• Home
  • News
  • 3 દેશને સ્પર્શતી ભારતની સરહદે હિંસક અથડામણ, લદાખમાં સંચાર સેવા બંધ, કાશ્મીરમાં ગોળીબાર, નેપાળીઓએ સીમા દર્શાવતા પિલર હટાવ્યા
post

લદાખ જતાં પહેલાં મંગળવારે લગભગ 150 કિમી પહેલા બાલટાલમાં જવાનોની તૈયારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 10:57:55

લેહ: પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં સોમવારે ચીનની સેના સાથે થયેલી અથડામણમાં ભારતના ઓછામાં ઓછા 20 સૈનિક શહીદ થયા છે. એક સપ્તાહમાં દેશની સરહદો પર મોત અને હિંસા થઈ છે. સંવેદનશીલ સરહદો પર પણ સુરક્ષા અને ચોકસાઈ વધારી દેવાઈ છે. લદ્દામાં સંચાર સેવાઓ બંધ કરી દેવાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય ટૂકડીઓ વધારાઈ છે. જ્યારે ઉત્તરાખંડ-યુપીને સ્પર્શતી સરહદો પર પણ ભારતે પેટ્રોલિંગ વધારી દીધું છે. વાંચો સરહદો પરથી રિપોર્ટ....

લદાખ: તણાવના કારણે પાંચ વિસ્તારોમાં સંચાર સેવા બંધ 
ભારત અને ચીન વચ્ચે તાજેતરના તણાવમાં ગલવાન વિસ્તાર સૌથી વધુ ચર્ચામાં છે. અહીં બંને દેશના સૈનિકો લડ્યા હતા. ગલવાન વિસ્તાર લદાખની ચુસૂલ કાઉન્સિલ અંતર્ગત આવે છે. લદાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં શિક્ષણ વિભાગના એક્ઝીક્યુટીવ કાઉ્ન્સેલર સ્ટેનજિન કોન્ચોકે જણાવ્યું કે, ગલવાન વસ્તારના લોકોની વર્તમાન સ્થિતિ અંગે હાલ કોઈ માહિતી મળી નથી, કેમ કે નેટવર્ક કનેક્ટિવિટી બંધ કરી દેવાઈ છે. તેમણે જણાવ્યું કે, ત્યાંની સ્થિતિ અંગે એક-બે દિવસમાં ખબર પડી જશે. ચીન અને ભારતની સેનાઓ વચ્ચે અથડામણના કારણે લદાખના તાંગ્સે, શ્યોક, ફોબ્રાંગ, માનમેરખ અને ચુસૂલ જેવા વિસ્તારોમાં સંચાર સેવાઓ બંધ કરી દેવાઈ છે. 

ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈટીબીએફ)માં કામ કરી ચુકેલા 81 વર્ષના કુંગજુંગ નાંગ્યાલે જણાવ્યું કે, વર્ષ 1959થી તણાવની સ્થિતિ બનતી આવી છે. 21 ઓક્ટોબર, 1959ના રોજ તેઓ આ જ વિસ્તારમાં પેટ્રોલિંગ પાર્ટીનો ભાગ હતા, જ્યારે ચીનની સેના સાથે લડાઈ થઈ હતી. એ સમયે 10 પોલિસનાં મોત થયા હતા. આ ઘટનાને પોલિસ કમેમોરેશન ડેતરીકે મનાવાય છે. નાંગ્યાલનું માનવું છે કે, આવી તણાવપૂર્ણ સ્થિતિ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી બંને દેશ સરહદની પાકી લાઈન બનાવતા નથી. જોકે, ગલવાન વિસ્તાર ખતરનાક છે, અહીં ખેતી પણ થઈ શકે એમ નથી. તેમ છતાં બંને દેશે આ જગ્યાને પ્રતિષ્ઠાની બાબત બનાવી છે. રાષ્ટ્રીય સુરક્ષા વિશેષજ્ઞ અને ભૂતપૂર્વ રાજદૂત પી. સ્ટોપડને જણાવ્યું કે, ચીન તરફથી આ સીમા સંધીનું પ્રત્યક્ષ ઉલ્લંઘન છે. 

જમ્મુ-કાશ્મીર: પાક.નો ગોળીબાર વધ્યો તો સૈનિક ટુકડીઓ તહેનાત કરી
ભારત અને ચીનની સરહદ પર ગતિરોધ ચાલુ છે ત્યારે પાકને અડીને આવેલી લગભઘ 750 કિમીની સરહદ પર પણ તણાવ વધી ગયો છે. મંગળવારે પાકિસ્તાને મોર્ટાર અને અન્ય હથિયારોથી ગોળીબારી કરીને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે, ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. શ્રીનગરમાં સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે, પાક સેનાએ તંગધાર સેક્ટરમાં સવારે અને લગભગ 11 કલાકે પુંછના શાહપુર વિસ્તારમાં ભારે ગોળીબાર કર્યો હતો. 

ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી સંઘર્ષ વિરામ તોડવાની 2040 ઘટનાઓ થઈ છે. માત્ર જુન મહિનામાં જ 120 વખત સંઘર્ષ વિરામ તોડાયો છે. છેલ્લા બે સપ્તાહથી ચાલુ મોર્ટાર હુમલા અને ગોળીબારીમાં ભારતના ત્રણ સૈનિક શહીદ થયા છે. બીજી તરફ સેનાએ એલર્ટ રહીને ઘુસણખોરીના પ્રયાસો અટકાવ્યા છે. પાકિસ્તાનના સતત હુમલાના કારણે લોકોનાં ઘરો અને પશુધનને પણ ઘણું નુકસાન થયું છે. આ વાતને ધ્યાનમાં રાખીને સેનાએ અગ્રીમ મોરચા પર સૈનિક ટુકડીઓ તૈનાત કરી દીધી છે. ઉત્તર કાશ્મીરના ઉરી, તંગધાર, પીર પંજાલ અને પુંછમાં સેના પાક.ના નાપાક ઈરાદાને નિષ્ફળ બનાવવા ખડેપગે ઊભી છે. બારામુલા અને કુપવાડામાં પણ છેલ્લા કેટલાક દિવસથી તણાવની સ્થિતિ છે. 

ઉરી સેક્ટરમાં ગયા સપ્તાહે એક નાગરિકના મોત પછી બે ડઝન પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ અનુસાર 250થી વધુ આંતકવાદીઓને ઘુસણખોરી માટે સરહદ પાસે બનેલા લોન્ચપેડ પર લાવવામાં આવ્યા છે. 

ઉત્તરાખંડ: નેલાંગ, હર્ષિલઘાટી સીમા પર યુદ્ધ વિમાન સક્રિય
લદાખમાં ભારત-ચીન સરહદ પર સૈનિક અથડામણ પછી ચીનને અડીને આવેલી ઉત્તરાખંડ  બોર્ડર પર સૈનિક ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. જોકે, અત્યારે આગળની ચોકીઓની દેખરેખ આઈટીબીપી કરી રહી છે, પરંતુ તેની સાથે જ સેના અને વાયુસેનાને પણ હાઈ એલર્ટ પર રખાઈ છે. અહીંની ચિન્યાલીસોટ હવાઈ પટ્ટી પર એન-32 માલવાહક વિમાનોનું આવન-જાવન વધી ગયું છે. યુદ્ધ વિમાનોનો અવાજ આકાશમાં ગૂંજી રહ્યો છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી અને પિથોરગઢ જિલ્લાની સરહદો ચીનને સ્પર્શે છે. ચીનના સૈનિકો અનેક વખત ચમોલી સરહદ પર એલઓસી ઓળંગી ચુક્યા છે. ચીનને અડીને આવેલી ગઢવાલ સરહદને જોતાં ચિન્યાલીસોડ હવાઈ પટ્ટી અત્યંત મહત્ત્વની છે. સરહદથી 100 કિમી દૂરના સ્થળે ચેલ્લા કેટલાક વર્ષમાં ભારતે પોતાનું લશ્કરી માળખું મજબૂત કર્યું છે.

સ્થાનિક ભૌગોલિક સ્થિતિના જાણકાર સુરેશ રમોલા જણાવે છે કે, ચીન સાથે તણાવ બાદથી જ અહીં સેના અને વાયુસેના અનેક વખત યુદ્ધાભ્યાસ કરી ચુકી છે. ચમોલી જિલ્લામાં બડાહોતી અને માણાને અડીને આવેલી ચીનની સંવેદનશીલ સરહદ હાઈએલર્ટ પર છે. જવાનો અગાઉ કરતાં વધુ સક્રિય છે. અલમોડાના વરિષ્ઠ પત્રકાર પ્રેમ પુનેઠાએ જણાવ્યું કે, ઉત્તરાખંડને અડીને આવેલી સરહદ પર ચીન ભવિષ્યમાં મુશ્કેલી પેદા ન કરે, તેને જોતાં સેનાઓને એલર્ટ પર રખાઈ છે.

ઉત્તરકાશીથી 120 કિમી દૂર નેલાંગ, 82 કિમી દૂર હર્ષિલની શાંત ઘાટીઓમાં યુદ્ધ વિમાનની હલચલ વધી ગઈ છે. અહીં આગળની ચોકી પર આઈટીબીપીના જવાનો અત્યંત સતર્ક છે અને ત્યાંથી 35 કિમી દૂર રહેલી સેના કોઈ પણ સ્થિતિનો સામનો કરવા તૈયાર જોવા મળી રહી છે. 

