• Home
  • News
  • ભૂપેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં કઈ જાતિને કેટલું પ્રભુત્વ મળ્યું?, જાણો એક ક્લિક પર.
post

આખરે જેની રાહ જોવાતી હતી તે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિ ભવ્ય રીતે યોજાઈ. જેમાં મંત્રીમંડળમાં ઓબીસી સમાજનો દબદબો જોવા મળ્યો. તો પાટીદાર સમાજના 3 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-12 17:15:33

ગાંધીનગર: 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા. જેમાં ભાજપને પ્રચંડ વિજય મળતાં 182માંથી 156 બેઠકો જીતી લીધી. જ્યારે કોંગ્રેસને માંડ 17 બેઠકો મળી. આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી. અને સોમવારે બપોરે 2 કલાકે ભૂપેન્દ્ર સરકારની શપથવિધિ યોજાઈ. જેમાં કેબિનેટ કક્ષાના 8, રાજ્ય કક્ષાના 6 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલાના મંત્રી તરીકે 2 શપથ લીધા.


કયા સમાજના કેટલાં નેતાઓને સ્થાન:

ઓબીસી સમાજ

1.    કુંવરજી બાવળિયા, જસદણ

2.    જગદીશ વિશ્વકર્મા, નિકોલ

3.    પરસોત્તમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય

4.    બચુ ખાબડ, દેવગઢબારીયા

5.    ભીખુસિંહ પરમાર, મોડાસા

6.    કુંવરજી હળપતિ, માંડવી

7.    મૂળુભાઈ બેરા, ખંભાળીયા

8.    મુકેશ પટેલ, ઓલપાડ

 

પાટીદાર

1.    ઋષિકેશ પટેલ

2.    પ્રફુલ પાનસેરિયા

3.    રાઘવજી પટેલ


બ્રાહ્મણ

1.    કનુભાઈ દેસાઈ


જૈન

1.    હર્ષ સંઘવી


ક્ષત્રિય

1.    બળવંતસિંહ રાજપૂત


આદિવાસી

1.    કુબેરસિંહ ડિંડોર


અનુસૂચિત જાતિ (એસસી)

1.    ભાનુબેન બાબરીયા

adv

Related News

post
post
post
post
post
post
post