• Home
  • News
  • રામ મંદિરના ટાઇમ કેપ્સ્યૂલ અંગે કન્ફ્યૂઝન / મંદિર ટ્રસ્ટના સભ્યએ કહ્યું-2000 ફુટ ઉંડાઇમાં ટાઇમ કેપ્સ્યૂલ રાખવામા આવશે, મહાસચિવે આ દાવાને ખોટો કહ્યો
post

વડાપ્રધાન મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 09:06:04

અયોધ્યા: વડાપ્રધાન મોદી 5 ઓગસ્ટના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે. આ સમયે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોના અલગ અલગ નિવેદન આવી રહ્યા છે. ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે મીડિયાને જણાવ્યું કે મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ સુધી સુરક્ષિત રહે તેથી 200 ફુટ ઉંડાઇમાં ટાઇમ કેપ્સ્યુલ રાખવામા આવશે. જોકે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ દાવાને ફગાવી દીધો હતો.

કામેશ્વર ચૌપાલે કહ્યું હતું કે મંદીરનો પાયામાં જે ટાઇમ કેપ્સ્યૂલ નાખવામા આવશે તેમાં તામ્રપત્ર પર મંદિરનું સંપૂર્ણ વિવરણ હશે. તેનાથી ભવિષ્યમાં જન્મભૂમિ અને રામ મંદિરનો ઇતિહાસ જોઇ શકાય અને કોઇ વિવાદ ન થાય.

મહાસચિવે કહ્યું- ટ્રસ્ટના સત્તાવાર નિવેદનને જ સાચું માનો
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે અલગ અલગ માધ્યમોથી ટાઇમ કેપ્સ્યુલ રાખવાની વાત સામે આવી રહી છે. આ વાત ઉપજાવી કાઢેલી છે. માત્ર ટ્રસ્ટના સત્તાવાર નિવેદન પર જ ભરોસો કરો. કાલ્પનિક વાતો પર ભરોસો કરીને તમારા મનને પરેશાન ના કરો.

 

adv

Related News

post
post
post
post
post
post
post