યુપી: સરહદ પર લાગેલા પિલર હટાવ્યા, નેપાળીઓએ કબજો કર્યો
ભારત અને નેપાળ વચ્ચે વધતા જઈ રહેલા સરહદ વિવાદ વચ્ચે સોમવારે ઉત્તર પ્રદેશના સરહદીય લખીમપુર ખોરીને અડીને ‌આવેલી બોર્ડર પરથી નેપાળની સીમા દર્શાવનારા પિલર રાતોરાત ગાયબ કરી દેવાયા છે. આ ઉપરાંત નેપાળના નાગરિકોએ નોમેન્સ લેન્ડના પણ ઘણાખરા ભાગ પર કબજો કરી લીધો છે. એસએસબી (સશસ્ત્ર સીમા દળ)ની 39મી બટાલિયનના કમાન્ડન્ટે તેની માહિતી ડીએમ અને ગૃહમંત્રાલયને મોકલી છે. 

સરહદ પર નેપાળના કેલાલી અને કંચનપુર નામના બે જિલ્લા આવેલા છે, જેની સરહદ લખીમપુર સાથે જોડાયેલી છે. તેનો કુલાસો 2 જુનના રોજ એસએસબી કમાન્ડન્ટ મુન્ના સિંહ દ્વારા ડીએમને લખેલા પત્રમાં થયો છે. જેમાં નોમેન્સ લેન્ડના પિલર નંબર 742 અને 766 પર નેપાળી નાગરિકોના કબજાનો ઉલ્લેખ છે. આ ઘટના પછી બોર્ડર પર એસએસબી, આઈબી અને પોલિસનું પેટ્રોલિંગ વધારી દેવાયું છે. ડીએમ શૈલેન્દ્ર સિંહ અનુસાર કબજાની માહિતી સરકારને આપી દેવાઈ છે. લોકડાઉનથી પહેલા બોર્ડર પર જોઈન્ટ સરવે ચાલતો હતો. સરહદ પર 20થી 25 ટકા પિલર ગાયબ છે. બંને દેશના ઉચ્ચાધિકારી વાટાઘાટો દ્વારા સમાધાનનો પ્રયાસ કરી રહ્યા છે. 

ડીએમે સ્વિકાર્યું કે, કેટલાક સ્થળે નેપાળી નાગરિકો દ્વારા કબજાની માહિતી મળી છે. કેટલાક સ્થળો પર ભારતીય નાગરિકો આગળ વધ્યા છે. બંને દેશોની ટીમો વિવાદ ઉકેલી નાખે છે. ટૂંકમાં જ નવા પિલર લગાવાશે. 39મી  બટાલિયન લખીમપુર ખીરીમાં 62.9 કિમીની સરહદની સુરક્ષા કરે છે. એસએસબી કમાન્ડન્ટે કહ્યું કે, અમે ગાયબ પિલર્સની ગુપ્ત માહિતી આપી શકીએ નહીં. અતિક્રમણ ભૌગોલિક કારણે હોઈ શકે છે.

વાટાઘાટોનાં પ્રયાસો નિષ્ફળ, 41 દિવસમાં વધતો ગયો વિવાદ 


5
મે: વિવાદ વધવા લાગ્યો
પેગોંગ ત્સે તળાવ વિસ્તારમાં ભારત-ચીનના 200 સૈનિકો સામ-સામે આવી ગયા. 9 મેના રોજ નાકૂ લા સેક્ટરમાં પણ અથડામણ થઈ.


23
મે : ચીન સક્રિય થયું 
સૈન્ય પ્રમુખ નરવણે લદાખ પહોંચ્યા. 26 મેના રોજ જિનપિંગે સેનાને તૈયાર રહેવા કહ્યું. 30 મેથી ચીને સૈનિકો, તોપોની સંખ્યા વધારી દીધી. 

6 જૂન : વાટાઘાટો શરૂ થઈ 
મુદ્દો ઉકેલવા માટે ચુસુલમાં વાટાઘાટો શરૂ થઈ. 8 જુનના રોજ ચીને ઈસ્ટર્ન લદાખની નજીક હેલિકોપ્ટરોની હલચલ વધારી દીધી. 

10 જૂન : પૂર્વ સ્થિતિ પર સહમતી 
બીજી વખત વાટાઘાટો થઈ. જે પૂર્વ લધ્દાખની નજીક ભારતીય સીમાની અંદર થઈ. સૈનિક ઘટાડવા અને પૂર્વ સ્થિતિ સ્થાપવા ચર્ચા થઈ. 

12 જૂન : ગલવાન ઘાટી પર ચર્ચા 
ગલવાન ઘાટીવાળા વિસ્તારમાં સમસ્યાગ્રસ્ત વિસ્તારોના મુદ્દાનો ઉકેલ લાવવા માટે મજર જનરલ સ્તરની વાટાઘાટો થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post