• Home
  • News
  • કામરેજમાં કારે ટક્કર મારતાં બાઇક પર બેસેલી 3 વર્ષની બાળકી 20 ફૂટ ઊંચે ફંગોળાઈ વૃક્ષની ડાળીઓમાં ફસાતાં મોત
post

કામરેજ તાલુકાના વિહાણ-સામપુરા માર્ગ પર થયેલો વિચિત્ર અકસ્માત

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-28 09:53:28

કામરેજ તાલુકાના વિહાણ શામપુરા માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં રોંગ સાઈડ પર જઈ સામેથી મોટરસાઇકલ પર આવતા પરિવારને અડફેટે લીધો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાઇકલ પર આગળ બેસેલી 3 વર્ષની બાળકી 20 ફૂટ જેટલી ઉપર ઊછળી ઝાડની ડાળીઓમાં ફસાઈ જતાં એનું કમકમાટી ભર્યું મોત થયું હતું.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત માતા-પિતા, નાની દીકરીને બારડોલી હોસ્પિટલમાં ખસેડાયાં છે. કામરેજ તાલુકાના શામપુરા ગામે પારસી ફળિયામાં રહેતા સંજય બાલુભાઈ રાઠોડ રવિવારના રોજ પત્ની મનીષાબેન, પોતાની 3 વર્ષની દીકરી મહેક અને દોઢ વર્ષની દીકરી ઉમિષા સાથે બારડોલી ખરીદી કરવા માટે ગયાં હતાં. બારડોલીથી પરત ફરતી વખતે બપોરના 3 વાગ્યાના અરસામાં બારડોલીથી શામપુરા તરફ જઈ રહ્યાં હતાં.

ત્યારે વિહાણ તરફ જઈ રહેલ એક એસેન્ટ ગાડી નં. GJ-5-CG-3297 નો ચાલક પુરપાટ અને ગફલત ભર્યું હંકારી રોંગ સાઈડ આવી સામેથી આવતા સંજયભાઈની મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માત એવો ભયાનક હતો કે મોટરસાયકલ ચાલાકનો પરિવાર હવામાં ફંગોળાઈ ગયો હતો.

મહેકનાં માતા પિતા અને નાની બહેન રોડ પર પટકાતાં શરીરે ગંભીર ઇજા થઈ હતી.
મોટરસાયકલ પર આગળ બેસેલ 3 વર્ષની માસૂમ મહેક 20 ફૂટ ઊંચે હવામાં ફગોળાઈ ઝાડની ડાળીઓમાં ફસાઈ ગઈ હતી અને બાળકીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. મહેકના માતા પિતા અને નાની બહેન રોડ પર પટકાતાં શરીરે ગંભીર ઇજા થઈ હતી. એસેંટ કાર પણ રોડની નજીકના ખાડામાં ઉતારી ગઈ હતી ધડાકા સાથે થયેલા અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી ઇજા ગ્રસ્ત પરિવારને 108 માં સારવાર અર્થે બારડોલી ખસેડયો હતો તો કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો.ઘટના અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લીવર જામ થતાં કાર બેકાબૂ બન્યાનું તારણ
કારચાલક કૌશિકભાઈ છીતુભાઈ વાઘાણી (રહે યોગીચોક સુરત) વાઘેચા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયા શામપુરા ગામની સીમમાં ગાડીનું લીવર જામ થઈ જતાં સ્ટીયિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવતી સંજયભાઈની મોટરસાઇકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post