• Home
  • News
  • કોરોનાની અસરમાંથી અર્થતંત્રને બહાર લાવવા નાણાં પ્રધાનની આ અત્યંત મહત્વની 10 જાહેરાતો
post

TDS અને TCS રેટમાં 25 ટકાનો 31 માર્ચ, 2021 સુધી ઘટાડો, રૂપિયા 50,000 કરોડની લિક્વિડિટી છૂટી કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 09:13:33

નવી દિલ્હી: કોરોનાની મહામારીમાંથી દેશના અર્થતંત્રને બહાર લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂપિયા 20 લાખ કરોડના મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ વિવિધ સેક્ટરો માટે આગામી દિવસોમાં તબક્કાવાર રીતે જાહેર કરવામાં આવશે. નાણાં પ્રધાન આગામી કેટલાક દિવસો દરમિયાન પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ પેકેજને જાહેર કરશે તેમ જ કોરોનાની અસર ધરાવતા સેક્ટરને રાહત આપતી જાહેરાતો કરશે. તેના ભાગરૂપે આજે નાણાં પ્રધાને કેટલીક જાહેરાતો કરી હતી. 

(1) TDS અને TCS રેટમાં 25 ટકાનો 31 માર્ચ, 2021 સુધી ઘટાડો, રૂપિયા 50,000 કરોડની લિક્વિડિટી છૂટી કરાશે.
(2) RERA
હેઠળ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટો રજિસ્ટ્રેશન તથા પૂર્ણ કરવાની તારીખ લંબાવવામાં આવશે
(3) 
ડિસ્કોમ એટલે કે વીજળી વિતરક કંપનીઓને મદદ કરવા માટે ઈમર્જન્સી લિક્વિડિટી રૂપિયા 90,000 કરોડ આપવામાં આવશે.
(4) 
નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની, માઈક્રો ફાયનાન્સ કંપનીઓ માટે રૂપિયા 30,000 કરોડની વિશેષ લિક્વિડિટી સ્કીમ રજૂ કરાશે.
(5) EPF
યોગદાન 3 મહિના માટે કારોબાર તથા કર્મચારીઓ માટે ઘટાડવામાં આવ્યું, રૂપિયા 6,750 કરોડનો લિક્વિડિટી સપોર્ટ મળશે.
(6) NBFC
ને રૂપિયા 45,000 કરોડની અગાઉથી જારી યોજનાનું વિસ્તરણ થશે. આ ઉપરાંત આંશિક ઋણ ગેરન્ટી યોજનાનું વિસ્તરણ થશે. 

(7) 200 કરોડ સુધીના ટેન્ડર ગ્લોબલ નહીં હોય. તે MSMEની બાકી ચુકવણી 45 દિવસની અંદર કરવામાં આવશે.

(8)  MSMEની વ્યાખ્યામાં ફેરફાર કરાયો અને રોકાણ સંબંધિત બાબતમાં સુધારવામાં આવી.

·         સુક્ષ્મ(Micro) માઈક્રો- રૂપિયા 1 કરોડથી ઓછું અને રૂપિયા 5 કરોડથી ઓછું ટર્નઓવર

·         લઘુ (Small)- રૂપિયા 10 કરોડથી ઓછું રોકાણ અને રૂપિયા 50 કરોડથી ઓછું ટર્નઓવર

·         મધ્યમ (Medium)- રોકાણ રૂપિયા 20 કરોડથી ઓછું અને ટર્નઓવર રૂપિયા 100 કરોડથી ઓછું 

(9)  ફંડ ઓફ ફંડ્સ મારફતે MSME માટે રૂપિયા 50,000 કરોડનું ઈક્વિટી રોકાણ કરવામાં આવશે.
(10) MSME
માટે કોલેટરલ ફ્રી લોન આપવામાં આવશે

 

adv

Related News

post
post
post
post
post
post
post