• Home
  • News
  • યુટ્યૂબરે અયોધ્યામાં બનાવ્યું CM યોગીનું મંદિર:તીર-ધનુષવાળી યોગીની મૂર્તિની સવાર-સાંજ થાય છે પૂજા; મંદિરની કિંમત 8.56 લાખ રૂપિયા
post

CM યોગીના મંદિરથી જોડાયેલી ખબર પર અખિલેશ યાદવે ટિપ્પણી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-19 18:39:21

ઉત્તરપ્રદેશના અયોધ્યા શહેરમાં ભરતકુંડની પાસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મંદિર બનાવવામાં આવ્યું છે. મૌર્યના પુરવા ગામના નિવાસી પ્રભાકર મૌર્યએ (32) 8.56 લાખ રૂપિયામાં આ મંદિર બનાવ્યું છે, જેમાં યોગીને રામ અવતારમાં દેખાડવામાં આવ્યા છે. મૂર્તિના હાથમાં ધનુષ અને તીર પણ છે. અહીં રોજ સવાર-સાંજ પૂજા અને આરતી થાય છે.

પ્રભાકર યુટ્યૂબર છે અને તેણે યોગીના સમર્થનમાં અત્યારસુધીમાં 500થી વધારે ગીત ગાઈ ચૂક્યો છે. મંદિરમાં સ્થાપિત મૂર્તિ રાજસ્થાનથી ખાસ ઑર્ડર કરીને બનાવવામાં આવી છે. પ્રભાકર માને છે કે યોગી રામ અને કૃષ્ણના અવતાર છે, એટલે તે સનાતન ધર્મનો પ્રચાર કરે છે. પ્રભાકર માટે યોગી ભગવાન સમાન છે.

ચેનલના પૈસાથી મંદિર બનાવ્યું
પ્રભાકરનું કહેવું છે કે તેના યુટ્યૂબ ચેનલ પર 1 લાખ 52 હજાર ફોલોઅર્સ છે, જેના પર 500 વીડિયો અપલોડ થઈ ચૂક્યા છે. ચેનલમાંથી થનારી કમાણીથી જ તેણે આ મંદિર બનાવડાવ્યું છે. ખેતરમાં બનાવેલું આ મંદિર પર અત્યારસુધીમાં 8 લાખ 56 હજાર સુધીનો ખર્ચ થઈ ચૂક્યો છે.

પ્રભાકરે જણાવ્યું હતું કે મંદિરના નિર્માણના સમયે ગામના અમુક લોકોએ વિરોધ કર્યો હતો, જોકે પ્રભાકરના પિતા જગન્નાથ મૌર્યએ તેને પૂરો સપોર્ટ કર્યો હતો. પ્રભાકર મૌર્ય 4 ભાઈમાં ત્રીજા નંબરે છે. તેમને બે બહેન પણ છે. પિતા ખેતી કરે છે.

રાજસ્થાનના જયપુરમાં ફાઈબરની મૂર્તિ બનાવડાવી
પ્રભાકરે જણાવ્યું હતું કે મંદિરમાં સ્થાપિત યોગી આદિત્યનાથની મૂર્તિ ફાઈબરની છે, જેને ઑર્ડર દઈને જયપુરમાં બનાવડાવી હતી. 5 ફૂટ 4 ઇંચની આ મૂર્તિની કિંમત અંદાજે 49 રૂપિયા છે.

રામ મંદિરનું નિર્માણ શરૂ થયા પછી યોગીનું મંદિર બનાવ્યું
પ્રભાકર મૌર્યએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'મેં 2015માં સંકલ્પ લીધો હતો કે જે પણ અયોધ્યામાં રામ મંદિર બનાવડાવશે, તેનું મંદિર બનાવીને રોજ પૂજા કરીશ, એટલે જ 2016માં મેં એક ભજન ગાયું હતું, રામલલ્લા કા અયોધ્યામેં મંદિર બનાયેંગે... આ પછી સુપ્રીમ કોર્ટનો રામ મંદિરને લઈને ચુકાદો આવ્યો હતો. ત્યારે હવે અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. સંકલ્પ પૂરી કરવા માટે મેં યોગીજીનું મંદિર બનાવ્યું છે.'

પહેલાં ગામમાં રામાયણ અને જાગરણમાં ગાતો હતો પ્રભાકર
પ્રભાકર મૌર્ય એક ગાયક છે. તેની પ્રભાકર મૌર્ય અયોધ્યાના નામે યુટ્યુબ ચેનલ પણ છે. પિતા જગન્નાથ જણાવે છે કે 'પ્રભાકર ભણવાના સમયે પણ ભજન ગાતો હતો. પહેલાં તો તે ગામમાં રામાયણ અને જાગરણમાં ગીત પણ ગાતો હતો. આ પછી તેણે પોતાની ચેનલ બનાવી હતી. પ્રભાકરે ઘરમાં આર્થિક તંગી હોવાને કારણે 12 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. આ પછી જ તેણે ભજનમાં પોતાનું કરિયર બનાવ્યું હતું.'

પ્રભાકર કહે છે કે '2010માં મેં યુટ્યૂબ પર ગીત અપલોડ કર્યું હતું, જેને ઘણા લોકોએ જોયું હતું અને ગમ્યું હતું. આ પછી ભજન ગાવાનો ક્રમ ચાલુ રહ્યો હતો.' તેણે જણાવ્યું હતું કે તેણે અત્યારસુધીમાં એક હજારથી પણ વધુ ભજન ગાઈ લીધા છે. યોગી આદિત્યનાથના સમર્થનમાં તે 500થી પણ વધુ ગીત ગાઈ ચૂક્યો છે.

યોગીના મંદિર પર અખિલેશની ટિપ્પણી
CM યોગીના મંદિરથી જોડાયેલી ખબર પર અખિલેશ યાદવે ટિપ્પણી કરી હતી. તેમણે મંદિરથી જોડાયેલી ખબરને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 'આ લોકો તો એનાથી પણ બે પગલાં આગળ નીકળ્યા હતા... હવે સવાલ એ છે કે પહેલા કોણ?'

 

adv

Related News

post
post
post
post
post
post
post