછી ભારત માટે બીજી લહેર કહેર બનીને આવી છે. ભારતની દુર્દશા જોઈને દુનિયાભરમાંથી મદદ પહોંચાડવામાં આવી રહી છે. રાજ્યોને આશા હતી કે ભારત સરકાર સ્વાસ્થ્યની કટોકટીને જોતા વિદેશથી આવેલી આ મદદને કોઈ વિલંબ કર્યા વિના તેમની પાસે પહોંચાડશે, પરંતુ રાજ્યો હજી મદદ માટેની રાહ જોઈ રહ્યા છે.

વિમાનમથકના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી એરપોર્ટ પર અત્યાર સુધીમાં 28 થી વધુ ફ્લાઇટ્સ વિદેશી મદદ લઈને આવી છે. આમાં 5500 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 3200 થી વધુ ઓક્સિજન સિલિન્ડર અને 1,37,500 રેમડેસિવિર ઇન્જેક્શન ભારત પહોંચ્યા છે, પરંતુ ઝારખંડના આરોગ્ય પ્રધાન બન્ના ગુપ્તાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતું કે, 'અમને બીજી લહેરની શરૂઆતથી લઈને અત્યાર સુધી 90,000 N95 માસ્ક મળ્યા છે. અમને 46,000રેમડેસિવિર પહોંચાડવા માટે વચન આપ્યું હતુ, પરંતુ ફક્ત 2,180 ઇન્જેક્શન જ પ્રાપ્ત થયા છે. તે સિવાય અમને કંઈ મળ્યું નહીં.'

છેવટે, કેન્દ્ર શા માટે અમારી સાથે સાવકાપણાંની જેમ વર્તન કરે છે?
ગુપ્તા કહે છે કે અમને ઓક્સિજનની જરૂર નથી, અમે અન્ય રાજ્યોને જાતે મદદ કરી રહ્યા છીએ. અમારી પાસે અહીં 6 ઓક્સિજન પ્લાન્ટ છે, પરંતુ અમને અન્ય સાધનોની જરૂર છે. તેઓ કહે છે, 'લગભગ સાડા ત્રણ કરોડની વસ્તીવાળા રાજ્યમાં કેન્દ્રની આટલી ઓછી મદદનો અર્થ એ છે કે ભારત સરકારને ઝારખંડની ચિંતા નથી. છેવટે, કેન્દ્ર અમારી સાથે સાવકાપણાંની જેમ કેમ વર્તી રહ્યું છે?

તેવી જ રીતે કેરળના આરોગ્ય સચિવ ડો.રાજન ખોબ્રાગડેએ કહ્યું કે ગુરુવાર સુધી વિદેશથી આવેલી સહાયમાંથી કોઈ પણ સહાય તેમના રાજ્યમાં પહોંચી નથી. કેરળના મુખ્યમંત્રી કાર્યાલય પાસેથી મળેલી માહિતી મુજબ મુખ્યમંત્રી પિનરાઇ વિજ્યને 4 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને માંગ કરી હતી કે રાજ્યમાં વહેલી તકે 'ઇમરજન્સી' મદદ મોકલવામાં આવે.

કોરોનાથી અસરગ્રસ્ત પંજાબના આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવાર સુધી રાજ્યમાં 100 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને રેમડેસિવિરના 2500 ડોઝ મળ્યા છે.

રાજસ્થાન આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને પણ વિદેશથી આમાંની કોઈ સહાય મળી નથી. જો કે, રાજસ્થાનમાં મુખ્યમંત્રી કાર્યાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તેમણે કેન્દ્ર પાસેથી ઓક્સિજન અને રેમડેસિવિરની માંગ કરી છે. પરંતુ તેઓને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. દરમિયાન, દિલ્હીના ભાગોમાં પણ 5 એપ્રિલના રોજ 730 ટન મેડિકલ ઓક્સિજન પ્રાપ્ત થયું છે. આ બાબતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રનો આભાર માન્યો. ઉત્તરપ્રદેશ આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓને અત્યાર સુધી 1500 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને 5 ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર પહોંચાડવામાં આવ્યા છે. બિહાર સરકારની મદદની પુષ્ટિ પણ કરવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 4 એપ્રિલે હોંગકોંગથી વિમાનમાં 1088 ઓક્સિજન કન્સન્ટ્રેટર લાવવામાં આવ્યા હતા. તેમાંથી 738 દિલ્હીમાં રાખવામાં આવ્યા હતા, 350 મુંબઇ મોકલવામાં આવ્યા હતા.

આરોગ્ય નિષ્ણાંતો પણ સવાલો ઉઠાવી રહ્યા છે
હેલ્થકેર ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ ડો.હર્ષ મહાજને કહ્યું હતું કે, 'આ સહાય વિદેશથી ઇમરજન્સી સ્થિતિ માટે મોકલવામાં આવી છે, પરંતુ ભારત સરકારને રાજ્યોમાં આ સહાય પહોંચાડવા માટે ઝડપી નથી લાગતું. દેશમાં જ્યારે સંક્રમણના કેસો 4 લાખને પાર થઈ ગયા છે, જ્યારે હોસ્પિટલોમાં ઓક્સિજન એક કલાકના હિસાબે પહોંચી રહ્યો છે, વેન્ટિલેટરના અભાવને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, એવામાં ભારત સરકારનું નીરસતાભર્યું વલણ સમજણ બહાર છે. મેં ઘણી હોસ્પિટલો અને રાજ્યોમાં તપાસ કરી, પણ ગુરુવાર સુધી સહાય તેમના સુધી પહોંચાડવામાં આવી નથી.'

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની એક અખબારી યાદી મુજબ, ભારત સરકારે વિદેશથી આ સહાય વિતરિત કરવા માટે 26 એપ્રિલથી તૈયારીઓ શરૂ કરી હતી, પરંતુ તે આશ્ચર્યજનક છે કે આ પ્રકાશનમાં તે પણ લખ્યું છે કે સહાય પહોંચાડવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા એટલે કે SOP 2 મેના રોજ બહાર પાડવામાં આવી હતી. એટલે કે, વિદેશથી આવેલી આ સહાયને સાત દિવસ સુધી એરપોર્ટના વેરહાઉસમાં રાખવામાં આવી હતી. મદદનું વિતરણ ક્યારે થવાનું છે તે આ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવતું નથી.

આરોગ્ય મંત્રાલયે ગુરુવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે ચીને 1000 ઓક્સિજન કન્સન્ટ્રેટર, આયર્લેન્ડએ 700, બ્રિટન 669, મોરેશિયસ 200, ઉઝબેકિસ્તાને 151, તાઇવાન 150, રોમાનિયાએ 80, થાઇલેન્ડે 30 અને રશિયાએ 20 ઓક્સિજન કન્સન્ટ્રેટર મોકલ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post