• Home
  • News
  • આગરામાં તાજમહેલ સુધી પહોંચ્યું યમુનાનું પાણી:દિલ્હી બાદ મથુરામાં પણ નદીનું જોર, 52 ઘરો ડૂબી ગયાં, લોકોએ છત પર વિતાવી રાત
post

હિમાચલ પ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 26 લોકોનાં મોત થયાં છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-17 17:19:13

દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાયો હતો. હવે યુપીના આગરા-મથુરામાં યમુનાનું પાણી પૂરનું સ્વરૂપ લઈ રહ્યું છે. આગરાના તાજમહેલ સુધી યમુનાનું પાણી પહોંચી ગયું છે.

મથુરામાં યમુના ખતરાના સ્તરથી 1 મીટર ઉપર વહી રહી છે. જેના કારણે નદીની આસપાસનાં મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ 52 કોલોનીઓમાં પણ પાણી ભરાઈ ગયાં છે.

NDRFએ અત્યાર સુધીમાં 500 લોકોને સુરક્ષિત રાહત શિબિરોમાં ખસેડ્યા છે. આ સિવાય હજુ પણ ઘણા લોકો પૂરમાં ફસાયેલા છે. લોકો છત પર રાત વિતાવી રહ્યા છે.

હિમાચલ પ્રદેશના કુલ્લુના કાયાસ ગામમાં સોમવારે સવારે વાદળ ફાટ્યું હતું, જેમાં એકનું મોત અને 3 ઘાયલ થયા હતા. 9 વાહન પાણીમાં વહી ગયાં હતાં. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત ઘટી રહ્યું છે. એ જ સમયે ઉત્તરાખંડ અને યુપીના ઘણા જિલ્લાઓમાં ગંગા નદીનું જળસ્તર હવે ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે.

રવિવારે હરિદ્વારમાં ગંગાનું જળસ્તર 293.15 મીટર નોંધાયું હતું, જ્યારે ખતરાનું નિશાન 294 મીટર છે. નદીને અડીને આવેલા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દેવપ્રયાગ ખાતે ગંગા નદી 20 મીટર અને હૃષિકેશ પહોંચતા સુધીમાં 10 સેમી વધી હતી. વારાણસી અને પ્રયાગરાજમાં ઘાટ ડૂબવા લાગ્યા છે. કેટલાંક નાનાં મંદિરોમાં પાણી ભરાઈ ગયાં છે.

બીજી તરફ, દિલ્હીમાં સોમવારે સવારે 8 વાગ્યા સુધીમાં યમુનાનું જળસ્તર 205.50 મીટરે પહોંચી ગયું હતું. છેલ્લા ત્રણ કલાકથી એ 205.45ના સ્તર સુધી નોંધાયું હતું.

કેવા રહેશે આગામી 24 કલાક...

આ રાજ્યોમાં ભારે વરસાદ થશેઃ હિમાચલ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત, ગોવા, મધ્ય પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક.

આ રાજ્યોમાં થશે હળવો વરસાદઃ બિહાર, પશ્ચિમ બંગાળ, પંજાબ, સિક્કિમ, આસામ, મેઘાલય, આંધ્રપ્રદેશ, પુડુચેરીમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે.

વિવિધ રાજ્યોના હવામાન સંબંધિત અપડેટ્સ

·         હિમાચલ પ્રદેશમાં પૂરના કારણે જેમના ઘર સંપૂર્ણપણે નાશ પામ્યાં છે તેમને 1 લાખ 45 હજાર રૂપિયા આપવામાં આવ્યા છે. તે જ સમયે, જેમનાં ઘરોને નુકસાન થયું છે તેમને 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

·         હિમાચલ પ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 26 લોકોનાં મોત થયાં છે.

·         હરિદ્વારમાં ગંગાના જળસ્તરમાં વધારો થયો છે. ચેતવણીનું સ્તર 293ની નજીક પહોંચી ગયું છે.

·         ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

·         યુપીના 11 જિલ્લાના 17 તાલુકાઓમાં આવેલાં 386 ગામો પૂરની ઝપેટમાં છે, જેના કારણે 78 હજાર લોકો પ્રભાવિત થયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post