• Home
  • News
  • 195 ફાયર બ્રિગેડના 590 જવાનોએ 2 કરોડ લિટરથી વધુ પાણી છાંટ્યું, છતાં 21 કલાક સુધી આગ બેકાબૂ
post

બિલ્ડિંગમાં 14 દિવસમાં બીજી વખત આગ લાગી, આ વખતે 300 કરોડનો માલ ખાક થઈ ગયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-22 08:41:16

સુરતઃ કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે મળસ્કે 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગને બ્રિગેડ કોલ જાહેર કરાતાં ફાયર બિગ્રેડની 70થી વધુ ગાડીઓ સાથે 500થી વધુ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં, બે કરોડ લીટર પાણી વપરાયું હોવા છતાં મોડી રાત સુધી આગ કાબુમાં આવી નથી. માર્કેટની બિલ્ડિંગના બ્યુટીફિકેશન માટે એલ્યુમિનિયમ અને એક્રેલિકના એલીવેશનના કારણે આગ ઓલવવા ફાયરના કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

9 માળ ભસ્મીભૂત થઈ ગયા
ઘટનાને 20 કલાકથી વધુ સમય થયા છતાં આગ પર કાબૂ મેળવી નહીં શકાતાં વેપારીઓનું કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. બિલ્ડિંગની પ્રથમ વીંગ ભસ્મીભૂત થઈ છે, ત્યારે પાલિકાએ બિલ્ડીંગની બીયુસી રદ્દ કરી છે, તેમજ આગ બૂઝાયા બાદ બિલ્ડીંગને સીલ કરવા પણ કામગીરી માટે સૂચન આપી દીધા છે. બિલ્ડર્સ ભૂર્ગભમાં છુપાયા છે. ચોંકાવનારી બાબત છે કે ડીજીવીસીએલ કહે છે કે રાત્રે પાવર સપ્લાય બંધ કરી દેવાયું હતું જ્યારે પાલિકા કહે છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે, જ્યારે રાહદારીઓ કહી રહ્યા છે કે બિલ્ડિંગની લાઇટ રાત્રે પણ ચાલુ હતી. અહીંના પૂણા-સારોલી રોડ પરની રઘુવીર સિલિયમ માર્કેટમાં મળસ્કે ત્રણ વાગ્યે ચોથા માળે શોટ સર્કિટને કારણે આગ લાગી હતી, જે 21 કલાક બાદ પણ કાબૂમાં આવી હતી. આગે ચોથા માળે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા પછી ઉપર-નીચેની માર્કેટની દુકાનોને ઝપેટમાં લીધી હતી. તેના કારણે 9 માળ ભસ્મીભૂત થઈ ગયા હતા .

100 લિટર પાણી નંખાઈ રહ્યું હતું પણ અંદર માંડ 10 લિટર પાણી જતું હતું...
વૉટરપ્રૂફ બિલ્ડિંગમાં બહારથી પાણી ના આવે માટે એલ્યુમિનિયમ એલિવેશન લગાવાયા હતા. તેની પાછળ સિમેન્ટની દીવાલ પણ હતી. એટલે ફાયર ફાઇટરો 100 લિટર પાણી નાંખે ત્યારે અંદર માંડ 10 લિટર પાણી જતું હતું.

ફાયર સેફ્ટીની ઉપેક્ષા, બિલ્ડિંગમાં લાકડાનાં પગથિયાં બનાવ્યાં હતાં...
સુડાના ચેરમેન બંછાનિધિ પાનીએ કહ્યું કે, ઈલેક્ટ્રિક વાયરિંગને લઈને બિલ્ડિંગને નોટિસ ફટકારાઈ હતી. આમ છતાં, ફાયર સેફ્ટી માટે કોઈ પગલાં ના લેવાયા. એટલું નહીં, ત્યાં ગેરકાયદે રીતે લાકડાની સીડીઓ પણ બનાવાઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post