• Home
  • News
  • પૂર્વોત્તર હોય કે બુંદેલખંડ માતા-બહેનોને નહી થાય હવે તકલીફ: PM મોદી
post

PM મોદીએ જળ જીવન મિશનની મોબાઇલ એપ અને રાષ્ટ્રીય જળ જીવનકોષને લૉન્ચ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-02 15:58:12

નવી દિલ્લી: જળ જીવન મિશન અંતર્ગત PM મોદીનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધી જયંતી નિમિત્તે ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે PM મોદીએ ચર્ચા કરી હતી. પાલનપુરના પીપળીના ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. PM મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કરતા કહ્યુ હતુ કે નાગરિકોનો શ્રમ દરેક યોજનાની શક્તિ છે. જનભાગીદારીથી યોજના સફળ બને છે.

PM મોદીએ કહ્યું કે, ભલે તે પૂર્વોત્તર હોય કે બુંદેલખંડ, દેશનો કોઈ પણ ભાગ પીવાના પાણીની સમસ્યાનો સામનો નહીં કરે. જળ જીવન મિશનના ફાયદાઓ જણાવ્યા અને લોકોને જાણ કરવાનો પ્રયાસ કર્યો કે તેઓ કેવી રીતે જળ જીવન મિશન યોજનાનો લાભ મેળવી શકે છે. PM મોદીએ એમ પણ કહ્યું કે તેઓ દરરોજ તે કામમાં રોકાયેલા છે, જેથી દેશની માતાઓ અને બહેનોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે.

PM મોદીએ મોબાઇલ એપ કરી લૉન્ચ

PM મોદીએ જળ જીવન મિશનની મોબાઇલ એપ અને રાષ્ટ્રીય જળ જીવનકોષને લૉન્ચ કર્યો. રાષ્ટ્રીય જળ જીવનકોષથી ગ્રામીણ વિસ્તારોમાં ઘર, સ્કુલઆંગણવાડી કેન્દ્ર પર જળ પહોંચે તેનુ આયોજન કરવામાં આવશે. આ કોષમાં કોઇ પણ વ્યક્તિ, સંસ્થા, કંપની કે NGO દાન કરી શકે છે.

દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચાડવાનો લક્ષ્ય

15 ઓગસ્ટ 2019ના PM મોદીએ જળ જીવન મિશનની ઘોષણા કરી હતી. આ અંતર્ગત દરેક ઘરમાં સ્વચ્છ નળનું પાણી આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. તેના સ્થાપના સમયે, દેશમાં માત્ર 17% (323.23 કરોડ) ગ્રામીણ ઘરોમાં નળના પાણીનો પુરવઠો હતો. છેલ્લા બે વર્ષથી કોરોના રોગચાળો ફાટી નીકળ્યો હોવા છતાં 5 કરોડથી વધુ ઘરોમાં નળના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જળ જીવન મિશન રાજ્યોની ભાગીદારીમાં અમલમાં મૂકવામાં આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post