• Home
  • News
  • માત્ર કેમેરાના વધુ પિક્સલ જોઈને મોબાઈલ ના ખરીદો, ફોટોગ્રાફી માટે આ આઠ સ્માર્ટફોન બેસ્ટ છે, જાણો કેમ
post

એક્સપર્ટ્સની સલાહઃ મોબાઈલના પોસેસરનું પણ ધ્યાન રાખો, ગ્રાફિક પ્રોસેસર પણ જરૂરી, અપર્ચર પણ જુઓ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 11:22:05

આજે (19 ઓગસ્ટ) વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે. ફોટોગ્રાફર્સ આપણાં જીવનનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. આપણે ક્યાંય પણ જઈએ અને ફોટો ક્લિક ના કરીએ એવું ભાગ્યે જ બને છે. આજે દરેક વ્યક્તિ મહત્ત્વની ક્ષણોને કેમેરામાં ક્લિક કરવા માગે છે. આ કામને મોબાઈલ કેમેરા સરળ બનાવે છે. ફોટોગ્રાફી માટે મોબાઈલ કેમેરા D-SLR કેમેરાની ઊણપને પૂરી કરે છે. આથી જ જ્યારે આપણે માર્કેટમાં મોબાઈલ લેવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલાં કેમેરાના ફીચર અંગે જાણવા માગીએ છીએ કે કેટલા મેગા પિક્સલનો કેમેરા છે? રિઝોલ્યુશન શું છે? કેમેરા HD છે કે નહીં? સેલ્ફી કેમેરા કેવી રીતે કામ કરે છે? દિલ્હીના ટેક એક્સપર્ટ લલિત મિશ્રાએ કહ્યું હતું કે જ્યારે પણ આપણે ફોટોગ્રાફીના હેતુથી મોબાઈલ ફોન લેતા હોઈએ ત્યારે મેગા પિક્સલનો સંબંધ ઈમેજ સાઈઝ સાથે છે, ક્વૉલિટી સાથે નથી. આથી જ માત્ર વધુ પિક્સલ જોઈને સ્માર્ટફોન ખરીદવો જોઈએ નહીં. ફોન ખરીદતા પહેલાં ફોનનું અપર્ચર કેટલું છે, તે જાણવું જરૂરી છે. અપર્ચર જેટલું ઓછું હશે, એટલું સારું રહેશે. ઓટો ફોકસ લેન્સ પણ જરૂરી છે.

ફોટોગ્રાફી ડે પર અમે તમને દેશમાં ઉપલબ્ધ બેસ્ટ કેમેરાવાળા સ્માર્ટફોન અંગે જણાવીશું. આ ફોનની કિંમત 9-10 હજારથી 40 હજાર રૂપિયાની વચ્ચે છે.

ફોટોગ્રાફી માટે બેસ્ટ સ્માર્ટફોન

Motorola One Macro કિંમત 9,999 રૂપિયા કેમેરાઃ 13 MP મેન, 8 MP ફ્રન્ટ ડિસપ્લેઃ 6.2 ઈંચ HD+ બેટરીઃ 4000 mAh ખાસિયતઃ 512 GB સુધી એક્સપેન્ડબલ સ્ટોરજ

Realme C3
કિંમતઃ 8,999 રૂ.
કેમેરાઃ 12 MP AI Dual​​​​​​​
પ્રોસેસરઃ Helio G70​​​​​​​
ડિસપ્લેઃ 16.5 cm Mini-drop Fullscreen​​​​​​​
સ્ટોરેજઃ 32 GB, 3 GB રેમ​​​​​​​
બેટરીઃ 5000 mAh​​​​​​​
ખાસિયતઃ લો લાઈટ ફોટોગ્રાફી

Realme X2
કિંમતઃ 17, 999 રૂપિયા​​​​​​​
કેમેરાઃ 64 MP quad​​​​​​​
સ્ટોરેજઃ 64 GB, 4 GB રેમ​​​​​​​
ડિસપ્લેઃ 6.4 ઈંચ, super AMOLED
પ્રોસેસરઃ snapdragon 730 G
OS: Android 9 pie​​​​​​​
બેટરીઃ 4000 mAh​​​​​​​
ખાસિયતઃ પ્રાઈમરી સેન્સર, અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ

Samsung Galazy M31s
કિંમતઃ 19,499 રૂપિયા​​​​​​​
રિઅર કેમેરાઃ 64 MP + 12MP + 5 MP + 5 MP
OS: Android 10​​​​​​​
ડિસપ્લેઃ 6.5 ઈંચ સ્ક્રીન​​​​​​​
સ્ટોરેજઃ 128 GB, 6 GB રેમ​​​​​​​
બેટરીઃ 6000 mAh
ખાસિયતઃ અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ

