• Home
  • News
  • ભારત 8 વિકેટથી મેલબર્ન ટેસ્ટ જીત્યું:સિરિઝ 1-1થી બરાબર, ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા 6 વર્ષથી બોક્સિંગ-ડે ટેસ્ટ નથી હારી
post

ઓસ્ટ્રેલિયાની ટીમે 4 ટેસ્ટની શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમને જીત માટે 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-29 09:50:53

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાયેલી બોક્સિંગ-ડે ટેસ્ટ 8 વિકેટથી જીતી લીધી છે. આ સાથે જ ભારતે 4 ટેસ્ટની સીરિઝ 1-1થી બરાબર કરી દીધી છે. ટીમ ઈન્ડિયા છેલ્લા 6 વર્ષથી ઓસ્ટ્રેલિયા સામે એક પણ બોક્સિંગ-ડે ટેસ્ટ હારી નથી. ગઈ વખતે 2018માં મેલબોર્ન ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવ્યું હતું. જ્યારે 2014માં આ જ મેદાનમાં પર બોક્સિંગ-ડે ટેસ્ટ ડ્રો રહી હતી.

42 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની સૌથી ધીમી સ્થાનિક ઈનિંગ
મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરતા 195 રન બનાવ્યા હતાં. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 326 રન બનાવી 131 રનની લીડ હાંસલ કરી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 103.1 ઓવર રમીને 1.94 રેન રેટથી 200 રન બનાવ્યા અને ભારતને 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 1978 પછી ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મેદાન પર 80થી વધારે ઓવર રમીને આ અત્યાર સુધીની સૌથી ધીમી ઈનિંગ રહી છે.

ઓસ્ટ્રેલિયાની ટીમે 4 ટેસ્ટની શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમને જીત માટે 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેલબોર્નમાં રમાઇ રહેલ આ બોક્સિંગ-ડે ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 6 વિકેટ પર 133 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી ટીમ છેલ્લી 4 વિકેટ ગુમાવીને 67 રન જ બનાવી શકી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post