• Home
  • News
  • યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂર EDની કસ્ટડીમાં, દીકરીને લંડન જવાથી રોકવામાં આવી, 2 હજાર કરોડનું રોકાણ તપાસના દાયરામાં
post

રાણા કપૂરે 2000 કરોડનું રોકાણ કર્યું, ઘરેથી 44 મોંઘા પેઇન્ટિંગ પણ મળ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-09 11:21:47

  નવી દિલ્હી: યસની બેન્ક બંધ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી ઝડપી બની ગઈ છે. 20 કલાકની પૂછપરછ પછી રવિવારે વહેલી સવારે 3 વાગે યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂરની ધરપકડ કરાઈ હતી. ઇડીએ કપૂરની પત્ની અને પુત્રીઓના નિવાસ સ્થાને પણ દરોડા પાડ્યા હતા. કોર્ટે રાણા કપૂરને 11 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યા છે. રાણાના વરલી સ્થિત સમુદ્ર મહેલ ઘરેથી 44 મોંઘા પેઇન્ટિંગ્સ, 2000 કરોડના રોકાણ અને 20થી વધુ શૅલ કંપનીના દસ્તાવેજ મળ્યાં છે. દરમિયાનમાં કપૂર પરિવાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ હોવાથી તેમની પુત્રી રોશની કપૂરને રવિવારે સાંજે મુંબઈ એરપોર્ટ પરથી લંડન જતી અટકાવાઈ હતી.

સીબીઆઈએ રાણા કપૂર, કપૂર પરિવારની કંપની ડ્યુએટ અર્બન વેન્ચર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ડીએચએફએલના પ્રમોટર ડાયરેક્ટર કપીલ વાધવાન સામે ગુનાહિત કાવતરુ, છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો છે. સીબીઆઈના સૂત્રોએ કહ્યું છે કે કપૂરે વાધવાનને યસ બેન્ક દ્વારા આર્થિક મદદ પહોંચાડવા માટે ષડયંત્ર રચ્યું અને બદલામાં વાધવાન પાસેથી ફાયદો મેળવ્યો હતો. સીબીઆઈની એફઆઈઆર અનુસાર આ ષડયંત્રની શરૂઆત એપ્રિલ-જૂન 2018માં થઈ હતી ત્યારે યસ બેન્કે 3700 કરોડ રૂપિયા ડીએફએફએલમાં રોકાણ તરીકે જમા કરાવ્યા હતા. તેના બદલામાં વાધવાને કપૂર પરિવારની કંપની ડ્યુએટ અર્બનમાં 600 કરોડ રૂપિયા લાંચ તરીકે આપ્યા હતા. પછી યસ બેન્કે ડીએચએફએલને 750 કરોડ રૂપિયાની લોન આરકે ડબલ્યુ ડેવલોપર્સ માટે આપી. તેના ડાયરેક્ટર ધીરજ વાધવાન છે અને તે ડીએફએફએલ ગ્રૂપની કંપની છે.

દરમિયાનમાં રિઝર્વ બેન્કે ડીપોઝિટરને આશ્વાસન આપ્યું છે કે તેમના નાણાં બેન્કોમાં સુરક્ષિત છે. રિઝર્વ બેન્કે એક નિવેદનમાં કહ્યું છે કે કેટલીક બેન્કોમાં જમા નાણાની સુરક્ષા અંગે મીડિયામાં વ્યક્ત કરવામાં આવી રહી છે. તેઓ તમામ બેન્કો પર બારીકાઈથી નજર રાખી રહ્યાં છે. કોઈપણ ખાતેદારના નાણાં કોઈપણ બેન્કમાં ડૂબશે નહીં.


પત્નીના ખાતામાં જમા કરાવી હતી લાંચની રકમ
ઇડીની તપાસમાં ખબર પડી છે કે યસ બેન્કે DHFLને લગભગ 3000 કરોડની બેડ લોન્ડ આપી હતી. આક્ષેપ છે કે લોનના બદલામાં કપૂરની પત્ની બિંદુના ખાતામાં લાંચની રકમ મોકલાઈ હતી. DHFLથી જેડોયેલી કંપનીમાંથી મળેલા 600 કરોડ રૂપિયાના કેસમાં હવે ઈડી રાણા કપૂર, તેમની પત્ની બિંદુ, પુત્રીઓ રાખી કપૂર ટંડન, રોશની કપૂર અને રાધા કપૂર સામે તપાસ કરી રહી છે. જે કંપનીમાંથી રકમ મળી તે તેમની પુત્રીઓના અંકુશ હેઠળ હતી.


