• Home
  • News
  • દેશમાં 1.2 લાખ દર્દી 42 દિવસમાં વધ્યા, અમેરિકામાં 10 દિવસ લાગ્યા હતા
post

સરકારે કહ્યું- લૉકડાઉન ન કર્યું હોત તો અત્યાર સુધી 50 લાખ દર્દી થઈ જાત

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 11:15:54

નવી દિલ્હી: ભારત સૌથી વધુ કોરોના દર્દીઓ ધરાવતો 10મો દેશ બની ગયો છે. દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 1,34,568 થઈ ગઈ. અત્યાર સુધી 1.34 લાખ દર્દીઓ ધરાવતું ઈરાન 10મો સૌથી ચેપગ્રસ્ત દેશ હતો પણ રાહતના સમાચાર એ છે કે ભારતમાં દર્દીઓ વધવાની ઝડપ સૌથી વધુ દર્દીવાળા તમામ 9 દેશોમાં ઓછી રહી છે. ભારતમાં 10 હજારથી 1.3 લાખ દર્દી થવામાં 42 દિવસ લાગ્યા છે જ્યારે અમેરિકામાં ફક્ત 10 દિવસ લાગ્યા હતા. યુરોપિયન દેશોમાં 22થી 28 દિવસ લાગ્યા હતા. 


યોગ્ય સમયે લૉકડાઉન લગાવવાથી કોરોનાનો ફેલાવો કાબૂમાં આવ્યો
ભારતમાં હવે 13 દિવસમાં દર્દી બમણા થઇ રહ્યા છે. દર્દી બમણા થવાનો દર લૉકડાઉનથી પહેલાં ફક્ત 3.4 દિવસ હતો. એક સપ્તાહ પહેલાં તે 12 દિવસ હતો. તેના પર કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે યોગ્ય સમયે લૉકડાઉન લગાવવાથી કોરોનાનો ફેલાવો કાબૂમાં આવ્યો છે. લૉકડાઉન ન હોત તો અત્યાર સુધી 50 લાખથી વધુ દર્દી થઈ જતા. કેન્દ્રીય અધિકારીઓએ કોરોનાના અનિયંત્રિત ફેલાવાથી ઈનકાર કરતાં કહ્યું કે 70 ટકા દર્દી ફક્ત 10 શહેરોમાં છે. એટલા માટે આગળ પણ સ્થિતિને કાબૂમાં રાખવી મુશ્કેલ નહીં હોય. કોરોના સંકટનો સામનો કરવા માટે બનેલા એમ્પાવર્ડ ગ્રૂપ-1ના ચેરમેન વી.કે.પોલે કહ્યું કે મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે, જે સારા સંકેત છે. પહેલાં આ દર 3.13 ટકા હતો હવે 3.02 ટકા પર આવી ગયો છે. 

મહારાષ્ટ્રમાં 1 દિવસમાં સૌથી વધુ 3041 દર્દી, આંકડો 50 હજારને પાર

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીની સંખ્યા 50,231 થઈ ગઈ છે. તેમાંથી 33,988 સક્રિય દર્દી છે. રવિવારે મહારાષ્ટ્રમાં 3041 નવા દર્દી મળ્યા, જે એક દિવસનો સૌથી મોટો આંકડો છે. 1725 દર્દી ફક્ત મુંબઈમાં મળ્યા. રાજ્યમાં મૃત્યુ પામનારાની સંખ્યા પણ 1635 થઈ ગઈ છે. રવિવારે 58 લોકો મૃત્યુ પામ્યા છે.


મૃત્યુ : 6 દેશોમાં દર્દી ભારતથી ઓછા, મૃત્યુ વધારે થયા

દેશ      

દર્દી

 મૃત્યુ

બેલ્જિયમ      

57,092  

9,280

મેક્સિકો    

65,856    

7,179

કેનેડા    

83,621    

6,355

નેધરલેન્ડ્સ      

45,064  

5,811

ચીન    

 82,974  

4,634

સ્વિડન    

 33,188 

3,992

·         રશિયા એકમાત્ર દેશ, દર્દી ભારતથી વધુ મૃત્યુ ઓછા થયા છે. રોજ થતાં મૃત્યુમાં ભારત 5માં ક્રમે છે. અમેરિકા, બ્રાઝિલ, ઈંગ્લેન્ડ અને મેક્સિકોમાં ભારતથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે. 

10 સૌથી ચેપગ્રસ્ત દેશોમાં રશિયા, તૂર્કી પછી સૌથી ઓછો દર ભારતમાં, અહીં દર 1003 મૃત્યુ 

ભારતમાં મૃત્યુદર દુનિયાના 97 દેશોમાં ઓછો છે. અહીં દર 100 દર્દીમાંથી 3 મૃત્યુ પામી રહ્યા છે. વસતી પ્રમાણે જોવામાં આવે તો ભારતમાં દર 10 લાખમાંથી ફક્ત 3 લોકો મૃત્યુ પામ્યા છે. આ દૃષ્ટિએ ભારત 120માં ક્રમે છે. પણ ચિંતાની વાત એ છે કે 10 સૌથી ચેપગ્રસ્ત દેશોમાંથી બ્રાઝિલ અને ભારત જ એવા છે જ્યાં નવા દર્દી સતત વધી રહ્યા છે. બાકી 8 દેશોમાં હવે ઘટી રહ્યા છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post