• Home
  • News
  • 17 નિષ્ણાતોએ કહ્યું- વાઈરસથી સ્વસ્થ લોકો પણ ડાયાબિટીસના દર્દી બની શકે છે, જૂના ડાયાબિટીસના દર્દીઓને મૃત્યુનું જોખમ 30% વધુ
post

દુનિયાભરનાં 17 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની પેનલે કહ્યું -કોવિડ-19 અને ડાયાબિટીસની વચ્ચે કનેક્શન હોવાનું જાણવા મળ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 11:05:46

કોવિડ-19 સ્વસ્થ લોકોમાં ડાયાબિટીસનું કારણ બની શકે છે અને જેમને પહેલાથી જ ડાયાબિટીસ છે તેમની સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. દુનિયાભરના 17 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમની પેનલે  વિશ્વની અનેક બાબતો પર રિસર્ચ કર્યા બાદ આ વાત જણાવી છે. અત્યાર સુધી હાથ ધરવામાં આવેલ ક્લિનિકલ ટ્રાયલમાં કોવિડ-19 અને ડાયાબિટીસની વચ્ચે મહત્ત્વપૂર્ણ કનેક્શન શોધવામાં આવ્યું છે. 

·         ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ડાયાબિટીસથી પીડિત દર્દીઓમાં કોવિડ-19 થવાથી સ્થિતિ વધારે નાજુક થઈ જાય છે, આવા દર્દીઓના મૃત્યુનું જોખમ 30 ટકા સુધી વધી જાય છે. હાલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, એવા લોકો જેઓ પહેલાથી જ હૃદય રોગ, અસ્થમા અને ડાયાબિટીસનો સામનો કરી રહ્યા છે તેઓ હાઈ રિસ્ક ઝોનમાં છે. તેમને કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ વધારે છે. 

·          ગ્લુકોઝ મેટાબોલિઝ્મ સાથે જોડાયેલા અંગો પર કોરોનાની અસ
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, તાજેતરનું રિસર્ચ સૂચવે છે ક, જ્યારે કોરોનાવાઈરસ શરીરમાં  ACE-2 રિસેપ્ટરને જકડીને સંક્રમણ ફેલાવે છે તો માત્ર ફેફસાંને જ નથી જકડો પરંતુ ગ્લુકોઝ મેટાબોલિઝ્મમાં સામેલ પેશીઓ અને અંગોને પણ અસર કરે છે. તેમાં પેન્ક્રીયા, નાનું આંતરડુ, ટિશ્યુ લિવર અને કિડની સામેલ છે. 

ડાયાબિટીસનાં દર્દીઓને અલર્ટ રહેવાની સલાહ
સંસોધકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસ પોતાનું સંક્રમણ ફેલાવ્યા બાદ શરીરના કાર્યમાં અવરોધ પેદા કરે છે. ગ્લુકોઝ મેટાબોલિઝ્મની પ્રક્રિયાને અસર કરે છે અને દર્દીની સ્થિતિ ગંભીર થવા લાગે છે એટલા માટે જે ડાયાબિટીસના દર્દી છે તેમને અલર્ટ રહેવાની જરૂર છે. 

કોરોના કેવી રીતે ગ્લૂકોઝ મેટાબોલિઝ્મ બદલી રહ્યો છે, તે સ્પષ્ટ નથી
પેનલમાં સામેલ કિંગ્સ કોલેજ લંડનમાં મેટાબોલિક સર્જરીના પ્રોફેસર ફ્રેંસેસ્કો રુબિનોના જણાવ્યા પ્રમાણે, ડાયાબિટીસ સૌથી ગંભીર બીમારીઓમાંથી એક છે. અત્યારે અમે કોરોના મહામારી અને ડાયાબિટીસની વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંક્રમણ બાદ કોરોના ગ્લુકોઝ મેટાબોલિઝ્મને કેવી રીતે બદલે છે, તે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. 

ICMRની એડવાઈઝરી શું કહે છે

·         ઈન્ડિયન કાઉન્સિંલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની એડવાઈઝરી અનુસાર, સામાન્ય રીતે જે દર્દીઓનું બ્લડ સુગર અનિયંત્રિત રહે છે તેમને દરેક પ્રકારના ચેપ થવાની સંભાવના વધારે રહે છે. 

