• Home
  • News
  • ભાજપની જીતનાં 5 સૌથી મોટાં કારણો... નો-રિપીટ થિયરી ફરી ભાજપને ફળી
post

નવા સીમાંકનનો લાભ - ભાજપ તરફી વલણ ધરાવતા ગામો મનપામાં ભળી ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-06 10:42:31

ગાંધીનગર મહાનગર પાલિકાની રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો મંગળવારે બહાર આવ્યાં જેમાં પાલિકાની કુલ 44 બેઠકોમાંથી ભાજપને 41 બેઠકોની જંગી બહુમતીથી ભવ્ય જીત મળી છે. જેની સામે કોંગ્રેસને માત્ર 2 અને આપને 1 બેઠક પ્રાપ્ત થઇ છે. અગાઉની બે ટર્મની ચૂંટણી દરમિયાન ભાજપને બહુમતી મળી ન હતી, પણ દસ વર્ષના ઇતિહાસમાં આ વખતે ભાજપને કુલ બેઠકોની 93 ટકા જેટલી બેઠકો મળી છે જે ઐતિહાસિક જીત છે.

નો રિપીટ થિયરી - મેયર સહિત સૌ પડતાં મૂકાયા અને ઉમેદવારો બદલાયાં
ભાજપે નો રિપીટ થિયરીનો સહારો લીધો. ગાંધીનગરમાં મેયર સહિતના તમામ ચૂંટાયેલાં ઉમેદવારોને પડતાં મૂકી તમામ નવા ચહેરાંને ઉતાર્યાં. જેથી કાર્યકર્તાઓ ઉત્સાહિત થયા.

સંગઠનની મહેનત- ચૂંટણી પહેલાથી મતદારોના વલણનો અંદાજ મેળવ્યો
ભાજપનું સંગઠન માઇક્રો પ્લાનિંગથી કામ કરે છે. ચૂંટણી જાહેર થયાં પહેલાં જ આ કામ ભાજપ શરૂ કરે છે તેમાં દરેક મતદાતા પરિવારની પ્રોફાઇલ અને રાજકીય વલણનો તેમને અંદાજ આવી જાય છે.

સરકારનો નવો ચહેરો - સરકાર બદલી એન્ટિ ઇન્કમ્બન્સીનો છેદ ઉડાડ્યો જૂની રાજ્ય સરકાર સામે પ્રવર્તતી નારાજગી પણ લોકોમાં હતી. આ ચૂંટણી પહેલાં જ ભાજપે સીએમ સહિતના મંત્રીમંડળને સ્થાને નવી સરકાર બનાવી. જેથી એન્ટિ ઇન્કમ્બન્સીનો છેદ ઉડ્યો.

DA વધારાનો નિર્ણય - કર્મચારીઓને ખુશ કરીને નારાજગી દૂર કરી દીધી
ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓની વસ્તી છે. ચૂંટણી જાહેર થઇ તેના માત્ર બે કલાક પહેલાં જ રાજ્ય સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી કર્મચારીઓને ખુશ કર્યા.

નવા સીમાંકનનો લાભ - ભાજપ તરફી વલણ ધરાવતા ગામો મનપામાં ભળી ગયા
નવુ સીમાંકન ભાજપને સૌથી વધુ ફાયદો કરાવી ગયું. આસપાસના પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતાં ગામો હવે મનપાનો પાલિકાનો ભાગ બન્યાં. તેઓ ભાજપ તરફી ઝોક અપનાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post