કપૂરે MF હુસૈને બનાવેલું રાજીવ ગાંધીનું પેઈન્ટિંગ પ્રિયંકા પાસેથી 2 કરોડમાં ખરીદ્યું
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ આક્ષેપ કર્યો છે કે રાણા કપૂરે પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી રાજીવ ગાંધીનું પેઇન્ટિંગ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. દરેક નાણાંકીય ગુનામાં ગાંધી સંકળાયેલા હોય છે. તેના જવાબમાં કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ કહ્યું- પેઇન્ટિંગના વેચાણની રકમ ચેકથી લેવાઈ હતી. પ્રિયંકાએ આઈટી રીટર્નમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.
આ રીતે ચાલી કાર્યવાહી

·         5 માર્ચ: આરબીઆઈએ યસ બેન્ક પર નિયંત્રણ મૂક્યા. 50 હજારથી વધુના ઉપાડ પર પ્રતિબંધ

·         6માર્ચ: ઇડીએ રાણા કપૂરના ઘરે જઈ તેમની પ્રથમવાર પૂછપરછ કરી.

·         7 માર્ચ: ઇડીએ કપૂર, તેમની પત્ની, પુત્રીઓને ત્યાં દરોડા પાડ્યાં

ભારતીય બેન્કો પાસે જોખમ ઉઠાવવાની ક્ષમતા 80% વધુ
ચીફ ઇકોનોમિક એડવાઈઝર કે. સુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર વૈશ્વિક સ્તરે બેંકોનો કેપિટલ ટુ રિસ્ક એસેટ રેશિયો (CRAR) આશરે 8% હોય છે, જ્યારે ભારતીય બેંકોનો આ રેશિયો 14.3%ની આસપાસ છે. આ હિસાબથી ભારતીય બેંકો પાસે કેપિટલ ટુ રિસ્ક એસેટ વૈશ્વિક માપદંડ પ્રમાણે 80% વધુ છે. ભારતની બેંકોમાં સેફ્ટી માર્જિન ખૂબ મોટું છે. તેમની પાસે કેપિટલની અછત નથી. જો વાત ડિપોઝિટર્સના હિતની કરીએ તો આ બજેટમાં રિસ્ક ઈન્સ્યોરન્સને રૂ. એક લાખથી વધારીને રૂ. 5 લાખ કરી દેવાયો છે. આ સ્થિતિમાં ડિપોઝિટર્સે ગભરાવવાની બિલકુલ જરૂર નથી. ઈન્ડિયન બેંકિંગ સેક્ટર ઘણું સુરક્ષિત છે અને ડિપોઝિટર્સનો એક એક રૂપિયો પણ.

કપૂર પર અનિયમિતતાઓનો આરોપ

યસ બેન્કના ફાઉન્ડર, પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ રાણા કપૂર પર કર્પોરેટ કંપનીઓને લોન આપવા અને તેને વસુલ કરવાની પ્રક્રિયા પોતાના હિસાબથી નક્કી કરવાનો આરોપ છે. બેન્ક અનિલ અંબાણી ગ્રુપ, આઈએલએન્ડએફએસ, સીજી પાવર, રેડિયસ ડેવલોપર્સ અને મંત્રી ગ્રુપ જેવી કોર્પોરેટ્સ કંપનીઓને લોન આપવામાં આગળ રહી છે. આ કારોબારી ગ્રુપ ડિફોલ્ટર સાબિત થવાથી બેન્કને ઝટકો લાગ્યો છે. 2017માં બેન્કે 6,355 કરોડ રૂપિયાની રકમને બેડ લોનમાં મૂકી હતી. બાદમાં આરબીઆઈએ બેન્ક પર લગામ લગાવવાનું શરૂ કર્યું હતું. 2018માં આરબીઆઈએ રાણા કપૂર પર લોન અને બેલેન્સ શીટમાં ગડબડનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય તેમને ચેરમેન પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post