• Home
  • News
  • યુવરાજે કહ્યું- સુરેશ રૈનાને ધોનીની કપ્તાનીમાં સૌથી વધુ તક મળી, અત્યારે 2 વર્ષથી ટીમની બહાર છે
post

યુવરાજે કહ્યું- દરેક કેપ્ટનનો મનગમતો ખેલાડી હોય છે, ધોની 2011ના વર્લ્ડ કપમાં રૈનાને પસંદ કરતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 10:52:12

નવી દિલ્હી:  પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહને લાગે છે કે, સુરેશ રૈનાને કેપ્ટન એમએસ ધોનીનો સારો સપોર્ટ મળ્યો હતો. યુવરાજે કહ્યું, "રૈનાને ધોનીનો પૂરતો સપોર્ટ મળ્યો હતો. દરેક કેપ્ટનનો પોતાનો મનગમતો ખેલાડી હોય છે. 2011 વર્લ્ડ કપમાં યુસુફ પઠાણને યુવરાજની સાથે શરૂઆતની મેચોમાં રમવાની તક મળી હતી. અમુક મેચો પછી યુસુફને બહાર કરીને રૈનાને ટીમમાં સ્થાન મળ્યું હતું. અત્યારે રૈના 2 વર્ષથી ટીમની બહાર છે." તે સાથે જ યુવરાજે પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીના ફરીથી વખાણ કરીને તેને પોતાનો ફેવરિટ કેપ્ટન કહ્યો હતો. યુવી 2011ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો. તેણે 9 મેચમાં 362 રન બનાવ્યા હતા અને 15 વિકેટ લીધી હતી.

યુવરાજે સ્પોર્ટ્સ તકને કહ્યું કે, "2011ના વર્લ્ડ કપમાં યુસુફ સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તે વિકેટ પણ લઈ રહ્યો હતો. જ્યારે રૈના ખાસ ફોર્મમાં નહોતો. ધોની પાસે અન્ય કોઈ ડાબોડી સ્પિનર નહોતો અને હું વિકેટ લઈ રહ્યો હતો, તેથી તેની પાસે કોઈ વિકલ્પ નહોતો.

ગાંગુલીએ મારી પ્રતિભાને પારખી હતી
યુવીએ કહ્યું કે ગાંગુલીએ જ મારી પ્રતિભાને પારખી હતી. તેણે કહ્યું, 'દાદા મારા પ્રિય કેપ્ટન છે. હું જે કેપ્ટન સાથે રમ્યો છું તેમાંથી દાદાએ મને સૌથી વધુ સપોર્ટ કર્યો છે. તેમને લાગ્યું હતું કે ચાર-પાંચ ખેલાડીઓ ટીમને મજબૂત બનાવી શકે છે અને તે આ ખેલાડીઓનું સમર્થન કરતા રહ્યા." 

યુવરાજે કહ્યું,"લોકોના વાંધા બાદ મેચ રેફરીએ મેં 6 બેટથી 6 બોલમાં 6 સિક્સ મારી હતી તેની તપાસ કરી હતી. સાચું કહું તો તે બેટ મારા માટે ખૂબ જ ખાસ છે. આ પહેલાં હું ક્યારેય આવા બેટથી રમ્યો નથી. ફક્ત તે જ બેટ જ નહીં, 2011 ના વર્લ્ડ કપમાં પણ જે બેટથી રમ્યો હતો, તે મારા માટે બહુ મહત્ત્વપૂર્ણ છે."

 

adv

Related News

post
post
post
post
post
post
post