• Home
  • News
  • હિમાચલમાં છેલ્લાં 24 કલાકમાં 31 લોકોનાં મોત:સિમલાના શિવ મંદિરમાં ભૂસ્ખલન, સોલનમાં એક જ પરિવારના 7 લોકોનાં મોત
post

CMની જાહેરાત, સ્વતંત્રતા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં યોજાય

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-14 17:02:56

હિમાચલ પ્રદેશમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ભૂસ્ખલન, વાદળ ફાટવા અને વરસાદને લગતી અલગ-અલગ ઘટનાઓમાં 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

છેલ્લાં 24 કલાકમાં સિમલામાં સૌથી વધુ મોત થયાં

ઘટનાઓ

મૃત્યાંક

સોલનમાં વાદળ ફાટ્યું

9

સિમલાની સમરહિલ

6

સિમલાની ફાગલી

4

બજાર

6

સિરમોર

4

હમીરપુર

1

કાંગડા

1

કુલ

31

સિમલાના સમરહિલ લેન્ડસ્લાઈડની ઘટનાને ક્રમિક રીતે વાંચો...
હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીંના સમરહિલ વિસ્તારમાં આવેલું શિવ બાવડી મંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતું. જેના કારણે અહીં હાજર 25થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં 2 બાળકો સહિત 5 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. બાકીનાની શોધખોળ ચાલુ છે.

આ મંદિર સિમલાના ઉપનગર બાલુગંજ વિસ્તારમાં આવેલું છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. શ્રાવણ સોમવારના કારણે મંદિરમાં સવારથી જ ભીડ જોવા મળી હતી.

વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી
ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. પહાડ પરથી હજુ પણ પથ્થરો પડી રહ્યા છે. કાટમાળની સાથે મંદિરની ટોચ પર ચારથી પાંચ વૃક્ષો પડી ગયાં હતાં. તેનાથી વધુ નુકસાન થયું છે. NDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. SDRF, ITBP, પોલીસ અને સ્થાનિક લોકો બચાવ કાર્યમાં લાગેલા છે. JCB મશીનથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

CM સુખવિંદર સિંહે ઘટનાસ્થળની મુલાકાત લીધી
સીએમ સુખવિંદર સિંહ સુખુ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર કાટમાળ હટાવવાનું કામ કરી રહ્યું છે. ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજી તરફ સીએમના મીડિયા એડવાઈઝર નરેશ ચૌહાણે કહ્યું કે, 10થી 15 લોકો ફસાયા હોવાની આશંકા છે.

પર્વતોનું વર્ટિકલ કટિંગ, અતિશય વરસાદને કારણે તબાહી
ઉદ્યોગ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી અતુલ શર્માએ જણાવ્યું કે, રસ્તાઓ માટે પર્વતોનું વર્ટિકલ કટિંગ કરવામાં આવી રહ્યું છે. આના કરતાં વધુ વિનાશ થઈ રહ્યો છે. ચંદીગઢ-સિમલા, ચંદીગઢ-મનાલી ફોરલેનને આના કરતાં વધુ નુકસાન થયું છે.

આ વખતે ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી છે. રાજ્યમાં એપ્રિલ મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જમીનમાં ભેજ વધી ગયો છે. આવી સ્થિતિમાં જ્યારે નવો વરસાદ પડે છે ત્યારે નુકસાન થાય છે.

અતુલ શર્માએ જણાવ્યું કે સિમલા અને સોલનમાં વધુ માટી છે, જે વધુ પડતા વરસાદને કારણે ફૂલી જાય છે અને વિનાશ સર્જે છે.

CMની જાહેરાત, સ્વતંત્રતા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં યોજાય
સીએમ સુખવિંદરે કહ્યું કે સ્વતંત્રતા દિવસની ઉજવણી પર કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે નહીં. આ દરમિયાન ધ્વજ લહેરાવીને જ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post