• Home
  • News
  • મોરબી હોનારતના આરોપીઓ સામે કેમ કાર્યવાહી નથી થઈ? ઈડી અને સીબીઆઈ માત્ર સામાન્ય માણસ માટે
post

મોરબીના બનાવની તપાસ સુપ્રીમ કોર્ટની નજર હેઠળ થવી જોઈએ અને આ માટે એક જયુડિશિયલ કમિશન બનાવવાની જરુર છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-02 18:51:43

નવી દિલ્હી: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ આખા દેશમાં હાહાકાર મચેલો છે. ગુજરાત સરકાર અને કેન્દ્રની મોદી સરકાર પર વિપક્ષી નેતાઓ જોરદાર પ્રહારો કરી રહ્યા છે.

આ દુર્ઘટનામાં આરોપીઓ પર કાર્યવાહીની ઉગ્ર બની રહેલી માંગણી વચ્ચે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે, મોરબીની ઘટનામાં સામેલ આરોપીઓ સામે ઈડી અને સીબીઆઈ કેમ કાર્યવાહી કરી રહી નથી? શું ઈડી અને સીબીઆઈ માત્ર સામાન્ય માણસ સામે કાર્યવાહી કરવા માટે છે?

મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, આ દુર્ઘટનામાં જવાબદારોની જવાબદારી નક્કી થવી જોઈએ.આ પીએમ મોદીનુ રાજ્ય છે અને એટલે હું તેમના માટે કશું નહીં કહું.હું કોઈ પણ રાજકીય ટિપ્પણી નથી કરવા માંગતી. કારણકે લોકોની જિંદગી રાજનીતિથી વધઆરે મહત્વની છે. હું ગુજરાતના લોકો પ્રત્યે સંવેદના પ્રગટ કરુ છું.

તામિલનાડુના સીએમને મળવા માટે રવાના થતા પહેલા મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, મોરબીના બનાવની તપાસ સુપ્રીમ કોર્ટની નજર હેઠળ થવી જોઈએ અને આ માટે એક જયુડિશિયલ કમિશન બનાવવાની જરુર છે.

ઉલ્લેખનીય છે કે, મોરબીની ઝુલતા પુલ તુટી પડવાની હોનારતમાં અત્યાર સુધી 135 લોકો જીવ ગુમાવી ચુકયા છે. પોલીસે અત્યાર સુધીમાં નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે.જેમાં બે વ્યક્તિ ઓરેવા કંપનીના મેનેજર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post