• Home
  • News
  • શહેરના 14,160 મકાનો અને 69,624 લોકો માઇક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ, 10 વોર્ડ કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત
post

પૂર્વના 6 વિસ્તારના 786, મધ્યઝોન 16ના 5254 મકાનો કન્ટેઈનમેન્ટ હેઠળ મુકાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-01 11:24:13

અમદાવાદ: શહેરની 45 જેટલી સોસાયટી-પોળ, ચાલી કે ઝૂંપડપટ્ટીને મ્યુનિ. દ્વારા માઇક્રોકન્ટેન્મેન્ટ હેઠળ મૂકવામાં આવી છે. આ સાથે 10 વોર્ડને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે મ્યુનિ. દ્વારા નિર્દેશિત સોસાયટીઓ, પોળ,ચાલી કે ઝૂંપડપટ્ટી જ માઇક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ ગણાશે. બાકીના વિસ્તારમાં જનજીવન રાબેતા મુજબ ચાલુ થઇ શકશે. મ્યુનિ.એ માઇક્રોકન્ટેઈનમેન્ટમાં કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના તમામ ઝોનમાં પણ સોસાયટીઓ, ચાલીઓને માઇક્રોકન્ટેઈનમેન્ટ હેઠળ મુકી છે.

મ્યુનિ.એ શહેરના 14160 મકાનો અને 69624 લોકોને માઇક્રોકન્ટેઈનમેન્ટ હેઠળ આવરી લીધા છે. જેમાં દક્ષિણ ઝોનના 7 વિસ્તારોમાં 999 ઘરોને, ઉત્તરઝોનના 7 વિસ્તારોના 2361 મકાનોને, પૂર્વના 6 વિસ્તારના 786, મધ્યઝોન 16ના 5254 મકાનો કન્ટેઈનમેન્ટ હેઠળ મુકાયા છે. ઉત્તર પશ્ચિમના 2 સોસાયટીના 168 મકાનો, પશ્ચિમઝોનના 7 વિસ્તારોના 3638 મકાનો અને દક્ષિણ પશ્ચિમઝોનના 2 વિસ્તારોના 954 જેટલા મકાનોને મ્યુનિ.એ માઇક્રોકન્ટેઈનમેન્ટ હેઠળ આવરી લીધા છે. માઇક્રો કન્ટેઈનમેન્ટમાં સૌથી વધુ વસ્તી ગુલબાઇ ટેકરા ખાતે 1085 મકાનોમાં 7544 જેટલી છે.

adv

Related News

post
post
post
post
post
post
post