• Home
  • News
  • ગાંધીનગરમાં 10 હજાર કરોડનું જમીન કૌભાંડ, કોંગ્રેસના અમિત ચાવડાના પૂર્વ CM રૂપાણી પર ગંભીર આરોપ
post

તત્કાલિન CM વિજય રૂપાણી, DYCM નીતિન પટેલ, મહેસુલ મંત્રી કૌશિક પટેલ સહિત અધિકારીઓની બેઠક મળી હતીઃ અમિત ચાવડા

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-24 18:13:34

અમદાવાદઃ ગુજરાતમાં ગાંધીનગરમાં થયેલું જમીન કૌભાંડ ખૂબ ગાજયું છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ ગાય અને હિન્દૂના નામે મત માંગીને જીતે છે. પરંતુ ભ્રષ્ટાચાર રોકવામાં સદંતર નિષ્ફળ છે. રાજકારણીઓ અને બિલ્ડરોએ ભેગા મળીને ગાંધીનગર જિલ્લામાં 10 હજાર કરોડનું જમીન કૌભાંડ આચર્યું છે. રાજ્યમાં ગાય માટે ગોચર જમીન નથી પરંતુ ગાયના મુખમાંથી જમીન પચાવી પાડવામાં આવી છે. 

પૂર્વ CM રૂપાણી પર ગંભીર આરોપ
અમિત ચાવડાએ કહ્યું હતું કે, ગાંધીનગરના દસણા ગામે ખાતે જમીન હડપ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. કોઈપણ પરવાનગી વગર જમીનનો પટ્ટો રદ કરવામાં આવ્યો છે. કલેક્ટર સહિત મદદનીશ ચિટનિશની કૌભાંડ કરવાની હિંમત નથી. પરંતુ તેમના પાછળ રાજકીય નેતાઓ જવાબદાર છે. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસુલ મંત્રી કૌશિક પટેલ સહિત અધિકારીઓની બેઠક મળી હતી. રોજબરોજ સરકારની દેખરેખ હેઠળ આ કૌભાંડ થયું છે. વર્ષ 2013થી કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ ભ્રષ્ટાચાર ચાલુ રાખ્યો છે. 

માત્ર અધિકારીઓને દોષિત કેમ કરવામાં આવ્યા
અમિત ચાવડાએ કહ્યું હતું કે, બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દીધું છે. તેમણે એગ્રિકલ્ચરના નીતિ નિયમો સાઈડમાં મૂકી દીધા છે. એગ્રિકલ્ચર ઝોન ફેરવીને વાણિજ્ય ઝોનમાં ફેરવ્યો છે. આ પ્રકરણ વર્ષોથી ચાલતું હતું તો તેની સામે કેમ પગલાં ભર્યા નહિ. માત્ર અધિકારીઓને દોષિત કેમ કરવામાં આવ્યા. અન્ય કોઈ રાજકીય માથું સામે આવ્યું કેમ નહિ તે ચર્ચાનો વિષય બન્યો છે. માત્ર ગાંધીનગરનું કૌભાંડ નથી અન્ય 50 હજાર જમીનના કૌભાંડ છે. 

પચાવી પાડેલ જમીન સરકાર હસ્તક કરવી જોઈએ
સરકાર દ્વારા આ મામલે સત્તાવાર પત્રકાર પરિષદ કરીને રિપોર્ટ જાહેર કરીને ન્યાયિક તપાસ કરવામાં આવે. તમામ હિન્દૂ સંગઠનો આગળ આવીને સરકાર પાસે જવાબ માગે અને ન્યાયિક તપાસ થવી જોઈએ. કોંગ્રેસની માંગ હાઇકોર્ટે સુઓમોટો કરીને SITની રચના હેઠળ ભાજપના પૂર્વ મુખ્યમંત્રી અને ન્યાબ મુખ્યમંત્રી સહિત મેહુસલ મંત્રી અને અધિકારીઓની પૂછપરછ કરવી જોઈએ અને પચાવી પાડેલ જમીન સરકાર હસ્તક કરવી જોઈએ.  

મોદી પોતે જ દેશમાં બધું કરી રહ્યા છે તેવી વિચારધારા
દેશના વડાપ્રધાન દેશનો ઇતિહાસ બદલવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. દેશના જે સ્મારકો હોય તેના પાછળ દિગજ્જ નેતાઓ નામ આપ્યા છે. તે નામ હવે ભુસી રહ્યા છે. નવા સંસદભવનનું લોકાર્પણ દેશના વડા રાષ્ટ્રપતિ દ્રારા કરવામાં આવે. જેમાં સંસદમાં બેસતા તમામ રાજકીય પક્ષોના નેતાઓને બોલાવવા જોઈએ. મોદી સરકારની પોતાનું નામની તખતી હોય તેવી માંગ છે. મોદી પોતે જ દેશમાં બધું કરી રહ્યા છે તેવી વિચારણ ધારા છે. પોતાની નામની ચર્ચા રહે તેવું આયોજન વડાપ્રધાન કરી રહ્યા છે. દેશના વડા રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપ્યું તે તેમનું અને દેશનું અપમાન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post