• Home
  • News
  • કોણ છે ગુજરાતના નવા ‘નાથ’:ગુજરાતને મળ્યા પ્રથમ અસ્સલ અમદાવાદી CM, દરિયાપુરની કડવાપોળના 'લાડકવાયા' તરીકે ઓળખાય છે ભૂપેન્દ્ર પટેલ
post

2017માં પહેલી જ વાર વિધાનસભા ચૂંટણી લડ્યા ભૂપેન્દ્રભાઈ અને 1લી ટર્મમાં જ CM બન્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-13 10:22:26

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સરપ્રાઈઝિંગ એલિમેન્ટ જાળવી રાખતા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગ કરનારા ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે. એટલું જ નહીં, તેમના પિતા રજનીભાઈ પટેલ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં રહેતા હતા. આ કારણથી જ ભૂપેન્દ્રભાઈને 'કડવાપોળના લાડકવાયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂપેન્દ્રભાઈ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે અને એટલે જ ઘાટલોડિયા બેઠક આનંદીબેને ખાલી કરી તો તેમણે ભૂપેન્દ્ર પટેલને અહીંથી ટિકિટ અપાવી હતી. તો ચાલો જાણીએ કોણ છે ગુજરાતના નવા નાથ.

ઘાટલોડિયા વિધાનસભા બેઠક ના બીજા મુખ્યમંત્રી,પહેલા બેન અને હવે દાદા

ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર થી બીજા ધારાસભ્ય મુખ્યમંત્રી સુધી પહોંચ્યા, અગાઉ આનંદીબેન પટેલ 2012 માં આ જ વિધાનસભા માંથી ચૂંટાયેલા હતા,2014 માં મુખ્યમંત્રી બન્યા હતા, બેન ના અનુગામી તરીકે ભુપેન્દ્ર પટેલ ને ઘાટલોડિયા ની ટિકિટ બેન ની ભલામણ થી આપવા માં આવી હતી, અને ભુપેન્દ્ર પટેલ પણ બેનની બેઠક પર ધારાસભ્ય પણ બન્યા અને બેન ની જેમ મુખ્યમંત્રી પણ મળ્યા..

મૃદુભાષી અને સૌમ્ય સ્વભાવ એ મુખ્ય ખાસિયત

·         મૂળ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં નાનપણમાં રહેતા હતા ભૂપેન્દ્ર પટેલ.

·         આજે પણ દરિયાપુર વિસ્તારમાં તો ભૂપેન્દ્રભાઈને લોકો 'કડવાપોળના લાડકવાયા' જ કહે છે.

·         2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા

·         પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા, જે ગુજરાતમાં સૌથી મોટી લીડ

·         ભૂપેન્દ્રભાઈ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા હતા.

·         તે પછી તેઓ 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા. આનંદીબેન પટેલના ખાસ છે ભૂપેન્દ્ર પટેલ

·         પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં 'દાદા'ના હુલામણા નામથી ઓળખાય છે ભૂપેન્દ્ર પટેલ.

·         જ્યારે ભૂપેન્દ્ર પટેલે 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો છે.

·         15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલનો અભ્યાસ ધો. 12 પાસ સુધીનો જ છે

·         વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારમાં કલ્હાર રોડ પરની આર્યમાન રેસિ.માં રહે છે

·         ઔડાના ચેરમેન તરીકે એસ.પી. રિંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં સૌથી મહત્ત્વની ભૂમિકા

·         2017 પહેલાં આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, જેમણે જતા-જતા તેમના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી પોતાના મતવિસ્તારમાં મજબૂત લોકસંપર્ક ધરાવે છે ભૂપેન્દ્ર પટેલ

·         ભૂપેન્દ્ર પટેલ 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા તે સમયે ફાઈલ કરેલા એફિડેવિટ મુજબ રૂ. 5.20 કરોડની મિલકત ધરાવે છે.

·         ઔડાના ચેરમેન રહી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલ વાહનોમાં આઈ-20 કાર અને એક્ટિવા ટુ-વ્હીલરની માલિકી ધરાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post