• Home
  • News
  • મધ્યપ્રદેશની રાજકીય સ્થિતિ પાછળ કોનો હાથ? રાજ્યસભા ચૂંટણી, દિગ્વિજય સિંહ અથવા કોંગ્રેસનું આંતરિક રાજકારણ?
post

દિગ્વિજય સિંહ રાજ્યસભા ચૂંટણી પહેલા કમલનાથ સરકારને તેમનો પાવર બતાવવા માંગતા હતા, જેથી તેમની ટિકિટ પાક્કી થઈ જાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-05 10:27:25

ભોપાલ: મધ્યપ્રદેશમાં રાજકારણ ઓચિંતુ ગરમાયું છે. મુખ્યમંત્રી કમલનાથ અને રાજ્યસભા સભ્ય દિગ્વિજયે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશમાં જે બની રહ્યું છે, તેની પાછળ રાજ્ય કોંગ્રેસ નેતાઓનો આંતરિક ઝઘડો અને પાવર પોલિટિક્સ છે. રાજ્યમાં જ્યારથી કમલનાથ મુખ્યમંત્રી બન્યા છે, ત્યારથી ઘણી વખત પાર્ટીમાં જુથવાદ જેવી વાતો સામે આવી છે. ભલે તે દિગ્વિજય-જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે હોય કે પછી કમલનાથ-દિગ્વિજય વચ્ચે હોય...


દિગ્વિજય સિંહે જ સૌથી પહેલા ઘટનાક્રમની જાણકારી આપી અને સૌથી વધારે સક્રિય છે
આ આખા ઘટનાક્રમમાં સૌથી વધારે સક્રિય દિગ્વિજય સિંહ જ છે. તેમણે મંગળવાર સવારે પહેલા ટ્વીટ કરીને આ ઘટનાની માહિતી આપી હતી. ત્યારબાદ તેઓ મોડી રાતે સક્રિય રહ્યા અને કમલનાથ સરકાર માટે સંકટમોચક બનીને ઊભા રહેલા જોવા મળ્યા છે. દિગ્વિજયે જ આરોપ લગાવ્યો કે કોંગ્રેસની સરકારને અસ્થિર કરવા માટે 25 થી 35 કરોડ રૂપિા સુધીની ઓફર આપી રહી છે. દિગ્વિજય બુધવારે સવારે પણ મીડિયા સાથે સૌથી વધારે વાત કરતા જોવા મળ્યા હતા.

કારણે -1
પહેલું કારણ આગામી રાજ્યસભા ચૂંટણી અને દિગ્વિજય સિંહને ગણાવાઈ રહ્યા છે. રાજ્યની ત્રણ બેઠકો માટે એપ્રિલમાં ચૂંટણી યોજાવાની છે. જેમાંથી બે બેઠકો કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે. એક બેઠક પરથી દિગ્વિજય સાંસદ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વખતે કમલનાથ, દિગ્વિજયની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને ટિકિટ આપવાનું વિચારી રહ્યા હતા, એટલા માટે દિગ્વિજય તેમને ડરાવવા માટે પાવર પોલિટિક્સ બતાવી રહ્યા છે. તેમના જ કહેવા પર કોંગ્રેસના 6, બસપાના 1 અને 2 અપક્ષ ધારાસભ્ય દિલ્હી ગયા હતા. જો કે, દિગ્વિજયએ આ સવાલ અંગે મીડિયાને કહ્યું કે, આવું કશું નથી, કોંગ્રેસની સંસ્કૃતિ આવી નથી. આ ભાજપનું કામ છે.

શિવરાજે કહ્યું- કોંગ્રેસ પોતાનું ભારણ સંભાળી શકતી નથી
મધ્યપ્રદેશના રાજકીય ઉથલપાથલ અંગે પૂર્વ સીએમ શિવરાજ સિંહે કહ્યું કે, કોંગ્રેસ સરકાર પોતાનું જ ભારણ સંભાળી શકતી નથી અને પોતાના જ ભારથી તેમની સરકાર ચક્કર ખાઈને પડી જાય તો એમાં અમે શું કરીએ? આ તો તેમના ઘરનો મામલો છે.

આ બધાની વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાએ મૌન ધારણ કર્યું છે
પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા આ આખા ઘટનાક્રમ પર ચુપ રહ્યા છે. કોંગ્રેસના તમામ નેતા ટ્વીટ કરીને ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવી રહ્યા છે. પરંતુ સિંધિયાએ એક ટ્વીટ સુદ્ધા કર્યું નથી. ગત દિવસોમાં કમલનાથ અને પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા ઘણી વાતોના કારણે પોતાની પાર્ટીથી જ નારાજ હતા. જ્યોતિરાદિત્યને હોર્સ ટ્રેડિંગ અંગે જ્યારે ગ્વાલિયરમાં સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, આ અંગેની કોઈ માહિતી નથી અને આ અંગે કોઈ તથ્ય પણ સામે આવ્યા નથી.

કારણ-2
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના 115 અને ભાજપના 107 ધારાસભ્ય છે, એટલા માટે રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને એક એક બેઠક મળવી નક્કી છે. હાલ ત્રણમાંથી બે બેઠક ભાજપ પાસે છે. એટલા માટે આ વખતે ત્રીજી સીટ કઈ પાર્ટીના ખાતામાં જશે તે નક્કી નથી. કહેવામાં આવી રહ્યું છે આના માટે દિગ્વિજય સિંહ ઈચ્છે છે કે પાર્ટી તેમને સલામત બેઠક જ આપે. બીજી બેઠક જ્યોતિરાદિત્ય સિંધિયાને મળે. જેથી જો રાજ્યસભા ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગ થાય તો પણ તેમની પર કોઈ જોખમ ન આવે. બીજી બાજુ ભાજપનું પણ કહેવું છે કે કમલનાથ જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભા મોકલવા માંગે છે, જ્યારે દિગ્વિજય આનાથી નારાજ છે. એટલા માટે તે આ પ્રકારના કામ કરી રહ્યા છે.

આગળ શું?
કમલનાથ જુથવાદ ખતમ કરવા માટે દિગ્વિજય અને જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજયસિંહ બન્નેને રાજ્યસભાની ટિકિટ આપી શકે છે. જેથી બન્ને જુથોના અસંતોષી ધારાસભ્યોને શાંત કરી શકાય. જો કે, એપ્રિલમાં કોંગ્રેસના રાજ્યસભામાંથી દિગ્વિજય સિંહ, ભાજપના સત્યનારાયણ જટિયા અને પ્રભાત ઝાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આ વખત કોંગ્રેસમાં બે બેઠકો અને ભાજપને એક બેઠક મળી શકે છે. એવામાં એક સીટ પર કોંગ્રેસથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને બીજી સીટ પર ફરી દિગ્વિજયનો વારો આવી શકે છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post