• Home
  • News
  • નોકરી ગુમાવનાર, વિદ્યાર્થીઓ અને ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતા, ખર્ચ પોતે ઉઠાવશે, 14 દિવસ ક્વોરેન્ટાઇન જરૂરી
post

ફ્લાઇટ અથવા શિપમાં ચડતી વખતે દરેકનું થર્મલ સ્ક્રિનીંગ કરાશે, જેનામાં બીમારીના લક્ષણો નહી હોય ફક્ત તેને મુસાફરીની મંજૂરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 12:01:12

નવી દિલ્હી: આરોગ્ય અને કલ્યાણ મંત્રાલયે વિદેશથી આવતા લોકો માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ મુજબ, 14 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજિયાત રહેશે. તેમાંથી 7 દિવસ સરકાર દ્વારા નક્કી કરાયેલા કેન્દ્રમાં રહેવાનું રહેશે, જ્યારે 7 દિવસ ઘરમાં આઇશોલેશનમાં રહેવાનું રહેશે. સરકાર દ્વારા નિર્ધારિત કેન્દ્રમાં ક્વોરેન્ટાઇન રહેવાનો જે ખર્ચ આવશે તે રોકાનાર વ્યક્તિએ જ ભોગવવો પડશે.સરકારે કહ્યું છે કે જેઓ મુશ્કેલીમાં છે અને નોકરી ગુમાવી છે તેમને પ્રાથમિકતા આપવામા આવશે. 

ગાઈડલાઈન્સની 16 શરતો:
1.
પ્લેનમાં બેસતા પહેલા, મુસાફરને લેખિતમાં આપવું આવશ્યક છે કે તે 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવા માટે તૈયાર છે. આ 7 દિવસમાં, તે પોતાના ખર્ચે સરકાર દ્વારા નક્કી કરેલા કેન્દ્રમાં રહેશે. બાકીના 7 દિવસ હોમ આઇસોલેશનમાં રહેશે. આ દરમિયાન, તેણે પોતાના સ્વાસ્થ્યની કાળજી પોતે રાખવી પડશે.
2.
આ કિસ્સામાં કેટલાક અપવાદો હશે: તણાવપૂર્ણ વ્યક્તિ, સગર્ભા, કુટુંબમાં મૃત્યુ, ગંભીર માંદગી, 10 વર્ષથી નાના બાળકોવાળા માતાપિતા. આની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. આ લોકો માટે, 14-દિવસીય હોમ ક્વોરેન્ટાઇન અવધિ રહી શકે છે. આ દરમિયાન, આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજિયાત રહેશે.
3.
પ્રવાસ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની ટિકિટની સાથે સંબંધિત એજન્સીઓ મુસાફરોને જાણ કરશે.
4.
બધા મુસાફરોને તેમના મોબાઇલ ફોન પર આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવી છે.
5.
ફ્લાઇટ અથવા શિપમાં ચડતી વખતે દરેક મુસાફરોની થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જેમને આ રોગનાં લક્ષણો નથી, તેમને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.
6.
જમીન માર્ગે દેશમાં પ્રવેશતા લોકોને પણ ઉપર આપેલા નિયમોનું પાલન કરવું પડશે. અહીં પણ ફક્ત તે જ લોકોને દેશની સરહદ પર આવવાની મંજૂરી આપવામાં આવશે, જેમાં રોગના લક્ષણો નહીં હોય.
7.
સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ બે નકલોમાં ભરવું પડશે. આની એક નકલ ઇમિગ્રેશન સેન્ટરને સબમિટ કરવાની રહેશે. આ કેન્દ્રો દરેક એરપોર્ટ, બંદર અને જમીનની સરહદના એન્ટ્રી પોઇન્ટ પર હશે. આ ફોર્મ આરોગ્ય સેતુ એપ પર પણ ઉપલબ્ધ છે.
8.
બધી જરૂરી સાવચેતી રાખવી પડશે. એરપોર્ટ અને ફ્લાઇટમાં સેનિટાઇઝેશન અને ડીસઇન્ફેકશનની વ્યવસ્થા કરવાની રહેશે.
9.
એરપોર્ટ પર અને બોર્ડિંગ વખતે સોશ્યિલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી રહેશે.
10.
એરપોર્ટ, બંદર અથવા લેન્ડ બોર્ડર ચેક પોઇન્ટ પર કોવિડ-19ને લગતી એનાઉન્સમેન્ટ કરાવી જરૂરી રહેશે.
11.
મુસાફરી દરમિયાન ક્રૂ મેમ્બર્સની જવાબદારી રહેશે કે દરેક મુસાફરે માસ્ક પહેરેલા હોય. સેનિટાઇઝેશન અને ડીસઇન્ફેકશનની જવાબદારી પણ એરલાઇન અને ક્રૂ મેમ્બર્સની રહેશે.
12.
આગમન સમયે આરોગ્ય ટીમ એરપોર્ટ, દરિયાઈ બંદર અથવા લેન્ડ પોર્ટ પર દરેક મુસાફરોની થર્મલ સ્ક્રિનીંગ કરશે.
13.
સ્ક્રીનીંગ દરમિયાન જે પ્રવાસીમાં રોગના લક્ષણો જોવા મળે તેને આરોગ્ય અધિકારીઓ તાત્કાલિક અલગ કરશે. હેલ્થ પ્રોટોકોલ મુજબ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.
14.
બાકીના મુસાફરોને રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ક્વોરેન્ટાઇન સેન્ટર મોકલવામાં આવશે.
15.
આ મુસાફરોએ 7 દિવસ સરકારી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રોકાવું પડશે. આઈસીએમઆર માર્ગદર્શિકા મુજબ તેમનો ટેસ્ટ કરવામાં આવશે. જો તેઓ પોઝિટિવ જણાશે તો તેમની સારવાર કરવામાં આવશે.
16.
જો હળવા લક્ષણો જોવા મળે તો હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવી શકે છે. સંબંધિત વ્યક્તિ સરકારી અથવા ખાનગી કોવિડ કેર સેન્ટરની મુલાકાત પણ લઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post