• Home
  • News
  • Yodha Teaser: યોદ્ધાનું ધમાકેદાર ટીઝર રિલીઝ, દમદાર લૂકમાં જોવા મળ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા
post

સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લા કેટલાક સમયથી તેની આવનારી ફિલ્મ 'યોદ્ધા ' ને લઈને ચર્ચામાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-19 19:24:13

સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લા કેટલાક સમયથી તેની આવનારી ફિલ્મ 'યોદ્ધા ' ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ 13 હજાર ફુટની ઉંચાઈએ દુબઈમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમજ આ બાજુ ફિલ્મ નિર્માતાઓએ જોરદાર એક્શન સિક્વન્સ સાથે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. હિન્દી ફિલ્મ જગતના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે કે આટલી ઊંચાઈએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હોય.

યોદ્ધાનું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

આ ટીઝરને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યુ હતું અને કેપ્શનમાં લખ્યું હતું કે,' અમે ઉડાન ભરી દીધી છે. તમે બધા આ હાઈ-ઓક્ટેન એક્શન માટે તૈયાર થઈ જાઓ'. 

ટીઝરની વાત કરીએ તો તેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા એક્શનમાં જોવા મળી રહ્યો છે. ટીઝરને તમામ દર્શકો તરફથી પોઝિટીવ રિસ્પોન્સ મળી રહ્યો છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, આ ફિલ્મ ઈતિહાસ રચવા જઈ રહી છે. તો કેટલાક યુઝરે ટીઝરને સુપરહિટ ગણાવ્યું હતું. 

શું છે ફિલ્મની સ્ટોરી

આ ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો, ફિલ્મમાં એક એવા યોદ્ધાની વાત કરવામાં આવી છે, જે પ્લેન હાઇજેક કરનાર આતંકવાદીઓ સામે લડે છે અને પ્લેનમાં બેઠેલા તમામ મુસાફરોના સહી સલામત પરત લઈને આવે છે. તેમજ આ યોદ્ધાની ભૂમિકામાં સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળી રહ્યા છે, જે એક સૈનિકની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મ આગામી 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

adv

Related News

post
post
post
post
post
post
post