• Home
  • News
  • સુરત પૂર્વમાં આપના ઉમેદવારનું રહસ્યમય સંજોગોમાં ફોર્મ ખેંચવું ભાજપ માટે ફાયદાકારક
post

સુરત પૂર્વમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી લડાઇમાં ભાજપનો 14017 મતે વિજય

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-08 17:09:27

સુરત: ભાજપ માટે ડેન્જર ઝોનમાં મુકાયેલી સુરત પર્વ વિધાનસભા બેઠક કેટલાક ઉતાર ચઢાવ બાદ ભાજપે બાજી મારી લીધી છે. આ વિધાનસભામાં કોટ વિસ્તારના મતદારોએ ભાજપની નૈયા પાર લગાવી દીધી છે. આ બેઠક પર ત્રિપાંખીયો જંગ નહી પરંતુ ભાજપ- કોંગ્રેસ વચ્ચેના જંગમાં ભાજપ બાજી મારી ગયું હતું. તો આપના ઉમેદવારનું રહસ્યમય સંજોગોમાં ફોર્મ પરત ખેંચવું ભાજપ માટે ફાયદાકારક સાબિત થયું છે. 

વિધાનસભાની ચુંટણીમાં સુરતની પુર્વની બેઠક પર 92 હજાર લઘુમતિ મતદાર હતા અને તેમાં કોગ્રેસે લઘુમતિ ઉમેદવાર અસલમ સાયકલવાલાને ટિકિટ આપતાં ભાજપ માટે આ બેઠક પડકારરુપ બની હતી. જોકે, આ બેઠક પર ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ હથિયાર હેઠા મુકી દીધા હતા અને આપના ઉમેદવારે રહસ્યમય સંજોગોમાં ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું હતું જે ભાજપ માટે સીધું ફાયદામાં રહ્યું હતું.

આપે રાણા ઉમેદવાર તરીકે કંચન જરીવાલાને મેદાનમા ઉતાર્યા હતા. કંચન જરીવાલા પાલિકાની ચુંટણીમાં સારો દેખાવ કર્યો હતો અને સમાજના મતમાં ભાગ પડાવે તેમ હતું. જોકે, તેઓએ રહસ્યમય સંજોગોમાં ઉમેદવારી પત્રક પાછું ખેંચતા ભાજપે ઉમેદવારી પત્રક પાછું ખેંચાવ્યાના આક્ષેપ થયાં હતા.

આપના ઉમેદવાર નહી રહેતાં આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ થઈ હતી. મતગણતરીના અંતે ભાજપના અરવિંદ રાણાને 73142 મત જ્યારે કોંગ્રેસના અસલમ સાયકલવાલાને 591325 મત મળ્યા હતા. આ ચુટણીમાં દસ જેટલા લઘુમતિ ઉમેદવાર મેદાનમાં હતા તે પણ ભાજપ માટે ફાયદાકરક રહ્યા છે. આ ચુંટણીમાં ભાજપના અરવિંદ રાણાનો 14017 મતે વિજય થયો છે. ગત વર્ષે આ બેઠક પરથી અરવિંદ રાણા13347 મતે જીત્યા હતા તેના કરતાં વધુ મતથી આ વખતે વિજય થયો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post