• Home
  • News
  • ચેતેશ્વર પુજારાએ ફર્સ્ટ ક્લાસમાં 50મી સેન્ચુરી મારી, સિદ્ધિ મેળવનાર નવમો ભારતીય બન્યો
post

સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકરે ભારત માટે સર્વાધિક 81 ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી મારી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-13 10:02:57

ભારતના સ્ટાર નંબર 3 ચેતેશ્વર પુજારાએ શનિવારે રણજી ટ્રોફીમાં સેન્ચુરી મારી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રએ કર્ણાટક સામે રાજકોટમાં 90 ઓવરમાં 2 વિકેટે 296 રન કર્યા છે. પુજારા 162 રને અને શેલ્ડન જેક્સન 99 રને રમી રહ્યા છે. પુજારાની ફર્સ્ટ ક્લાસ કરિયરની 50મી સેન્ચુરી છે. તે સિદ્ધિ મેળવનાર નવમો ભારતીય બન્યો છે. સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકરે ભારત માટે સર્વાધિક 81 ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી મારી છે.

 

ભારત માટે ફર્સ્ટ ક્લાસમાં સૌથી વધુ સેન્ચુરી:

સેન્ચુરી

ખેલાડી

81

સુનિલ ગાવસ્કર

81

સચિન તેંડુલકર

68

રાહુલ દ્રવિડ

60

વિજય હઝારે

57

વસીમ જાફર

55

દિલીપ વેંગસરકર

55

વીવીએસ લક્ષ્મણ

54

મોહમ્મદ અઝહરુદીન

50

ચેતેશ્વર પુજારા

 

એક્ટિવ ક્રિકેટર્સમાં પુજારા ચોથા ક્રમે
પુજારા એક્ટિવ (અત્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હોય) ક્રિકેટર્સમાં ચોથા ક્રમે છે. ઇંગ્લેન્ડનો પૂર્વ કપ્તાન એલિસ્ટર કુક (65), ભારતનો પૂર્વ ઓપનર વસીમ જાફર (57) અને દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન હાશિમ અમલા (52) અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે. ટેસ્ટ ક્રિકેટ રમનાર ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 42 સદી સાથે સૌથી નજીક છે. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ 34 અને 32 સેન્ચુરી મારી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post