• Home
  • News
  • વિંગ કમાંડર અભિનંદને જે મિસાઈલથી પાકિસ્તાનનું F-16 ધ્વસ્ત કર્યું હતું તે હવે નિશાન ચૂકી, ઊઠ્યાં સવાલ
post

રાફેલ ફાઈટર જેટમાંથી નીકળેલી Mica IR મિસાઈલે સચોટ નિશાન તાક્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-19 18:46:11

પોખરણમાં વાયુશક્તિ 2024 (Vayushakti 2024) યુદ્ધાભ્યાસ દરમિયાન વાયુસેનાના તેજસ ફાઈટર જેટએ એક હવાઈ ટારગેટ તરફ R-73 મિસાઈલ ફાયર કરી હતી જે ટારગેટને ચૂકી ગઈ. જ્યારે રાફેલ ફાઈટર જેટમાંથી નીકળેલી Mica IR મિસાઈલે સચોટ નિશાન તાક્યું હતું. 


નિશાન ચૂકી જતાં સવાલો ઊઠવા લાગ્યા... 

હવે સવાલ એ ઊઠી રહ્યો છે કે શું R-73 મિસાઈલનો ઉપયોગ ભવિષ્યમાં ચાલુ રાખવો જોઈએ કે પછી તેની જગ્યાએ કોઈ અન્ય સ્વદેશી કે વિદેશી હથિયારનો ઉપયોગ શરૂ કરવામાં આવે. તેજસે R-73 મિસાઈલ ત્યારે ફાયર કરી હતી જ્યારે હવામાન પણ યોગ્ય હતું. ટારગેટ સામે જ હતું તેમ છતાં મિસાઈલ ટારગેટ ચૂકી ગઇ હતી. 

ટારગેટ ચૂકી જવાનું કારણ શું...?

એવું લાગે છે કે તેનું ફ્યૂઝ ટ્રિગર થયું નહોતું. જોકે અસલ કારણ અત્યાર સુધી સામે આવ્યું નથી પણ આ મામલે તપાસ ખૂબ જ જરૂરી છે. સાથે જ એવી પણ ચર્ચા શરૂ થઇ છે કે તેજસ ફાઈટર જેટમાં આ મિસાઈલનો ઉપયોગ કરવો કે નહીં? 

આ મિસાઈલ કોણ બનાવે છે...? 

એરફોર્સ પણ R-73 મિસાઈલની મર્યાદાઓથી વાકેફ છે. એવી માગ થઈ રહી છે કે તેજસ ફાઈટર જેટને ASRAAMથી લેસ કરવામાં આવે. જેથી ક્લૉઝ કોમ્બેટ દરમિયાન સચોટ નિશાન તાકી શકાય. જોકે એ પણ જાણવું જરૂરી છે કે આ જ R-73 મિસાઈલ વડે વિંગ કમાંડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. આ મિસાઈલને ભારતમાં બનાવવાની તૈયારી ચાલી રહી હતી. હાલ તેને રશિયાની ટેક્ટિકલ મિસાઈલ કોર્પોરેશન બનાવે છે.


adv

Related News

post
post
post
post
post
post
post