• Home
  • News
  • મહેમદાવાદમાં ભાજપ પુનરાવર્તન કરશે કે પછી કોંગ્રેસ લાવશે પરિવર્તન?
post

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. જેના કારણે આ વખતે ગુજરાતની તમામ બેઠકો પર તમને ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-08 20:18:36

અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું મહેમદાબાદ વિધાનસભાની વાત...

મહેમદાવાદ ખેડા જિલ્લામાં આવેલું મુખ્ય શહેર અને મથક છે. આ શહેરને મહેમુદશાહ બાદશાહે વસાવ્યું હતું. જેના કારણે શહેરનું નામ મહેમુદાબાદ રાખવામાં આવ્યું હતું. અને સમયાંતરે તેનું નામ મહેમદાવાદ થઈ ગયું. મહેમદાવાદ ખેડા જિલ્લામાં વાત્રક નદીના કિનારે વસેલું શહેર છે. મહેમદાવાદનું નિર્માણ અહમદ શાહના પૌત્ર મહમૂદ બેગડાએ કરાવ્યું હતું. અને તેને પહેલા શાસક મહમૂદના નામ પર મહમૂદાબાદ નામ આપવામાં આવ્યું હતું. અહીંયા અનેક ઐતિહાસિક સ્થળ છે. જેમાં ભમ્મરિયો કૂવો, ચંદ્ર-સૂરજનો મહેલ અને રોજા-રોજી દરગાહ મુખ્ય છે. આ વિસ્તાર ખેડા જિલ્લામાં આવે છે.

1802માં મહમૂદાબાદમાં બ્રિટીશ શાસનની સ્થાપના થઈ હતી. બ્રિટીશ શાસન દરમિયાન, તાલુકા સ્તરે, ન્યાય અને રેવન્યુ વિભાગના પ્રમુખ અને એક પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવતી હતી. બ્રિટીશ શાસન દરમિયાન અંગ્રેજોએ મહમૂદાબાદનું નામ બદદલીને મહેમદાવાદ કરી દીધું. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહેમદાવાદનું બહુ મોટું યોગદાન છે. રાષ્ટ્રના પ્રસિદ્ધ લોક સેવકોમાંથી એક રવિશંકર મહારાજ મહેમદાવાદ તાલુકાના સરસવાણી ગામના હતા. અને તેમની પ્રેરણાથી રાષ્ટ્રીય આંદોલન આ ગામ સુધી પહોંચ્યું હતું.

બેઠકનો રાજકીય ઈતિહાસ:
આ સીટ પર અત્યાર સુધી 13 વખત ચૂંટણી યોજાઈ છે. અહીંયા પહેલીવાર 1962માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સ્વતંત્ર પાર્ટીના રમણલાલ પટેલ ધારાસભ્ય બન્યા હતા. તેના પછી 1967થી લઈને 1990 સુધી કોંગ્રેસ અને કોંગ્રેસ સમર્થિત પાર્ટીનો દબદબો રહ્યો હતો.1990 જનતા દળથી સુંદરસિંહ ચૌહાણ ધારાસભ્ય બન્યા. જોકે પછી તે બીજેપી સાથે જોડાયા અને 1995માં પહેલીવાર બીજેપીએ આ સીટ પર કબજો કર્યો.

બેઠક પર મતદારો:
મહેમદાવાદ બેઠક પર કુલ 2 લાખ 29 હજાર 659 મતદારો છે. જેમાં 1 લાખ 17 હજાર 882 પુરુષ મતદારો અને 1 લાખ 11 હજાર 771 મહિલા મતદારો છે.

2017નું પરિણામ:
2017
માં મહેમદાવાદ બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપના અર્જુનસિંહ ચૌહાણની જીત થઈ હતી. તેમણે 20,915 મતથી કોંગ્રેસ ઉમેદવાર ગૌતમભાઈ ચૌહાણને પરાજય આપ્યો હતો.

મહેમદાવાદ બેઠકનો ટ્રેક રેકોર્ડ:
       
પક્ષ    વિજેતા ઉમેદવાર  વર્ષ
             
સ્વતંત્રરમણલાલ પટેલ  1962
             
કોંગ્રેસ  જે.એચ.જાદવ  1967
       
એનસીઓ  ફૂલસિંહજી સોલંકી  1972
           
અપક્ષરમણભાઈ પટેલ  1975
       
કોંગ્રેસ    બંસીલાલ પંડ્યા 1980
     
જેએનપી  પ્રભાતસિંહ ચૌહાણ  1985
     
જનતા દળ   સુંદરસિંહ ચૌહાણ  1990
 
ભાજપ   જશવંતસિંહ ચૌહાણ  1995
     
ભાજપ   સુંદરસિંહ ચૌહાણ  1998
     
ભાજપ   સુંદરસિંહ ચૌહાણ  2002
       
ભાજપ   સુંદરસિંહ ચૌહાણ  2007
        કોંગ્રેસ     ગૌતમભાઈ ચૌહાણ  2012
     
ભાજપ  અર્જુનસિંહ ચૌહાણ  2017

બેઠકની સમસ્યાઓ:
આ વિધાનસભા વિસ્તારમાં કોઈ મોટો ઉદ્યોગ નથી. જેના કારણે રોજગાર માટે અમદાવાદ કે વડોદરા જવું પડે છે. અહીંયા પાણી, રોડ અને પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post