• Home
  • News
  • 12 વખત પરિવારવાદ, 11 વાર ભ્રષ્ટાચાર તો 9 વાર તુષ્ટીકરણ....:PM કયો શબ્દ કેટલીવાર બોલ્યા? મોદી હજુ 5 મિનિટ વધુ બોલ્યા હોત તો 2016નો રેકોર્ડ બ્રેક કર્યો હોત
post

પીએમ મોદીએ પરિવારનો 48 વખત, તાકાતનો 43 વખત ઉપયોગ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-15 17:23:45

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી 10મી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું. પોતાના 90 મિનિટના સંબોધનમાં પીએમ મોદીએ 12 વખત પરિવારવાદ, 11 વખત ભ્રષ્ટાચાર અને 8 વખત તુષ્ટીકરણનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ જનતાને ત્રણેય દૂષણોથી છુટકારો મેળવવા અપીલ કરી હતી.

પીએમ મોદી આ વખતે પણ પીળા રંગના ખાસ સાફામાં જોવા મળ્યા હતા. જે મલ્ટિ કલરનો હતો. સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ 140 કરોડ લોકોને પરિવારના સભ્યો તરીકે સંબોધિત કર્યા હતા. પોતાના 90 મિનિટના સંબોધનમાં પીએમ મોદીએ મોટા ભાગે પરિવાર, શક્તિ અને મહિલાઓ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. મણિપુર મુદ્દાનો ઉલ્લેખ કરતાં પીએમએ કહ્યું કે આખો દેશ મણિપુરની સાથે છે. આગામી લોકસભા ચૂંટણી પહેલાં પીએમએ મધ્યમ વર્ગ અને મહિલાઓના નેતૃત્વમાં વિકાસ પર ભાર મૂક્યો હતો.

પીએમ મોદીએ પરિવારનો 48 વખત, તાકાતનો 43 વખત ઉપયોગ કર્યો. એ જ સમયે, મહિલા/સ્ત્રી શબ્દનો ઉપયોગ 35 વખત થયો હતો. આ સિવાય પીએમ મોદીએ પોતાના સંબોધનમાં 19 વખત સંકલ્પ શબ્દ બોલ્યા હતા. જ્યારે સ્વતંત્રતા 16 વખત. પીએમ મોદીના ભાષણમાં 12 વખત યુવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યારે 5 વખત સામાજિક ન્યાયની વાત કરી હતી.

કયો શબ્દ કેટલીવાર બોલ્યા PM

પરિવાર

48

સામર્થ્ય (તાકાત)

43

મહિલાઓ/નારી

35

સંકલ્પ

19

આઝાદી

16

સરકાર

15

પરિવારવાદ

12

વિકાસ

12

યુવા

12

અમૃતકાળ

11

ખેડૂત

11

સ્વાસ્થ્ય

11

કોરોના વાઇરસ

11

ભ્રષ્ટાચાર

11

ભારતમાં

10

ગરીબ/ગરીબી

10

પરિવર્તન

8

તુષ્ટિકરણ

8

મોંઘવારી

6

મણિપુર

5

77મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ દ્વારા બદલાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. તેમણે વધુમાં કહ્યું કે આપણે અત્યારે જે કંઈ પણ કરીએ, જે પણ નિર્ણય લઈએ, તેની અસર આવનારાં 1000 વર્ષો પર પડશે.

પીએમ મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સિરિયલ બોમ્બ વિસ્ફોટ ભૂતકાળની વાત છે, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં તકની કોઈ કમી નથી અને આપણે ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટીકરણની ત્રણ બુરાઈઓ સામે લડવાનું છે.

પીએમ મોદીએ ચોથું સૌથી લાંબું ભાષણ આપ્યું

વર્ષ

સંબોધન (મિનિટમાં)

2023

90

2022

83

2021

88

2020

92

2019

92

2018

83

2017

56 (સૌથી નાનું સંબોધન)

2016

94 (સૌથી મોટું સંબોધન)

2015

86

2014

65

 

adv

Related News

post
post
post
post
post
post
post