• Home
  • News
  • રથયાત્રામાં મકાન પડતાં યુવકનું મોત:દરિયાપુરમાં મકાનની બાલ્કની ધરાશાયી થતાં 3 બાળક સહિત 10ને ઈજા, ઇજાગ્રસ્તોને ખસેડતા હતા ત્યારે કોર્પોરેશન નોટિસ લગાવવા પહોંચ્યું
post

મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી રમેશ તડવીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, દરિયાપુરમાં જે મકાન પડ્યું છે તે કડીયા પંચનું મકાન છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-20 18:53:01

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ગંભીર બેદરકારીના પરિણામે દુર્ઘટના બનવા પામી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ જર્જરિત મકાનોની તપાસ કરીને તેના પર જાહેર નોટિસ લગાવવામાં આવે છે. તેમજ આ મકાન પર કોઈએ ગેલેરીમાં ઊભું રહેવું નહીં તેવી જાણ કરવામાં આવે છે. પરંતુ જર્જરિત મકાનોની કાર્યવાહી માત્ર કાગળ જ કરવામાં આવે છે. આવી કાર્યવાહીના કારણે જ આજની ગંભીર દુર્ઘટના પરિણામે એક યુવકનું મૃત્યુ થયું છે.

રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે, આથી નીચે ભગવાન જગન્નાથનાં દર્શન કરવા ઊભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો, આથી પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 3 બાળક સહિત 10 ભાવિકોને ઈજા પહોંચી છે. પોલીસે તમામ ઈજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જોકે રથયાત્રા વિના અવરોધે આગળ વધી રહી છે. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે.રથયાત્રા ચાલી રહી હતી એ દરમિયાન ટ્રકમાંથી લોકો પ્રસાદ આસપાસના લોકોમાં વહેંચી રહ્યા હતા. જોકે, તેમને પણ પ્રસાદ આપવામાં આવ્યો હતો અને પ્રસાદ લેવા લોકો નીચે વળતાં બાલ્કની તૂટી પડી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.

AMC કહે છે અમે નોટિસ કાલે પણ લગાવી હતી
મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી રમેશ તડવીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, દરિયાપુરમાં જે મકાન પડ્યું છે તે કડીયા પંચનું મકાન છે. મકાન જર્જરિત અને ભયજનક હોવા અંગે અમે નોટિસ આપી હતી. દરવાજે નોટિસ પણ લગાવી હતી. ગઇકાલે સોમવારે પણ આમે નોટિસ લગાવી દરિયાપુર પોલીસને જાણ કરી હતી. 15 દિવસ પહેલા જર્જરિત મકાનોની યાદી આપી હતી, જેમાં આ મકાન હતું અને પોલીસને પણ યાદી અપાઈ હતી. આજે જે મકાન પડ્યું તેમાં નોટિસ આપી હતી અને મકાન બંધ હતું. કોઈ ત્યાં ઉપર ચડી અને ગેલેરીમાં ગયા અને ઘટના બની હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જાહેર ચેતવણીનું બોર્ડ પણ મારવામાં આવ્યું હતું. આજે ઘટના બની હતી એને લઈ અને જાહેર ચેતવણીનું બોર્ડ માર્યું હતું.

11 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા
દરિયાપુરમાં સ્લેબ તૂટી પડવાની ઘટનામાં કુલ 11થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇમરજન્સી સેવા 108ની એબ્લ્યુલન્સમાં 3 ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે શાહીબાગ વિસ્તારમાં આવેલી BAPS હોસ્પિટલમાં 8 ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી સાત લોકોને હાલ સારવાર આપીને રજા આપવામાં આવી છે. જ્યારે એકનું મોત થયું હતું. બે નાના બાળકોને ઇજા થઇ હોવાથી તેઓને 48 કલાકના ઓબ્ઝર્વેશન માટે મેમનગરની ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.

વસ્ત્રાલના યુવકને કાળ આંબી ગયો
BAPS
હોસ્પિટલમાં મેહુલ પંચાલ નામના યુવકનું મોત થયું છે. વસ્ત્રાલનો રહેવાસી હતો. રથયાત્રા જોવા માટે દરિયાપુર વિસ્તારમાં આવ્યો હતો અને મકાનની ગેલેરી ઉપર લોકોની સાથે ઉભો હતો.યુવકનું મૃત્યુ થતાં તેનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી માટે સિવિલ હોસ્પિટલમાં ડેડબોડી મોકલી આપવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post