• Home
  • News
  • અમદાવાદની સીએન વિદ્યાલયના ધોરણ 5 અને 7ના 3 વિદ્યાર્થીએ દુનિયાના કોઈપણ ખૂણેથી પલ્સ રેટ, હાર્ટબીટ, હાર્ટરેટ માપી શકતું ઈ-સ્ટેથોસ્કોપ બનાવ્યું
post

બાને કોરોના થતાં ડોક્ટર દૂરથી જ થર્મલ ગનથી તપાસતા હોવાથી ઉકેલ શોધ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 10:05:37

સીએન વિદ્યાલયમાં અભ્યાસ કરતા ત્રણ બાળકોના બાને કોરોના થયો પણ કોરોના પોઝિટિવ દર્દીથી ડોક્ટર પણ દૂર રહેતા હતા. ત્રણેય ભાઇ બહેને આ પરિસ્થિતિમાં બાની તપાસ ડોક્ટર કરી શકે અને ડોક્ટરને પણ કંઇ થાય નહીં તેવો આઇડિયા શોધવા લાગ્યા. ત્રણેયે સ્માર્ટ ઇ-સ્ટેથોસ્કોપનો આઇડિયા પિતા સમક્ષ મુક્યો. એટલું જ નહીં પણ તેના પર કામ કરીને માત્ર રૂ. 1250માં ઇ-સ્ટેથોસ્કોપ તૈયાર કર્યું. આ ઇ-સ્ટેથોસ્કોપથી ડોક્ટર દુનિયાના કોઇ પણ ખૂણેથી દર્દીના પલ્સ રેટ, હાર્ટ બીટ, હાર્ટ રેટ અને હાર્ટની અપર અને લોઅર ચેમ્બર રિધમને પોતાના મોબાઇલમાં ચેક કરી શકે છે.આમ આ ઇ-સ્ટેથોસ્કોપથી દર્દીની સારવાર ડોક્ટર આસાનીથી થાય છે અને એપ્લિકેશનની મદદથી ડોક્ટર 24 કલાક નજર રાખી શકે છે.

સી.એન. વિદ્યાલયના ધોરણ-7મા ભણતી સૃષ્ટિ અને ધોરણ-5મા ભણતા વંદન અને બંસરીના બા કોરોના પોઝિટિવ હતા. બાને હોમ ક્વોરન્ટીન કરાયા હતા. ડોક્ટર તેમને દૂરથી થર્મલ ગનથી ચેક કરતા હતા. આ જોઇને બાળકો ચિંતામાં મુકાયા અને ડોક્ટર બાને કેમ તપાસતા નથી તેવો પ્રશ્ન પિતા રૂપેશ વસાણીને કર્યો. પિતાએ સ્પષ્ટતા કરતા બાળકો પોતાના આઇડિયા આપવા લાગ્યા અને તેમાંથી ઇ-સ્ટેથોસ્કોપનો ઉદભવ થયો. બાળકોનો આઇડિયા એવો હતો કે ડોક્ટર પોતાની હોસ્પિટલથી બાની તપાસ કરે અને તેમની સારવાર કરી શકે. બાળકોના આઇડિયા અમલમાં મૂકી પિતા રૂપેશ વસાણીએ ઇ-સ્ટેથોસ્કોપ તૈયાર કરવામાં મદદ કરી. સૃષ્ટિએ કહ્યું કે, ડોક્ટર દર્દીને તપાસે ત્યારે જે જાણકારી મેળવે તે તમામ જાણકારી ઇ-સ્ટેથોસ્કોપથી મળે છે. ઇ-સ્ટેથોસ્કોપ દર્દી પાસે રહે અને ડોક્ટર મોબાઇલમાં દર્દીના પલ્સ રેટ, હાર્ટ બીટ, હાર્ટ રેટ અને હાર્ટની અપર-લોઅર ચેમ્બરની રિધમને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામથી ચેક કરી શકે છે.

ઇ-સ્ટેથોસ્કોપ આ રીતે તૈયાર કરાયું
સામાન્ય સ્ટેથોસ્કોપમાં સેન્સર હોય છે જે ઇકો જનરેટ કરીને ડોક્ટરના કાન સુધી પહોંચે છે. ઇ-સ્ટેથોસ્કોપમાં દર્દીના હાર્ટબીટ, પલ્સને ઇલેક્ટ્રીકલ સિગ્નલમાં કન્વર્ટ કરીને ઇન્ટરનેટથી ડોક્ટર મોબાઇલમાં લાઇવ ઇસીજી રિપોર્ટ સ્વરૂપે મેળવે છે. ઇ-સ્ટેથોસ્કોપમાં માઇક્રોફોન, ઇલેક્ટ્રો જનરેટ કન્વર્ટર, વાઇફાઇ મોડયુલ, ઇન્ટરનેટ મોડ્યુલનો ઉપયોગ કરાયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post