• Home
  • News
  • યુવકે સ્વામી પ્રસાદ મૌર્ય પર જૂતા ફેંક્યા:વકીલના ડ્રેસમાં આવ્યો હતા, કાર્યકર્તાઓએ તેને ફટકાર્યો; અખિલેશે કહ્યું- બીજેપીનો કાર્યકર હશે
post

કાર્યક્રમમાં પહોંચેલા અખિલેશ યાદવે જૂતાની ઘટનાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-21 18:20:59

શાહી કાંડ બાદ હવે લખનઉમાં જૂતા કાંડ સામે આવ્યો છે. સોમવારે સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય પર એક વ્યક્તિએ જૂતા ફેંક્યા હતા. તેઓ એસપીના પછાત વર્ગ મહાસંમેલનમાં ભાગ લેવા ઈન્દિરા પ્રતિષ્ઠાન પહોંચ્યા હતા. કારમાંથી નીચે ઊતર્યા બાદ તે અંદર જઈ રહ્યા હતા ત્યારે વકીલના વેશમાં આવેલા એક યુવકે તેમના પર જૂતા વડે હુમલો કર્યો હતો.

કાર્યક્રમમાં પહોંચેલા અખિલેશ યાદવે જૂતાની ઘટનાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, "ચૂંટણી પહેલાં ભાજપ શું કરશે, કોણ જાણે, કંઈ પણ થશે. આ સરકાર એક કંપનીને હાયર કરીને તેમના જુઠ્ઠાણાને સાચા કરવા માંગે છે. તેઓ નંબર 1 એટલે છે કારણ કે તેઓ મીડિયાને નંબર 1 આપી રહ્યા છે. જો ભાજપ ઝીરો ટોલરન્સની વાત કરે છે, તો પછી જૂતા ફેંકવાની શું જરૂર છે.

તેમણે કહ્યું કે, મઉમાં જે કાર્યકર હતો તે ભારતીય જનતા પાર્ટીનો હતો. અહીં પણ ક્યાંક બીજેપીનો કાર્યકર હશે. તેથી જ ભારતીય જનતા પાર્ટી ગભરાટમાં છે, તે ચિંતિત છે કે જનસમર્થન હવે તેમનાથી દૂર થઈ રહ્યું છે. તેઓએ દિલ્હીના 10 વર્ષ અને યુપીના 7 વર્ષનો હિસાબ આપવો પડશે.

સપાના કાર્યકરોએ હુમલાખોર યુવકને પકડી લીધો હતો
સ્વામી પ્રસાદ પર જૂતું ફેંક્યા બાદ સપાના કાર્યકરોએ હુમલાખોર યુવકને પકડી લીધો હતો. તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. પોલીસ તેને બચાવવાનો પ્રયાસ કરતી રહી. પરંતુ સપાના કાર્યકરો તેને પોલીસથી બચાવ્યા બાદ તેને વારંવાર મારવાનું શરૂ કરી દેતા હતા. પોલીસ માંડ માંડ યુવકને બચાવી શકી.

સરકારી વાહન ન મળતા પોલીસ ઓટોથી આરોપીને લઈ ગઈ
હુમલાખોર યુવકે પોતાનું નામ આકાશ સૈની જણાવ્યું છે. જૂતાની ઘટના દરમિયાન સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ કે પોલીસને સરકારી જીપ પણ ન મળી. પોલીસ હુમલાખોર યુવકને ઓટોમાં પોલીસ સ્ટેશન લઈ ગઈ. હવે તેની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમગ્ર વિવાદને કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વાસ્તવમાં, સોમવારે ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ઓબીસી મહાસંમેલનનું આયોજન પછાત વર્ગોના મહાપુરુષોની ચર્ચા કરવા માટે કરવામાં આવ્યું હતું. અખિલેશ યાદવ અહીં પહોંચવાના હતા. સ્વામી પ્રસાદ મૌર્ય લગભગ 11.30 વાગે મહાસંમેલનમાં પહોંચ્યા હતા. સપાએ તેની કોન્ફરન્સમાં મૌર્ય, કુશવાહા, શાક્ય, સૈની અને બિંદ સમુદાયના ભૂતપૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, ભૂતપૂર્વ ધારાસભ્યો, ભૂતપૂર્વ સાંસદો અને ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદોને બોલાવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post