Oppo Reno 2
કિંમતઃ 25,000 રૂપિયા​​​​​​​
કેમેરાઃ 48+13+2 MP ​​​​​​​
ડિસપ્લેઃ 6.5 ઈંચ​​​​​​​
પ્રોસેસરઃ snapdragon 730 G​​​​​​​
સ્ટોરેજઃ 256 GB, 8 GB રેમ​​​​​​​
બેટરીઃ 4000 mAh​​​​​​​
ખાસિયતઃ 20x ડિટિલ ઝૂમ ફીચર

OnePlus Nord
કિંમતઃ 24,999 રૂપિયા
કેમેરાઃ 48 MP + 8 MP + 5 MP + 2 MP
ડિસપ્લેઃ 6.44 ઈંચ
પ્રોસેસરઃ Qualcomm snapdragon 765G​​​​​​​
સ્ટોરેજઃ 64 GB, 12 GB રેમ
બેટરીઃ 4115 mAh​​​​​​​
ખાસિયતઃ 5G સ્માર્ટફોન, લાઈટ સેન્સર

Google Pixel 3a
કિંમતઃ 30,999 રૂપિયા
કેમેરાઃ 12.2 MP રિઅર, 8MP ફ્રન્ટ​​​​​​​
પ્રોસેસરઃ Qualcomm snapdragon 670​​​​​​​
ડિસપ્લેઃ 5.60​​​​​​​
સ્ટોરેજઃ 64GB, 4GB રેમ​​​​​​​
બેટરીઃ 3000 mAh​​​​​​​
ખાસિયતઃ ઓટો ફોકસ કેમેરા

Apple iPhone SE
કિંમતઃ 40,000 રૂપિયા​​​​​​​
કેમેરાઃ 12 MP રિઅર, 12 MP ફ્રન્ટ ​​​​​​​
ડિસપ્લેઃ 4.7 ઈંચ રેટિના HD​​​​​​​
સ્ટોરેજઃ 16 GB, 2 GB રેમ​​​​​​​
પ્રોસેસરઃ Apple A9​​​​​​​
OS: iOS 9.3
ખાસિયતઃ one-core પ્રોસેસર

મોબાઈલ ખરીદતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

·         લલિત મિશ્રાના મતે, ફોટોગ્રાફી માટે મલ્ટી પ્રોસેસરવાળો સ્માર્ટફોન લેવો જોઈએ. પ્રોસેસરમાં બે ફીચર હોય છે, ડેટા પ્રોસેસર તથા ગ્રાફિક પ્રોસેસર. અનેક ફોનમાં ડેટા પ્રોસેસર હોય છે પરંતુ ગ્રાફિક પ્રોસેસર હોતું નથી. આથી જ ગ્રાફિક પ્રોસેસરવાળો મોબાઈલ લેવો.

·         સારા પર્ફોર્મન્સ માટે ઓછામાં ઓછા ક્વૉડ કોર પ્રોસેસરવાળો જ ફોન લેવો જોઈએ. હવે તો ઑક્ટા કોર પ્રોસેસરવાળો મોબાઈલ પણ આવી ગયો છે. ARM કોર્ટેક્સ કેટેગરીના પ્રોસેસર પોતાની રેન્જમાં 30 ટકા વધુ સારું પર્ફોર્મન્સ આપતા હોય છે. આવા ફોનમાં કેમેરા બહુ ઝડપથી કામ કરે છે અને રિઅલ ટાઈમ પ્રોસેસિંગ કરે છે.

·         લલિલ મિશ્રાએ કહ્યું હતું કે વધુ સ્ટોરેજ તથા રેમવાળા સ્માર્ટફોનથી સારી ફોટોગ્રાફી થતી હોય છે. કલર ફ્રેમિંગ હોવું જરૂરી છે, કારણ કે પિક્સલ તમામ કલરને સપોર્ટ કરતું નથી.

·         કલર વેરિએશન તથા કલર ક્વૉલિટીના પેરામીટર પણ જોવા જોઈએ. પિક્સલ ડેન્સિટીનું પણ ધ્યાન રાખવું જોઈએ. વીવો તથા એપલના મોબાઈલના ફીચર સેક્શનમાં આ વાત લખી હોય છે.

·         મોબાઈલ લેતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં AI ફીચર સપોર્ટ છે કે નહીં. ફોટોગ્રાફર્સ ક્લિક કરતાં સમયે લાઈટની સૅન્સિટિવિટી મહત્ત્વ ધરાવે છે, આમાં ISO-800 ઉપરનો મોબાઈલ લેવો જોઈએ.

·         મીડિયમ રેન્જના મોબાઈલ ફોનમાં વીઓ તથા વન પ્લસના કેમેરા સારા હોય છે, આમાં AI ફીચર હોવાને કારણે કલર કરેક્શન સારું હોય છે. લાઈટ સેન્સિંગ ફીચર પણ હોવું જોઈએ.

·         જો નેચરલ ફોટોગ્રાફી કરવી છે અને લાઈવ કલરનો અનુભવ લેવો હોય તો પિક્સલ ડેન્સિટીનું ધ્યાન રાખો. આ સાથે જ કલર વેરિએશનના ગ્રેડિઅન્ટની સ્મૂથનેસનું પણ ધ્યાન રાખવું જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post