• Home
  • News
  • જરૂર પડશે તો દેખતા જ ગોળી મારવાનો આદેશ આપીશ, પણ ઘર બહાર ન નિકળો
post

વડાપ્રધાન મોદીએ ગત રોજ 8 વાગ્યે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 10:48:59

તેલંગાણા : તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંન્દ્રશેર રાવે લોકડાઉનનું પાલન ન કરનારા લોકો સામે લાલ આંખ કરી છે. તેલંગણાની સરકારે આ આદેશનું પાલન ન કરનારા લોકોને અપીલ સાથે જણાવ્યું છે કે, જો સરકારની વાત નહીં માનો તો મજબૂરીમાં ગોળી મારવી પાડવી તો એ પણ કરીશું.

દેશમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉન

આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ ગત રોજ 8 વાગ્યે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં જીનજીવન ઠપ્પ થઈ ઘરમાં પુરાઈ ગયું છે, તેમ છતાં પણ અમુક લોકો કારણવગરના રસ્તાઓ પર ટહેલતા જોવા મળતા હોય છે.આવા સમયે જરૂરી છે કે, સરકાર અને પોલીસના આદેશનું પાલન કરવામાં આવે. જો કે, અમુક લોકો આદેશને ઘોળીને પી જતા હોય છે, ત્યારે સરકારે મજબૂરીવશ કડક હાથે કાર્યવાહી કરવી પડતી હોય છે.

કારણ વગર ઘર બહાર ન નિકળો, નહીંતર પરિણામ ભોગવવું પડશે

આ વાતની ગંભીરતા જાણી તેલંગણાના મુખ્યમંત્રી ચંન્દ્રશેખર રાવે જણાવ્યું હતું કે, રાજ્યના લોકોને હું બહાર નહીં નિકળવાની અપીલ કરુ છું. કોઈ પણ કિંમતે રોડ પર ન દેખાતા. કોઈ પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો, 100 નંબર પર ફોન કરો. ગાડી તમારે ઘરે આવી મદદ કરશે. રાવે લોકોના મદદને અપીલ કરી છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, જો લોકો આ વાતને ગંભીરતાથી નહીં લે તો મજબૂરીમાં ગોળી મારવાનો આદેશ પણ આપવામાં આવશે. બાદમાં જરૂર પડશે તો, સેનાને પણ બોલાવીશું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post