·         આવી સ્થિતિમાં ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવું અને રૂટિનમાં એક્સર્સાઈઝ સામેલ કરો. ડાયાબિટીસ સાથે જોડાયેલી દવાઓ સમય પર લેવી જેથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે. આવા દર્દીઓમાં સંક્રમણ થવા પર વધારે સંભાળ રાખવાની જરૂર હોય છે, સમાયંતરે તેમનું બ્લડ સુગર મોનિટર કરવું પડે છે

4 પોઈન્ટથી સમજો કોવિડ-19 અને ડાયાબિટીસનું કનેક્શન

·         1. સ્વસ્થ લોકોમાં આ પ્રકારે જોખમ વધે છેઃ એસએમએસ હોસ્પિટલ જયપુરના ડાયાબિટોલોજીસ્ટ ડો. પ્રકાશ કેસવાનીના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19 વાઈરસ સીધો પેન્ક્રીયાજમાં રહેલા ઇન્સ્યુલિન બનાવતા બીટાના કોષોને સંક્રમિત કરી શકે છે. બીટા કોષો ડેમેજ થવા પર દર્દીઓમાં ઇન્સ્યુલિન બનવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં જે સ્વસ્થ છે તેમને નવા ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. 

·         2. ટાઈપ-1 ડાયાબિટીસ પણ થઈ શકે છેઃ ઘણી વખત સંક્રમણ વધારે ગંભીર હોય છે, આવી સ્થિતિમાં ટાઈપ-1 ડાયાબિટીસ અથવા ડાયાબિટિસ કીટોએસિડોસિસ પણ થઈ શકે છે. ડાયાબિટિક કીટોએસિડોસિસ તે સ્થિતિને કહે છે જ્યારે ઇન્સ્યુલિનની ઊણપના કારણે શરીરમાં સુગરનું લેવલ વધારે વધી જાય છે. 

·         3. સ્ટ્રેસ પણ એક પરિબળ છેઃ જો કોઈને ડાયાબિટીસની શરૂઆત થઈ છે અને તેને ખબર નથી, આ દરમિયાન વાઈરસનું સંક્રમણ થાય છે તો સ્ટ્રેસના કારણે પણ નવી ડાયાબિટીસ વિકસિત થઈ શકે છે. 

·         4.એટલે ડાયાબિટીક લોકોને જોખમ વધારેઃ
ડાયાબિટીસના દર્દીઓમાં દરેક પ્રકારના સંક્રમણનું જોખમ વધારે હોય છે. આવા દર્દીઓમાં ઈમ્યુન સિસ્ટમના કોષો (લિમ્ફોસાઇટ્સ, ન્યુટ્રોફિલ્સ)ની કાર્ય ક્ષમતા ઓછી થઈ જાય છે. તેના કારણે શરીરમાં એન્ટિબોડીઝ ઓછા બને છે. બીમારી સામે લડવાની ક્ષમતા ઓછી થવાને કારણે તે બાહ્ય વસ્તુ (વાઈરસ, બેક્ટેરિયા)ને નાશ નથી કરી શકતાં અને પરિણામે જોખમ વધી જાય છે. 

એક્સપર્ટની સલાહઃ ડાયટમાં પ્રોટીન લેવું, બ્લડ સુગર ચેક કરવું અને દરેક કલાકમાં 10 મિનિટ ચાલવું

·         ડાયાબિટોલોજીસ્ટ ડો. પ્રકાશ કેસવાનીના જણાવ્યા પ્રમાણે, લોકડાઉનના કારણે ડાયાબિટીસના દર્દીઓની ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવાથી સુગર વધે છે

·         ઘરમાં સવાર સાંજ 40-40 મિનિટની એક્સર્સાઈઝ કરો. દરેક કલાકે 10 મિનિટ માટે ઉભા રહેવું અથવા ઘરમાં ચાલવું

·         દરેક સ્થિતિમાં શરીરને એક્ટિવ રાખો. ખાવામાં પ્રોટીન વધારે પ્રમાણમાં લેવું જેથી એન્ટિબોડી બને અને ઈમ્યુનિટી વધે.

·         સુગર તપાસતા રહેવું, જો વધી ગયું હોય તો ડોક્ટરની સલાહ લેવી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post