• Home
  • News
  • ISKP કનેક્શન ધરાવતી મહિલા કોણ?:પરિવાર ભરૂચનો-લગ્ન તામિલનાડુમાં કર્યાં, પીયરમાં પરિવારને મળવા આવી ને ATSએ ઝડપી; આતંકવાદની તાલીમ લેવાની હતી
post

ISKP સાથે કનેક્શન ધરાવતી મહિલાનો પરિવાર ભરૂચનો છે, લગ્ન તામિલનાડુમાં કર્યાં છે અને બે સંતાનની માતા પણ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-10 17:35:17

સુરત: દેશમાં આતંકવાદી હુમલા કરવાના ઈરાદા સેવતા, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતી એક મહિલા સુરતથી ઝડપાઈ છે. આ મુસ્લિમ મહિલાને લાલગેટ વિસ્તારમાંથી ATS (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ) દ્વારા સુરત પોલીસની મદદથી ઝડપી લેવામાં આવી છે અને તેને પોરબંદર લઈ જવાઈ છે. ISKP સાથે કનેક્શન ધરાવતી મહિલાનો પરિવાર ભરૂચનો છે, લગ્ન તામિલનાડુમાં કર્યાં છે અને બે સંતાનની માતા પણ છે. જોકે હાલમાં મહિલા સુરત તેના પરિવારને મળવા આવી હતી, જેની જાણ ATSને થતાં તેની ગત મોડી રાત્રે ધરપકડ કરી હતી. મહિલા પાસેથી ISKPનાં રેડિકલ પ્રકાશનો મળ્યાં છે.

મહિલાની મોડી રાત્રિના ઝડપી
મળતી માહિતી મુજબ, ગુજરાત ATS દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલા ત્રણની અટકાયત કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી સુમેરા નામની એક મહિલા પણ તેમની સાથે સંપર્કમાં છે, જેને આધારે ATSની ટીમ સુરત આવી હતી અને સુરત પોલીસને સાથે રાખીને એ મહિલાની મોડી રાત્રિએ અટકાયત કરી હતી.

મીડિયા સુધ્ધાંને જાણ થવા ન દીધી
સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ, આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતી સુમેરાને તેના ઘરે લાલગેટ વિસ્તારમાંથી ગુજરાત ATS દ્વારા અટકાયત કરવામાં આવી છે. મહિલાની અટકાયત ATS દ્વારા સુરતમાં કોઈપણ વ્યક્તિને કે કોઈ મીડિયાને ખબર ના પડે એ રીતે મોડી રાત્રે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

મહિલા દક્ષિણ ભારતમાં રહેતી હતી
પોરબંદરમાંથી અટકાયતમાં લેવાયેલા ત્રણ શખસ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISKP સાથે સંકળાયેલા છે. તેમની તપાસ અને પૂછપરછ કરવામાં આવતાં તેમના સંપર્ક ગુજરાતના સુરતની સુમરા નામની મહિલા સાથે હોવાનું ખૂલ્યું હતું, જે દક્ષિણ ભારતમાં રહેતી હતી. મહિલાના તામિલનાડુમાં લગ્ન થયાં હતાં. બે સંતાનની માતા એવી આ મહિલા હાલ તેના પરિવારને ત્યાં આવી હતી, પરંતુ સુરતમાં તેના પરિવારને ત્યાં આવી હોવાની મળેલી જાણકારીના આધારે એટીએસ અને સુરત પોલીસે સુમેરાની મોડી રાત્રિએ અટકાયત કરી હતી.

 

સુમેરા પાસેથી ચાર મોબાઈલ પણ મળ્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુમેરા પાસેથી ચાર મોબાઈલ પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાંથી ઝડપાયેલી સુમરા બાનુ મલેકને ત્યાંથી ISKPનાં પ્રકાશનો પણ મળ્યાં છે, પરંતુ ખૂબ જ ગુપ્ત રાહે પાર પડાયેલા આ ઓપરેશનની સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

મહિલાના પરિવારના એક સભ્ય સરકારી કર્મચારી
ગુજરાત ATS દ્વારા આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવનાર મહિલાની અટકાયત સુરતમાં કરવામાં આવી છે. આ મહિલાનો પરિવાર મૂળ ભરૂચ જિલ્લાનો છે. એટલું જ નહીં, તેના પરિવારના એક સભ્ય સરકારી વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે એવું પણ જાણવા મળ્યું છે.


ઈરાન થઈ અફઘાન જવાની યોજના
પ્રતિબંધિત સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસન પ્રોવિન્સ અફઘાન, પાકિસ્તાન અને તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં કાર્યરત છે. અટકાયતમાં લેવાયેલા શકમંદો વિશે કહેવાય છે કે તેઓ પહેલા ઈરાન, ત્યાંથી અફઘાનિસ્તાનમાં જવાની પેરવીમાં હતા. આ પ્રદેશોમાં તાલીમ મેળવીને પરત આવી ભારતમાં કે અન્ય દેશોમાં હુમલા કરવાના ઈરાદા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post