• Home
  • News
  • મહારાષ્ટ્રમાં કાર પુલ પરથી નીચે ખાબકી:ભાજપના ધારાસભ્યના પુત્ર સહિત 7નાં મોત, તમામ મેડિકલના વિદ્યાર્થીઓ
post

કારમાં સવાર તમામ વિદ્યાર્થી વર્ધા જઈ રહ્યા હતા ત્યારે સેલસુરા પાસે એક પુલ પરથી તેમની કાર નીચે પડી ગઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-25 10:26:09

વર્ધામહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં સેલસુરા પાસે પુલ પરથી એક કાર નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં ભાજપના ધારાસભ્ય વિજય રહાંગદાલેના પુત્ર આવિષ્કાર રહાંગદાલે સહિત વિદ્યાર્થીનાં મોત થયાં છે. આ તમામ MBBSના વિદ્યાર્થી હતા. વર્ધાના એસપી પ્રશાંત હોલ્કરના જણાવ્યા મુજબઆ અકસ્માત રાતના સાડા અગિયાર વાગ્યે થયો હતો. કારમાં સવાર તમામ વિદ્યાર્થી વર્ધા જઈ રહ્યા હતા. સેલસુરા પાસે એક પુલ પરથી તેમની કાર નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનાં મોત થાય છે.

મૃતકોની યાદી
1. 
અવિષ્કાર રહાંગડાલે
2. 
નીરજ ચૌહાણ
3. 
નિતેશ સિંહ
4. 
વિવેક નંદન
5. 
પ્રત્યુષ સિંહ
6. 
શુભમ જયસ્વાલ
7. 
પવન શક્તિ

એક દિવસ પહેલાં જ અકસ્માતમાં મોત થયાં હતાં
એક દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં પુણે-અહમદનગર રોડ પર થયેલા અકસ્માતમાં લોકોનાં મોત થયાં હતાં. એક બેકાબૂ ટ્રકે બે મોટરલાઈકલ અને એક કારને ટક્કર મારી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post